________________
શરણ તુજ ચરણમેં ચરણ ગુણનિધિ ગ્રહ્યા,ભવ-તરણ-કરણ-દમ"શરમ દાખો; હાથ જોડી કહે જશવિજય બુધ ઈછ્યું, દેવ ! નિજ ભુવનમાં દાસ રાખો
– આજ (૭) ૧. અમૃતરસ ૨. ક્ષત્રિયકુંડ ૩. પુત્ર ૪. સાત હાથની કાયાવાળા ૫. પાવાપુરીમાં ૬. આજ્ઞા ઉપરનો પ્રેમ ૭. આધાર ૮. સારા ગુણવાળા-શ્રેષ્ઠ ૯. અન્ય મતોના ઉદ્ધત હાથીઓના ૧૦. જરાપણ ૧૧. ભય ૧૨. પગને ૧૩. ચારિત્રગુણના ભંડારરૂપ ૧૪. સંસારથી તારનાર ૧૫. ઇન્દ્રિયોને દમનાર
શું કર્તા શ્રી ભાણવિજયજી દm (આનંદમય નિરૂપમ ચોવીશમો, પરમેશ્વર પદ નિરખ્યો રે) પરમેશ્વર પદ જેહને છાજે, અંતર-ચિત્તથી મેં પરખ્યો રે –આનંદ (૧) ધારક છે દેવશબ્દ ઘણેરા, પણ દેવત્વ તે ન ધરે રે; જેમ કનક કહીએ ધતુરને, તેમની ગત તે ન સરે રે –આનંદ (૨) જે નર તુમ ગુણ-ગણથી રસિયા, તે કિમ અવરને સેવે રે? માલતી-કુસુમે લીના જે મધુકર, અવર સુરભિ ન લેવે રે આનંદ. (૩) ચિત્ત પ્રસન્ન જિનાજીની ભજન એ, સજ્જન કહો કિમ ચૂકે રે ? ઘર આંગણ ગંગા પામીને, કુણ ઉવેખીને મૂકે રે ? -આનંદ. (૪) ધ્યેય સ્વરૂપે ધ્યાયો તમને જે, મન વચ કાય આરાધે રે; પ્રેમ વિબુધ ભાણ પભણે તે નર, વર્ધમાન સુખ સાધે રે–આનંદ. (૫) ૧. દેવ શબ્દને ધારણ કરનારા ઘણા છે, પણ દેવત્વને ધારનારા તેઓ નથી; જેમ કોઈ નશામાં ધતૂરાને સોનું કહે, પણ હેમ=સાચા સોનાની ગતિ=રીત તેનાથી સરતી નથી. (બીજી ગાથાનો અર્થ) ૨. સુગંધ
૧૩)