________________
T કર્તા શ્રી ઉદયરત્નવિજયજી મ.
(મહાવીર સ્વામી રે) મહાવીર સ્વામી રે વિનંતી સાંભળો, હું છું દુઃખીયો અપાર; ભવોભવ ભટક્યો રે વેદના બહુ સહી, ચઉગતિ માં બહુવાર
મહાવીર. ૧ જન્મમરણનું રે દુઃખ નિવારવા, આવ્યો આપ હજૂર; સમ્યદર્શન જો મુજને દિયો, તો લહુ સુખ ભરપુર.
મહાવીર. ૨ રખડી રઝડી રે પ્રભુજી હું આવીયો, સાચો જાણી તું એક; મુજ પાપી ને રે પ્રભુ તમે તારજો, તાર્યા જેમ અનેક
મહાવીર.૩ ના નહીં કહેજો રે મુજને સાહિબા, હું છું પામર રાંક; આપ કૃપાળુ રે ખાસ દયા કરી; માફ કરો મુજ વાંક.
મહાવીર.૪ ભૂલ અંનતી રે વાર આવી હશે, માફ કરો મહારાજ; શ્રી ઉદયરત્ન લળી લળી વિનવે, બાહ્ય ગ્રહો રાખી લાજ.
મહાવીર. ૫