________________
શાસનનાયક શિવસુખ દાયક, ત્રિશલા કુખે રતન સિદ્ધારથનો રે વંશ દીપાવીયો, પ્રભુજી તમે ધન્ય ધન્ય–સિધ્ધા(૪ વાચક શેખર કીર્ત્તિવિજય ગુરૂ, પામી તાસ પસાય ધર્મતણા એહ જિન ચોવીસમાં, વિનયવિજય ગુણ ગાય —સિધ્ધા૰(૫
૧. અપાવ, ૨. જ્ઞાન, દર્શન, ચારિત્ર ૩. કૌશલ=હોંશિયારી ૪. દૂર કરવું. કર્તા : ઉપા. શ્રી યશોવિજયજી
ગિરૂઆ રેગુણ તુમ-તણાં, શ્રી વર્ધમાન-જિનરાયા રે સુણતાં શ્રવણે અમી ઝરે, માહરી નિર્મળ થાએ કાયા રે-ગિરૂઆ૰(૧ તુમ ગુણ-ગણ ગંગા-જળે, હું ઝીલી નિર્મળ થાઉં રે અવર નબંધો આદરૂં, નિશદિન તો૨ા ગુણ ગાઉં રે-ગિરૂઆ૰(૨
ઝીલ્યા જે ગંગા-જળે, તે છીલ૨ જળ નવિ પેસે રે
જે માલતી ફૂલે મોહિયા, તે બાવળ જઈ નવિ બેસે રે-ગિરૂઆ૰(૩ એમ અમે તુમ ગુણ૪ ગોઠશું, રંગે રાચ્યા ને વળી માચ્યા રે
તે કેમ પ૨સુર આદરે જે, ૫૨ના૨ી-વશ રાચ્યા રે -ગિરૂઆ૰(૪
તું ગતિ તું મતિ આશરો તું, આલંબન મુજ પ્યારો રે વાચક યશ કહે માહરે, તું જીવ-જીવન આધારો રે-ગિરૂઆ૰(૫ ૧. શ્રેષ્ઠ ૨. ન્હાઈને ૩. છીછરા પાણીમાં ૪. ગુણની ચર્ચાથી