________________
T કર્તાઃ ઉપા. શ્રી યશોવિજયજી દુઃખ ટળિયાં મુખ દીઠે, મુજ સુખ ઉપનાં રે, ભેટ્યા-ભેટ્યા વીર-જિગંદરે, હવે મુજ મન-મંદિરમાં પ્રભુ, આવી વસો રે, પામું પામું પરમાનંદરે
-દુ:ખ. (૧) પીઠબંધ' ઈહાં કીધો સમકિત વજનો રે, કાઢ્યો કાઢ્યો કચરો ને ભ્રાંતિરે, ઈમાં અતિ ઉંચા સોહે ચારિત્ર-ચંદરુઆરે, રૂડી રૂડી સંવરભાતિરે
–દુ:ખ(૨) કર્મ વિવર ગોષિક ઈહાં મોતી ઝુંબણા રે, ઝૂલઈ ઝૂલઈ ધી-ગુણ આઠરે, બાર ભાવના પંચાલી અચરય કરે રે, કોરિ કોરિ કોરણી કાઢરે
-દુઃખ(૩) ઈહાં આવી સમતા-રાણીયું પ્રભુ રમો રે–સારી સારી સ્થિરતા સેજરે, કિમ જઈ શકશ્યો એક વાર જો આવશો રે, રંજ્યા જ્યા હિયડાની હેજરે૦
–દુઃખ (૪) વયણ અરજ સુણી પ્રભુ મન-મંદિર આવિયા રે, આપે તૂઠા તૂઠા ત્રિભવન -ભાણરે, શ્રી નયવિજય વિબુધ પય સેવક ઈમ ભણેરે, તેણિ પામ્યા પામ્યા કોડિ-કલ્યાણરે
–દુઃખ (૫) ૧. પાયો ૨. ચંદરવા ૩. ભરતકામ ૪. ગોખલા ૫. લટકતા ઝુમખા ૬. બુદ્ધિના ગુણ ૭. પુતળી ૮. આશ્ચર્ય ૯ શય્યા ૧૦. પ્રેમ.
(૧૧)