________________
Tી કર્તા શ્રી લક્ષ્મીવિમલજી મ. પણ (યુણિઓ ગુણિઓ રે પ્રભુ! સુરપતિ જે યુણિઓ રે–એ દેશી) ત્રિશલાનંદન ચંદન શીતલ, સરીસ સોહે શરીર; ગુણ-મહિસાગર નાગર ગાવે, રાગ ધન્યાશ્રી ગંભીર રે; પ્રભુ વીર જિનેસર પામ્યો. (૧) શાસન-વાસિત-બોધે ભવિકને, તારે સયલ સંસાર, પાવન ભાવના ભાવતી કીજે, અમો પણ આતમ સાર રે-પ્ર(૨) નાયક લાયક તુમ વિણ બીજો, નવી મળિયો આ કાળ; તારક પારક'ભવ-ભય કેરો, તું જગ દીનદયાળ રે-પ્ર(૩) અકલ અમાય અમલ પ્રભુ ! તારો, રૂપાતીત વિલાસ; ધ્યાવત લાવત અનુભવ-મંદિર, યોગીસર શુભ ભાસ રે-પ્રભુ(૪) વીર ધીર શાસનપતિ સાધો, ગાતાં કોડિ કલ્યાણ, કિરતિવિમલ પ્રભુ પરમ સોભાગી, લક્ષ્મી વાણી પ્રમાણ રે, પ્રભુ વીર-જિનેસર પામ્યો-પ્રભુ (૫)
૧. ઉત્તમ લોકો ૨. શાસનથી સંસ્કારિત ૩. જ્ઞાનથી ૪. પવિત્ર ૫. પાર કરનાર=દૂર કરનાર
(૧૫