________________
[ કર્તા શ્રી રૂચિરવિમલજી મ. આ
(રાગ-મલ્હાર; “હીડોરનાની દેશી”) સિદ્ધારથ-કુલ કમલ-'દિયર, સાયર પેરે ગંભીર, નમિત વર-સુર-અસુર-કિન્નર, વર વિદ્યાધર વીર ! કુમતિ-ગંજન ભવિક-રંજન, કંચન જેમ શરીર, કર્મ-રિપુદલ-બલ-વિનાશન, શાસન-ભાસન ધીર-અહો ! મેરે સાહિબ ! ઝૂલત શ્રીવર્ધમાન ! મેરેoll ૧ાા કંચન-ખંભ સુરભ દોનુ પાચ-પટલી ચંગ, હીંડોર જોર જરા વસ્જરી, હીરા લાલ સુરંગ ! કેલિહરે પ્રભુકો ઝૂલાવતી, ગાવતી ગીત સુરંભ, છપ્પન કુમરી દેત ભમરી, અમરી અતિ-ઉછરંગ-અહો ! મેરેoll રા. એક છત્ર ધારે ચમર ઢારે, કરે રાગ મલ્હાર, એક વીન “વાએ સુજશ ગાએ, વાએ વંશ ઉદાર / એક નાટક કરતી રંગ ધરતી, નેહ નિરખતી નાર, ચિરંજીવ સામી મુગતિગામી નામથી વિસ્તાર-અહો મેરેol૩ાા ઈમ ભાવ ભાવી માય મનાવી, સુરી ગઈ નિજધામ , ચોસઠ સુરવર મેરુ ગિરિવર, વીર જનમ વિધાન / વિધિ કરી શુભમતિ સુરપતિ, કરત જિન ગુણ ગાન, નિરખીઈ નિત નવલ-નેહે અમલ વાધે વાન-અહો મેરેoll૪.
(૪૯)