________________
કર્તા શ્રી કેશરવિમલજી મ.
(સાંભળજો મુનિ સંજમ રાગે-એ દેશી) વીર-જિનેસર ! સુણ મુજ સ્વામી, વિનવીયે શિર નામી રે ! તું પ્રભુ ! પૂરણ મન-હિત-કામી, તું મુજ અંતરજામી રે–વીર. ૧૫. એક જ તું શિર સાહિબ કીજે, તુમ સમ કોણ કહીજે રે ? ભગતિ કરતાં જો તું રીઝે, તો મનવાંછિત સીઝે રે–વીર મેરા તુજ હિતથી સુખ-સંપદ આવે, દાલિદ્ર દૂર ગમાવે રે ! જગ-બંધવ જિન તુંહી કહાવે, સુર-નર તુજ ગુણ ગાવે રે–વીરIII તું પ્રભુ ! પ્રીતિ ન હેત જણાવે, પણ સેવક સુખ પાવે રે ગિરૂઆ-સેવા-ફલ નવિ જાવે, સેવીજે ઈણ ભાવે રે–વીર. ૪ ત્રિશલા-નંદન ! વીર-જિનેશ્વર ! વિનતડી અવધારી રે ! કેશર જંપે દરિસણ દીએ, દુરગતિ દૂર નિવારી રે–વીર //પા
(૪૭)