________________
-
T કર્તા: શ્રી ઋષભસાગરજી મ. સિદ્ધિ શિરોમણિ સુરતિ સુંદર, સેવઈ સુર સુરરાય ગુણ સમુદ્ર મહિમા અતિ મોટો, જયવંતો જગદીશ
– વસંત વધાવો વીરજી હો(૧) સમકિત તેલ ફુલેલ સરસ અતિ, ભાવ ગુલાબ અબીર વયરાગ રૂપે વિસતર્યો હો, ઉપસમ રસ તે નીર –વસંત (૨) મન પિચકારી ક્રિયા કુમકુમા, સુરતિ અખંડિત ધાર જ્ઞાન પોટલી ગાઈને હો, કીજૈ કીજૈ અશુભ કરમ વેમાર–વસંત (૩) અષ્ટપ્રકારી પૂજા રચાવો, આણી આણંદ પૂર સંસાર તણા સંતાપ મિટાવો, દેખિકે પ્રભુ મુખ નૂર–વસંત (૪) ડફ ઝાંઝ પખાવજ આવજ, વાવજ તાલ કંસાલ નૃત્ય કરી જૈ નવ નવા હો, તત્ત થૈ તત્ત થૈ તાન રસાલ –વસંત(૫) ત્રિશલાનંદન >િહું જગવંદન, આનંદકારી ન સાચો સિધારથ સેવજો હો, નિરખિત નિરખિત નિર્મલ નૈન–વસંત (૬) સકલ સામગ્રી લેઈ ઈણ પરિ, મિલજો સાચે ભાવ, ઋદ્ધિસાગર શિસ ઋષભ કહે, જો હુર્વ અવિચલ પદનો ચાવ–વસંત. (૭) ૧. ચહેરો ૨. વિશિષ્ટ ગીતો ૩. નાશ ૪. અતિશય=ઘણા ૫. ઉમંગ=ઉત્કંઠા
૨૧)