________________
જ્ઞાનવિમલ ગુરુ વયણે આજે, ગુણ તમારા ગાવા કાજે, થઈ સુકાની તું પ્રભુ આવે, ભવજલ નૈયા પાર તરાવે, અરજ અમારી દિલમાં ધારી, કરીએ વંદન વારંવાર
...તારા મહિમાનો નહીં પાર (૨) ....૫ Tણી કર્તા શ્રી વીરવિજયજી મ.
(વીર વહેલા આવો રે) વીર વહેલાં આવો રે, ગૌતમ કહી બોલાવો રે, દરિશન વહેલાં દીજીએ હો જી, પ્રભુ તું નિઃસ્નેહી, હું સસ્નેહી અજાણ વીર..૧ ગૌતમ ભણે ભો નાથ તે, વિશ્વાસ આપી છેતર્યો, પરગામ મુજને મોકલી, તું મુક્તિ રમણીને વર્યો, હે પ્રભુજી તારા, ગુપ્ત ભેદોથી અજાણ વીર..૨ શિવનગર થયું શું સાંકડું કે, હતી નહિ મુજ યોગ્યતા, જો કહ્યું હોત જો મુજને, તો કોણ કોને રોકતાં, હે પ્રભુજી ! હું શું, માં ગત ભાગ સુજાણ વીર..૩ મામ પ્રશ્નનો ઉત્તર દઈ, ગૌતમ કહી કોણ બોલાવશે, કોણ સાર કરશે સંઘની, શંકા બિચારી ક્યાં જશે, હે પુન્યકથા કહી, પાવન કરો મમ કાન વીર..૪ જિનભાણ અસ્ત થતાં, તિમિર સઘળે વ્યાપશે, કુમતિ કુશિલ જાગશે વળી ને, ચોરી ચુંગલ વધી જશે, હે ત્રિગડે બેસી, દેશના દીયો જગભાણ વીર..૫