________________
T કર્તા શ્રી ઉદયમુનિ મ. જગપતિ ! તું તો દેવાધિદેવ ! દાસનો દાસ છું તાહરો | જગપતિ ! તારક ! તું કીરતાર, મનરો મોહન પ્રભુ માહરો ના જગપતિ ! તાહરે ભક્ત અનેક, માહરે એક જ તું ધણી | જગપતિ ! વીરમાં તું મહાવીર, મૂરતિ તાહરી સોહામણી //રા જગપતિ ! ત્રિશલા રાણીનો તું સુત, ગંધાર-બંદરે ગાજીયો ! જગપતિ ! સિદ્ધારથ-કુલ શણગાર, રાજ-રાજેશ્વર રાજીઓ //all. જગપતિ ! ભક્તોની ભાંગે તું ભીડ, પીડ પરાઈ પ્રભુ પારખે ! જગપતિ ! તું હી ! પ્રભુ! અ-ગમ અપાર, સમજ્યો ન જાયે મુજ સારીખે જા જગપતિ ! ખંભાયત જબુસર સંઘ, ભગવંત ચોવીસમો ભેટિયો ! જગપતિ ! ઉદય નમે કર જોડ, સત્તર નેવું સંઘ સમેટિયો- //પા.