Page #1
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
પ્રયોજક : પૂ. શ્રી આત્માનંદજી
પ્રકાશક8 શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સદ્ભુત સેવા સાધના સંચાલિત)
Jain Education
national
For Private
Pers nal Use Only
ww
ainelibrary.org
Page #2
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય સુવાસ
: પ્રયોજક : ૪ પરમ શ્રદ્ધયશ્રી આત્માનંદજી
કારતક
Aજ
-
-
-
-
- -
-
' s *
: પ્રકાશક : ીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી મથુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) કોબા - ૩૮૨ ૦૦૭ (જિ. ગાંધીનગર, ગુજરાત)
ફોન : (૦૭૯) ૨૩૨૭ ૨૧૯/૪૮૩ ફેકલ્સ : (૦૭૯) ૨૩૨૭ ૧૪૨ E-mail : srask@rediffinail.com
-
=
-
-
1
Page #3
--------------------------------------------------------------------------
________________
L: પ્રકાશક : જયંતભાઈ એમ. શાહ, પ્રમુખ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા - ૩૮૨ ૦૦૭ (જિ. ગાંધીનગર, ગુજરાત) ફોન : (૦૭૯) ૨૩૨૭ ૬ ૨૧૯/૪૮૩
ફેકસઃ (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨
આવૃત્તિ અગિયાર આવૃત્તિ બારમી આવૃત્તિ
નકલ સંખ્યા
૨૮૦૦૦ વિ.સં. ૨૦૬૨ ૩૦૦૦
બાહ્ય ક રૂ. ૧૫ લાખ
: ટાઈપસેટિંગ : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા જિ. ગાંધીનગર,
ગુજરાત ફોન નં. ૨૩૨૭૬૨૧૯-૪૮૩
ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ,
બારડોલપુરા અમદાવાદ-૩૮૦ ૦૦૪ ફોન નં. ૨૨૧૬ ૭૬૦૩
Page #4
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
જેઓ જીવનવિકાસને ઝંખે છે, જેઓ પોતાના જીવનમાં ધ્યેયનિષ્ઠ છે, જેઓએ વિવિધલક્ષી સદ્ગુણસંચયના કાર્યક્રમમાં ઝંપલાવ્યું છે, જેઓએ સન્માર્ગની ઉપાસનાથી જ સત્યસુખની પ્રાપ્તિની શ્રદ્ધાને દૃઢ કરી છે, અને આમ કરવાને લીધે જેઓ સાચા અર્થમાં સત્યમ્, શિવમ, સુંદરમના ઉપાસકો થયા છે તેવા સૌ સજ્જનોને આ કૃતિ સાદર સમર્પિત કરતાં આનંદ અનુભવીએ છીએ.
– પ્રયોજક
-
-
-
-
-
-
-
-
-
-
Page #5
--------------------------------------------------------------------------
________________
બારમી આવૃત્તિ
સાહિત્યજગતમાં સામાન્ય રીતે કોઈ પણ પુસ્તકની લોકપ્રિયતા અને લોકોપયોગિતા તેની કેટલીક આવૃત્તિઓ ને કેટલી નકલો બહાર પડી તે ઉપરથી અંકાય છે. સદરહુ પુસ્તકની અગિયાર આવૃત્તિઓની ૨૮,૦૦૦ (અઠ્ઠાવીસ હજા૨) નકલો વેચાઈ ગઈ છે અને સ્ટૉક ખલાસ થતાં આ આવૃત્તિની ૩૦૦૦ નકલ પ્રકાશિત કરવામાં આવે છે.
આ પુસ્તક વિદ્યાર્થીઓને વાંચવા માટે અમદાવાદમાં કેટલીક શાળાઓએ અપનાવ્યું છે.
યુવાનવર્ગના ચારિત્ર્યઘડતર માટે આ પુસ્તક અત્યંત ઉપયોગી સાબિત થયું છે. પ્રાથમિક ભૂમિકામાં સાધના તરફ જીવોને વાળવા માટે આવી પ્રે૨ક પ્રસિદ્ધ કથાઓ-પ્રસંગો રસમય, ઉપયોગી અને ઉપકારક નીવડે છે.
આવી નાની કથાઓના વાચનથી ઉચ્ચ અને આદર્શ જીવન જીવવાની પ્રેરણા મળે છે માટે જ્ઞાનપ્રસારમાં વિશ્વાસ ધરાવતી વ્યક્તિઓ આવું પુસ્તક વધુમાં વધુ વાચકવર્ગને પહોંચે અને વંચાય તે તરફ લક્ષ આપશે તો એક સારું પ્રેરક કાર્ય થયું ગણાશે. આ પુસ્તકનું આમુખ વાંચ જવા અમારી ખાસ ભલામણ છે.
કોબા, ગાંઘીનગર ઈ. સ. ૨૦૦૬
સાહિત્ય પ્રકાશક સમિતિ
Page #6
--------------------------------------------------------------------------
________________
આમુખ
માનવવ્યક્તિત્વનો સર્વતોમુખી વિકાસ થવામાં જે અનેક ગુણો સહાયક છે તેવા ગુણોનું આચરણ જીવનમાં કેવી - રીતે કરવું તે પ્રશ્ન જીવનવિકાસના દરેક યાત્રી સમક્ષ એક યા બીજા રૂપમાં કોઈક
સમયે તો ઉપસ્થિત થાય જ છે. આ પ્રશ્નને હલ કરવાના અનેક ઉપાય છે. તેમાંનો એક શ્રેષ્ઠ ઉપાય તે એ છે કે તેવા ગુણોનું આચરણ પૂર્વે જે કોઈ મહાન પુરુષોએ કર્યું હોય તેમના તે તે ગુણોનું દિગ્દર્શન કરાવનારા તે જીવનપ્રસંગોનો અભ્યાસ કરી તેમાંથી પ્રેરણા મેળવવી.
આવા અનેક ગુણોનું પ્રગટવું જેમાં થાય છે તેવું આધ્યાત્મિક જીવન જીવવાની એક ઉત્તમ પ્રણાલિકા આ દેશમાં પ્રાચીનકાળથી ચાલી આવે છે, અને તેથી જ આ દેશની સંસ્કૃતિમાં આધ્યાત્મિકતાની મુખ્યતા રહી છે. રાજકીય સ્વાયત્તતા પછી આ મૂળ સંસ્કૃતિનો વિશેષ વિકાસ થશે તેવી આપણી સંસ્કૃતિના પુરસ્કર્તાઓની અને ઉપાસકોની ભાવના ફળી નથી. આમ બનવાથી ખેદ ઉદ્ભવે તે સ્વાભાવિક છે પરંતુ તેવો ખેદ કરવામાં ન રોકાઈ જતાં તે સ્થિતિનો કોઈ યોગ્ય પ્રતિકાર કરવાનો વાસ્તવિક ઉપાય ૨જૂ થાય તો સારું, એમ લાગતાં સંસ્કારપોષક સાહિત્યનું સર્જન અને વિતરણ તેનો એક ઉપાય છે એમ ઘણા મનીષીઓને લાગ્યું
છે.
આ ઉપરોક્ત વિચારસરણી સાથે પ્રસ્તુત પુસ્તકના પ્રયોજકો પણ સહમત થાય છે અને વર્તમાન પુસ્તકનું પ્રગટીકરણ તે તેમનો આ દિશામાં એક નમ્ર પ્રયાસ છે. જો આપણી જનતાનું અને ખાસ કરીને યુવાવર્ગનું ધ્યાન આપણા દેશમાં થયેલા અનેક મહાપુરુષોના ઉદાત્ત જીવનપ્રસંગો તરફ દોરવામાં આવે તો તેનું ફળ અવશ્ય સારું થાય એવા ભાવસહિત આ પુસ્તકમાં અનેક તથારૂપ ઉત્તમ અને પ્રેરક જીવનપ્રસંગોનું ગૂંથણ કરી તેને કથાશૈલીના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
6
વર્તમાન યુગ તે વિજ્ઞાનયુગ છે. જે બુદ્ધિગમ્ય હોય, જે ઇતિહાસપ્રસિદ્ધ હોય અને જે વાસ્તવવાદી હોય, તે જો સમાજ સમક્ષ રજૂ કરવામાં આવે તો સમાજ તરફથી અને ખાસ કરીને યુવાવર્ગ તરફથી જલદી સ્વીકાર્ય બને છે. આ વાત લક્ષમાં રાખીને વર્તમાન પુસ્તકમાં યોજેલી લગભગ બધી જ કથાઓ ઈતિહાસપ્રસિદ્ધ ન્યાયથી રજૂ કરવામાં આવી છે અને કોઈ જગ્યાએ અમુક સ્થળ, અમુક તવારીખ કે અમુક વ્યક્તિનું નામ જાણી શકાયું નથી ત્યાં પણ પૂર્વના કોઈ પ્રમાણસિદ્ધ સાહિત્યનો આધાર લઈને પ્રસંગની યથાવત્ રજૂઆત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ટૂંકમાં, આ કોઈ પૌરાણિક કથાઓ પણ નથી કે કોઈ વાર્તાસંગ્રહ પણ નથી પરંતુ જીવનનાં વિવિધ ક્ષેત્રોએ વિશિષ્ટ મહત્તાને પ્રાપ્ત થયેલી વ્યક્તિઓના જીવતા-જાગતા બનાવોનું આલેખન છે.
---
આમ જ્યારે એક બાજુ સત્ય, અહિંસા, વિશ્વપ્રેમ, સહનશીલતા, ક્ષમા, સંયમ અને ઈશ્વરભક્તિ જેવા સાત્ત્વિક ગુણોનું પ્રતિપાદન થયું છે તો બીજી બાજુ શૌર્ય, પ્રામાણિકતા, કલારસિકતા, માતૃપ્રેમ, યુદ્ધકૌશલ્ય, વાક્પટુતા વગેરે સામાન્ય માનવીય ગુણોનું પણ વર્ણન છે. યાચકથી માંડીને મહારાજા સુધીની, વેપારીથી માંડીને દીવાન સુધીની, બાળકથી માંડીને વૃદ્ધજન સુધીની, ચોરથી માંડી સંત સુધીની અને ઈ.સ. પૂર્વેથી માંડીને અણુયુગ સુધીની વિવિધતાને આ પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે, જેથી સમાજના બધા જ વર્ગોને આમાંથી રસપ્રદ વાંચન મળી રહે તેવી સંભાવના છે.
આ પ્રમાણે વસ્તુવિષયનું વૈવિધ્ય હોવા છતાં, આ કૃતિનું પ્રયોજન તો એક જ છે અને તે એ કે આ પ્રસંગો આપણે રસપૂર્વક વાંચીને જ સંતોષ ન માનીએ, પરંતુ આ વાચનથી આપણા પૂર્વજોના ગૌરવપૂર્ણ વારસા તરફ આપણું લક્ષ જાય અને જેવો મહાન પુરુષાર્થ કરીને તેઓએ પોતાનું જીવન ઉદાત્ત અને દીવાદાંડી સમાન બનાવ્યું તેમ આપણે પણ આવા ઉત્તમ ગુણોનું આપણા જીવનમાં પ્રયત્નપૂર્વક આચરણ કરીએ અને આપણા જીવનને ઉન્નત બનાવીએ.
wt
Page #8
--------------------------------------------------------------------------
________________
આત્મીયતા, સહકારની ભાવના, સતત પરિશ્રમ, ઊંડી સૂઝ, ભાષાસૌષ્ઠવ, વિશાળ વાંચન-લેખનનો અનુભવ વગેરે અનેક ગુણોથી વિભૂષિત એવા બંને સહસંપાદકો – આત્માર્થી શુભગુણસંપન્ન ધર્મવત્સલ ભાઈશ્રી જયંતીભાઈ અને સરળ સ્વભાવી, સહૃદયી, સાહિત્યપ્રેમી પ્રો. અનિલ સોનેજી – એ આ પુસ્તક સુંદર, રસમય, બોધક અને સૌમ્ય બનાવવામાં જે ફાળો આપ્યો છે તે ખરેખર અમૂલ્ય છે; અને તેના ફળરૂપે જ આ પુસ્તક તેના વર્તમાન સ્વરૂપમાં આપ સૌ સમક્ષ સમયસર રજૂ થઈ શક્યું છે એમ જણાવતાં મને સાત્ત્વિક આનંદનો અનુભવ થાય છે.
અંતમાં, આવા વાચનથી રાષ્ટ્ર, સમાજ અને વ્યક્તિને સામાન્ય સુખાકારી ઊપજે અને સાથે સાથે સત્ય જ્ઞાન અને સત્ય આનંદની વાટે ચાલવા માટે જીવનમાં સાચો અધ્યાત્મદ્રષ્ટિકોણ અપનાવવાની તત્પરતા અને પાત્રતા આપણને પ્રાપ્ત થાય એવી ભાવના ભાવી વિરમું છું. શ્રી રા. આ. સા. કેન્દ્ર,
– આત્માનંદ કોબા-૩૮૨૦૦૯
“જે મનુષ્ય પુરુષોના ચરિત્રરહસ્યને પામે છે, તે મનુષ્ય પરમાત્મા થાય છે.”
– શ્રીમદ્ રાજચંદ્ર
www.jairíelibrary.org
Page #9
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
- ૨ ૦ ૨ - j&
ક્રમ વિષય . • • • • • • • • • • • • • • • • • • • • • પૃષ્ઠ ૧. અહિંસાનો પૂજારી . . . . . ૨. પ્રામાણિકતાનો પ્રતાપ . . . ૩. અમરપદપ્રાપ્તિનું રસાયણ . . ૪. ખુદાનો ફિરસ્તો ૫. ન્યાયપૂર્ણ આવકમાં સંતોષ . . ૬. દરિદ્રનારાયણ પ્રત્યેનો પ્રેમ.. ૭. “પુત્રનાં લક્ષણ પારણામાંથી' . ૮. સાચો ત્યાગી અને દાનેશ્વરી . . ૯. અપશબ્દો ક્યાં જાય ? . . . ૧૦. સાચા ભક્તનું જીવન . . . . ૧૧. આદર્શ વર્તનનો પ્રભાવ . . ૧૨. વિદ્યાનું અભિમાન . . . . ૧૩. કળાકારની ઉદારતા . . . . ૧૪. દાનાધ્યક્ષની નિષ્પક્ષતા . . . ૧૫. “થાપણ જલદી પાછી આપી દે . . . ૧૬. તરતી ઊડતી સાદડીઓ ૧૭. મિત્રને માટે સ્વાર્થત્યાગ . . ૧૮. નિરભિમાની સમ્રાટ . . . . ૧૯. પરમાત્માના ધ્યાનમાં . . . ૨૦. સાચી શોભા ૨૧. રસાસ્વાદનો જય . . . . ૨૨. ભૂલની કબૂલાત . . . . . . ૨૩. ભક્તની નમ્રતા . . . . . ૨૪. રાજાની ગુણગ્રાહકતા . . . ૨૫. ખોટી વાતોનો ત્યાગ . . . . ૨૬. સત્યાગ્રહનો વિજય . . . . .
? ? ? ? ? & R & % 2 4 8 ૧
• • • • • • • • .
. . . ૨૭
Page #10
--------------------------------------------------------------------------
________________
૩૫
•
•
•
•
•
•
•
•
•
•
•
-
•
•
•
•
•
•
• •
• • •
SS
•
•
•
•
•
•
•
• • • • •
૩૮
• . . . .
૪૦
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
છે
- ૪ર
૨૭. અનુકરણ . . ૨૮. કવિની સાચી કદર . . . . . . ૨૯. “માત્ર આટલાથી જ પતન' . . . ૩૦. સાચી લગનથી કાર્યસિદ્ધિ . . . . ૩૧. દૃષ્ટિભેદ . . . . . . . . . . ૩૨. સંતસેવા . . . . . . . . . . ૩૩. અભણના ઉન્નત સંસ્કાર . . ૩૪. “તેજીને તો ટકોર બસ છે' . . . ૩૫. મહાપુરુષની ઉદારતા . . . . ૩૬. પ્રભુપ્રાપ્તિનો ઉપાય . . . . . . ૩૭. નમ્રતાનો આદર્શ . . . . ૩૮. કૃતજ્ઞતા . . . . . . . . ૩૯. દયાના અવતાર . ૪૦. ખાડો ખોદે તે પડે . . ૪૧. વરકન્યા સાવધાન . . . . . ૪૨. ક્ષમાનો પ્રભાવ . . . . . . ૪૩. સંયમથી સિદ્ધિ . . . . . . . ૪૪. પાત્ર પ્રમાણે ધર્મનું દાન . . . . ૪૫. પ્રથમ સ્થાનનો અધિકારી . . . . ૪૬. કરુણાસાગર સંત . . . . . ૪૭. મંત્રીનું સ્પષ્ટવક્તાપણું . . ૪૮. ભણ્યા પણ ગણ્યા નહીં . . . . ૪૯. ક્ષમાની સાચી સાધના .. ૫૦. અભૂતપૂર્વ સ્વામીભક્તિ ૫૧. શ્રમનો આદર પર. આપણે સારા બનીએ . . . . પ૩. વેપારીની પ્રામાણિકતા . . . .
•
•
•
•
•
•
•
•
•
• • • •
ઇ6
. .
૪૫
૪૭
.
.
૪૮
૪૯
પC
૫૫
પડ
. . . . .
For Privatė & Personal Use Only
WWW.jainelibrary.org
Page #11
--------------------------------------------------------------------------
________________
.1
૫૪. શૂરવીરતાનું સન્માન ૫૫. પાત્રભેદ
૫૬. મંત્રીની દાનશીલતા
૫૭. શિયળની રક્ષા
૫૮. આદર્શ રાજવી
૫૯. જીવરક્ષાનો દૃઢ સંકલ્પ ૬૦. અદ્ભુત ગુરુદક્ષિણા ૬૧. સાધનાનો માર્ગ
૬૨. કીર્તિત્યાગ .
૬૩. સ્વાદનો ત્યાગ
૬૪. સત્યનિષ્ઠા
૬૫. ‘પ્રભુ બધું તારું જ છે'
૬૬. જીભની પવિત્રતા
૭. મોટું વરદાન ૬૮. પ્રેરણાની પરંપરા
૬૯. સત્યનું આચરણ
૭૦. સાત્ત્વિકતાનું ફળ ૭૧. સંસારસુખ અને પુણ્ય ૧૨. મહારાજાની ઉદારતા ૭૩. ઉત્તમ માતૃભક્તિ ૭૪. સંતવચનનો પ્રભાવ
૭૫. નોકર સાથે ઉદારતાનો વ્યવહાર
૭૬ સોનાના સિક્કાઓનો અસ્વીકાર ૭૭. અહિંસક સિંહ !
૭૮. વચનનું પાલન ૭૯. ચારિત્ર્ય-સુવાસ
10
૫૮
૫૯
so
૧
ર
$3
૪
૫
SS
e
$e
૬૯
૭૦
૭૧
૭ર
૭૪
૭૫
૭
૭૭
७८
૭૯
૮૧
૮૨
૮૩
૮૪
૮૫
Page #12
--------------------------------------------------------------------------
________________
અહિંસાનો પૂજારી
સંયુક્ત પ્રાંત અને હરિયાણાની સરહદ પાસે, દિલ્હીથી આશરે ૧૨૦ કિ.મી. ઉત્તરે સહારનપુર નામનું નગર છે. ત્યાંના એક પ્રસિદ્ધ જમીનદાર લાલા જબ્રૂપ્રસાદજીના જીવનની આ ઘટના
છે.
વર્તમાન સદીના પહેલા દાયકાનો એ સમય, એટલે અંગ્રેજ અમલદારોની ખૂબ ઘાક. ત્યાંના અંગ્રેજ કલેક્ટરે લાલાજી પાસે શિકાર કરવા માટે તેમનો હાથી માગ્યો. લાલાજીએ કહ્યું: “સાહેબ, શિકાર માટે હું હાથી આપું તો મારો અહિંસાધર્મ લાજે, તેવા મોટી હિંસાના કાર્ય માટે મારો હાથી આપને મળી શકશે નહીં.”
તે જમાનામાં મોટા અંગ્રેજ અમલદારનું અપમાન એટલે સર્વનાશને આમંત્રણ. આ બનાવ પછી થોડા મહિનાઓ સુધી પેલા કલેક્ટરે જુદી જુદી જાતની ધમકીઓ દ્વારા લાલાજીને બીક બતાવી. આખરે જ્યારે જાણ્યું કે લાલાજી પોતાના નિશ્ચયમાંથી ડગે તેવા નથી ત્યારે કલેક્ટર જાતે જ લાલાજી પાસે ગયા અને કહ્યું : “કેમ શેઠજી, મારી માગણીનો શું વિચાર કર્યો ? મારી માગણી નહીં સ્વીકારો તો તેનું શું પરિણામ આવશે તેનો તમને ખ્યાલ છે ?”
લાલાજી કહે : “સાહેબ, જો હું દોષિત ઠરીશ તો આપ મને જેલમાં પુરાવશો, કદાચ આ બધી જમીન-જાયદાદ જપ્ત કરાવશો કે વધુમાં વધુ ફાંસીની સજા કરાવશો, બસ એટલું જ ને ? પણ મારો અહિંસાધર્મ તો સચવાઈ જશે ને ? એનાથી વિશેષ મારે માટે કાંઈ નથી.”
આવો નિર્ભય અને અડગ વિશ્વાસપૂર્વક ઉત્તર સાંભળી
Page #13
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર-સુવાસ કલેક્ટર ખૂબ પ્રભાવિત થયા અને લાલાજીની પીઠ થાબડી તેમને ધન્યવાદ આપ્યા.
જુઓ ભારતના મહાવીર, બુદ્ધ અને ગાંધીના અહિંસાના સિદ્ધાંતને પાળનારાઓની બહાદુરી અને દૃઢતા ! આપણે પણ તેમાંથી પ્રેરણા લઈને અહિંસક બનીએ.
પ્રામાણિકતાનો પ્રતાપ
વિક્રમ સંવત ૧૭૪૦માં ગુજરાત-સૌરાષ્ટ્રમાં મોટો દુષ્કાળ પડ્યો. જેમાં અનેક પશુઓ અને મનુષ્યો પણ ભૂખે મરવા લાગ્યાં. ચોમાસું બેસી ગયું હતું અને દિવસો પસાર થયે જતા હતા, તોપણ વરસાદ આવ્યો નહીં.
તે વખતના ગુજરાતના નરેશે અનેક યજ્ઞો કર્યા અને સાધુ-સંતોને પણ પ્રાર્થના કરી, પરંતુ વરસાદ આવ્યો જ નહીં. કોઈ પ્રજાજનોએ કહ્યું કે આપણા રાજ્યમાં અમુક વેપારી છે તે ચાહે તો વરસાદ થાય.
રાજા તરત તે વેપારી પાસે ગયા અને વાતચીત કરી. વેપારી કહે : મહારાજ ! હું તો આપનો એક સામાન્ય પ્રજાજન છું, મારાથી શું થઈ શકે ? તોપણ રાજા માન્યા નહીં, તે તો હઠ કરીને બેસી ગયા કે તમારે આ અનેક મૂક પશુઓ અને ભૂખ્યા પ્રજાજનો ઉપર દયા કરવી જ પડશે. તમે તેમ નહીં કરો ત્યાં સુધી તમારા ઓટલા ઉપર ભૂખ્યો બેસી રહીશ.
આખરે વેપારીને માનવું પડ્યું. તેણે પોતાનું ત્રાજવું ઉઠાવ્યું અને આકાશ સામે જોઈને કહ્યું : “જો આ ત્રાજવાથી મેં કોઈને
Page #14
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
ક્યારેય ઓછું—અધિકું તોલી દીધું ન હોય, નીતિનું જ સેવન કર્યું હોય, સત્યનું જ આચરણ કર્યું હોય તો હે દેવતાઓ ! તમે અનુગ્રહ કરજો.’
હજુ તો વેપારીએ પોતાની પ્રાર્થના પૂરી કરી તેટલામાં તો આકાશ ધીમે ધીમે વાદળાંઓથી ઘેરાવા લાગ્યું. ઠંડો પવન આવવા લાગ્યો અને વરસાદ પડવા લાગ્યો.
સત્ય અને પ્રામાણિકતાનો આવો પ્રભાવ જોઈ રાજા અને સમસ્ત પ્રજાજનો ખૂબ ખુશ થઈ ગયા અને પેલા વેપારીની કીર્તિ રાજ્યસભામાં ફેલાઈ ગઈ.
પ્રામાણિકતાને પરમાત્મા પણ વશ વર્તે છે.
૩
૩
અમરપદપ્રાપ્તિનું રસાયણ
આજથી લગભગ ૧૮૦૦ વર્ષ પહેલાં મિસર દેશમાં થઈ ગયેલા મહાન સંત એન્થોનીના જીવનની આ ઘટના છે. તે સમયના પ્રથમ પંક્તિના મહાત્માઓમાં તેમની ગણતરી થતી હતી અને તેમની ખ્યાતિ સુવાસ આજુબાજુના સેંકડો માઈલો સુધી પ્રસરેલી હતી.
એક વખત ભક્તોના આગ્રહને માન આપી તેઓ એલેક્ઝાન્ડ્રિયા પધાર્યા હતા. ધર્મનો મહોત્સવ પૂર્ણ થતાં પોતાના મૂળ સ્થાને, એટલે કે પિસપિર નામની એકાંત પહાડી પર જવાનો પોતાનો વિચાર તેમણે પ્રગટ કર્યો.
સંત દૂર જતા રહેશે તો અમને સમાગમનો લાભ નહીં મળે એવા વિચારથી ભક્તજનોમાં નિરાશા વ્યાપી ગઈ. સૌએ ભેગા
Page #15
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
મળીને સંતને ત્યાં જ રોકાવા વિનંતી કરી.
સંતે કહ્યું : “બંધુઓ ! તમારો પ્રેમ હું સારી રીતે સમજી શકું છું, પરંતુ અમારી સંતોની દુનિયા જુદી જ છે. જેમ માછલીને પાણીની બહાર કાઢો તો તે તરફડિયાં મારીને ફરીથી પાણીમાં જ જવાને ઇચ્છે છે તેમ અમે પણ કોઈક વાર લોકપ્રસંગમાં ખાસ કારણસર આવીએ તોપણ ફરીથી એકાંત પહાડ-ફંગલાદિ તરફ પાછા ફરવાને અમારું મન તલસી રહે છે, કારણ કે એવા એકાંત-નીરવ સ્થાનમાં મૌન સહિત અમે અમારા પ્રભુ સાથે લય લગાવીએ છીએ અને તે પરમાત્મપ્રેમ જ અમારા જીવનને અમર બનાવનાર રસાયણ છે.”
– અને બીજે દિવસે સંતે સ્વસ્થાન પ્રતિ વિહાર કર્યો.
“ખુદનો ફિરસ્તો
વિક્રમ સંવત ૧૯૪પના અરસાની આ વાત છે.
એક વાર એક આરબ મુંબઈના એક પ્રતિષ્ઠિત ઝવેરી સાથે હીરાના સોદા કર્યા. સોદા કરતી વખતે એમ નક્કી થયેલું કે અમુક સમુયે નક્કી કરેલા ભાવે આરબ વેપા એ મુંબઈના ઝવેરીને હિરા આપવા. આ બાબતનો દસ્તાવેજ પણ તૈયાર થઈ ગયો.
સમય પાકતાં એ હિરાની કિંમત ખૂબ જ વધી ગઈ ! જો આરબ વેપારી દસ્તાવેજમાં લખેલી કિંમતે હીરા આપે તો તેને દેવાળું કાઢવાનો સમય આવે.
આ બાજુ તે ઝવેરી જમવા બેસવાની તૈયારી કરતા હતા ત્યારે તેમને સોદો અને સાથે સાથે હીરાના ખૂબ જ વધી ગયેલા
Page #16
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
ભાવ યાદ આવી ગયા. જમવાનું બાજુએ મૂકી તેઓ તો ઊપડ્યા સીધા આરબ વેપારીને ત્યાં ! પોતાના લેણદારને દુકાને આવેલો જોઈ વેપારી બિચારો ગભરાટમાં પડી ગયો. સ્વાભાવિક રીતે જ એણે માની લીધું કે સમય થઈ ગયેલો હોઈ ઝવેરી સોદાની પતાવટ માટે જ આવ્યો હશે.
આરબ વેપારીએ કહ્યું : “આપણી વચ્ચે થયેલા હીરાના સોદા અંગે હું ખૂબ ચિંતામાં પડ્યો છું. મારું જે થવાનું હશે તે થશે પરંતુ તમે ખાતરી રાખજો કે હું તમને આજના બજારભાવે મારી સર્વ મિલકત વેચીને પણ સોદો ચૂકવી આપીશ.”
ત્યાં તો વાત્સલ્યપૂર્ણ કરુણાભર્યો અવાજ આવ્યો. “વાહ ભાઈ વાહ ! હું ચિંતા શા માટે ન કરું ? તમને સોદાની ચિંતા હોય તો મને કેમ ન હોય ? ચિંતાનું મૂળ કારણ આ નાની સરખી ચબરખી છે, તેનો નાશ કરી દઈએ એટલે આપણા બન્નેની ચિંતા મટી જાય.”
આમ કહી ઝવેરીએ સોદાનો દસ્તાવેજ નકામા કાગળની માફક જ ફાડી નાખ્યો, જેમાંથી તેમને રૂ. ૭૦,000નો નફો થવાનો હતો ! ત્યારથી આરબ જગતમાં તે વેપારી કહેતો કે હિંદુસ્તાનમાં માનવદેહે એક ખુદાનો ફિરસ્તો વસે છે. આ ઝવેરી તે બીજા કોઈ નહીં પરંતુ જગતને અધ્યાત્મનો સંદેશો આપનાર અને ગાંધીજીને સત્ય અને અહિંસાની પ્રેરણા આપનાર શ્રીમદ્ રાજચંદ્રજી (રાયચંદભાઈ). [, આ એક દાખલામાં જુઓ ! મોટા પુરુષની ઉદારતા, નીતિ, સંતોષ અને સૂક્ષ્મ અહિંસાધર્મને સાચવવાની લગન !
onai
Page #17
--------------------------------------------------------------------------
________________
વાચપૂર્ણ આવકમાં સંતોષ
શ્રી રામકૃષ્ણ પરમહંસના અનેક પ્રસિદ્ધ શિષ્યોમાં નાગ મહાશય નામના એક સજ્જન પણ હતા. તેમના પિતા સામાન્ય નોકરી કરતા અને પોતે હોમિયોપથીની પ્રેક્ટિસ કરતા. તેમના મોટા ભાગના દરદીઓ ગરીબ અથવા તદ્દન સામાન્ય સ્થિતિના રહેતા તેથી તેમની આવક પણ સામાન્ય મધ્યમ કુટુંબના જેવી થતી.
એક વખત એક શ્રીમંત બહેને તેમની દવા કરી. રોગ ઘણો જ કષ્ટસાધ્ય હતો પરંતુ તે બહેનને દવાથી તદ્દન સારું થઈ ગયું. બિલ ચૂકવવાનો વખત આવ્યો ત્યારે પેલાં બહેને મહાશયને વધારે પૈસા આપવા માંડ્યા.
નાગ મહાશય કહે, “બહેન ! સાત દિવસની ફીના રૂપિયા ચૌદ અને દવાની કિંમત રૂપિયા છે, એમ કુલ મળી તમારે રૂપિયા વસ આપવાના થાય છે.”
બહેને વધારે પૈસા લેવા ઘણો આગ્રહ કર્યો ત્યારે નાગ મહાશયે કહ્યું : “મારા હક્કના પૈસા તો આટલા જ થાય છે, તમારે આપવું જ હોય તો કોઈ અન્ય પ્રસંગે દાન માટે આપી શકો છો કે જેનો ઉપયોગ ગરીબ દરદીઓ માટે થશે. અત્યારે તો મારાથી કોઈ પણ સંજોગોમાં વધારે લઈ શકાય જ નહીં.”
કુટુંબીજનો અને પિતાજી નારાજ થયા તોપણ નાગ મહાશયે પોતે ન્યાયનો આગ્રહ ન જ છોડ્યો.
જુઓ, મોટા પુરુષોનો સંતોષ અને ન્યાયપૂર્ણ જીવનવ્યવહાર !!
Page #18
--------------------------------------------------------------------------
________________
દરિદ્રનારાણ પ્રત્યેનો પ્રેમ
યુરોપના સંત સાહિત્યના ઇતિહાસમાં ઇટાલીના પ્રસિદ્ધ સંત ફ્રાંસિસનું નામ ખૂબ જાણીતું છે. તેઓએ વિરક્ત જીવન અંગીકાર કર્યું તે પહેલાંના સમયનો આ બનાવ છે. યુવાવસ્થામાં તેઓને વિવિધ કળાકારો અને સંગીતજ્ઞોનો ખૂબ પરિચય હતો. ખૂબ જ શ્રીમંત હોવાને કારણે આવા કળાકારો તેમજ ગરીબો અને ભિક્ષુકોની તેમને ત્યાં હંમેશા અવરજવર રહેતી અને તેઓ પણ ઉદાર દિલથી સૌને સંતોષતા.
એક દિવસ તેઓ પોતાની રેશમી કાપડની દુકાનમાં બેઠા હતા. મોટો ઘરાક હતો. તેની સાથેની સમજાવટ અને લેવડદેવડમાં એક ભિખારી થોડી વાર ઊભો રહીને ચાલતો થયો. તેના પર તેમની નજર પડી, પણ પેલો ઘરાક ઊડ્યો ત્યાં સુધીમાં પેલો ભિખારી દૂર નીકળી ગયો હતો.
જે દિશામાં પેલો ભિખારી ગયો હતો તે દિશામાં તેઓ ખૂબ ઝડપથી દોડ્યા. સૌને એમ લાગ્યું કે કોઈ ભિખારી તેમની દુકાનમાંથી માલ ચોરીને ભાગ્યો છે તેને પકડવા તેઓ દોડી રહ્યા
આખરે તે ભિખારીને તેઓએ શોધી કાઢ્યો. દોડવાથી તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને હાંફ પણ ચડ્યો હતો. તેમણે ભિખારીની માફી માગતાં કહ્યું, “મને માફ કરજો ભાઈ, હું ધરાકની સાથે માથાકૂટમાં રોકાયો હોવાથી તમારા તરફ લક્ષ આપી શક્યો નહીં.” તે વખતે તેમના ખિસ્સામાં જેટલા પૈસા હતા તેટલા બઘા અને પોતાનો કોટ પેલા ભિખારીને આપી દીધા.
પ્રભુ તમારું સર્વ રીતે કલ્યાણ કરો.' એવા આશીર્વાદ
Page #19
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
દરિદ્રનારાયણે આપ્યા.
સંત ફ્રાંસિસ પોતાની ફરજ બજાવીને પોતાની દુકાને પાછા ફર્યા ત્યારે તેમને એક મોટો ઘરાક પતાવ્યા કરતાં પણ વિશેષ આનંદ હતો.
પુત્રનાં લક્ષણ પારણામાંથી
-
અરે નામુ ! તારી ધોતી ઉપર આ લોહીનો ડાઘ કેમ પડ્યો ?'
“મા, એ તો મેં કુહાડીથી મારા પગની ચામડી છોલી હતી, તેથી લોહી નીકળ્યું હતું અને તેનાથી ધોતી ઉપર ડાધ પડ્યો
હતો.
નામુ ! તું મૂર્ખ છે. પોતાના પગ ઉપર કુહાડી કોઈ મારતું હશે ? એમ કરતાં કોઈ વખત વધારે વાગી જાય અને પાકે અથવા સડો થાય તો પગ કપાવવાનો વખત આવે.”
નામુ : “મા, આપણને જેમ કુહાડી વાગવાથી દુઃખ થાય તેમ ઝાડને પણ થતું હોવું જોઈએ. તેં મને લીમડાની છાલ લાવવા કહ્યું હતું ત્યારે તેની છાલ ઉખાડ્યા પછી મેં મારા પગ ઉપર પણ પ્રયોગ કર્યો હતો.'
મા : “નામુ, તું ભવિષ્યમાં કોઈ મોટો સંતમહાત્મા થઈશ એવું મને લાગે છે, કારણ કે નાનામાં નાના છોડ, વૃક્ષ કે જીવજંતુને પણ પોતાની જેમ જ દુઃખનો અનુભવ થતો હશે એવી કરુણાભરી લાગણી તારા હૃદયમાં સહજ ઊગ્યા કરે છે. નાના બાળકને આવો વિચાર ક્યાંથી આવે ?'
Page #20
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્યસુવાસ
– અને માતાનું આ અનુમાન ખરેખર સાચું પડ્યું. આગળ જતાં આ બાળક તેના સમયનો એક મહાન ભક્ત-સંત થયો, જેને આપણે આજે ભક્તશિરોમણિ નામદેવના નામથી ઓળખીએ છીએ.
સાચો ત્યાગી અને દાનેશરી
કાશીરાજ અને કોશલરાજ એ બન્નેની આ કથા છે. બન્ને રાજાઓનાં રાજ્ય બાજુબાજુમાં આવેલાં હતાં. કાશી મજબૂત રાજ્ય હતું, પરંતુ કીર્તિ કોશલરાજની વધારે હતી. કોશલરાજ દાન માટે વિખ્યાત હતા અને તેમને ત્યાં દાન માટે આવેલું કોઈ ખાલી હાથે પાછું ફરતું નહીં.
કાશીરાજથી કોશલરાજની કીર્તિ સહન થઈ શકી નહીં. તેમણે કોશલપ્રદેશ પર ચઢાઈ કરી. કોશલનો રાજવી જેવો દાનેશરી હતો તેવો જ સંસ્કારી અને ત્યાગી હતો. તેને કીર્તિની કોઈ ભૂખ ન હતી. તે પ્રજાની શાંતિ ઇચ્છનારો હતો. તેણે તુરત જ નિર્ણય કર્યો કે કોઈ પણ જાતના વાંક વગર પ્રજાનો સંહાર થઈ જશે. જો હું એકલો આમાંથી ખસી જાઉં તો પ્રજા બચી જાય. આમ વિચારી મધ્યરાત્રિએ તે છૂપા વેશે અંધકારમાં અદૃશ્ય થઈ ગયો. બીજા દિવસે કોશલે શરણાગતિ સ્વીકારી. શાંતિ પ્રવર્તી ગઈ. કાશીરાજે કોશલનો વહીવટ સંભાળી લીધો. આમ છતાં ગીતો તો કોશલરાજની કીર્તિનાં ગવાતાં હતાં. આથી કાશીરાજે કોશલરાજના માથા માટે રૂપિયા એક લાખનું ઇનામ જાહેર કર્યું.
કોશલરાજની ભાળ મળી શકી નહીં. એક વખત એક ઝૂંપડી પાસે કોઈ દરિયાઈ મુસાફર આવ્યો. તેણે ઝૂંપડીના બાવાજીને
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૦
ચારિત્ર્ય-સુવાસ
કોશલ જવાનો રસ્તો પૂક્યો. બાવાજીએ તેને પૂછ્યું કે એ અભાગી નગરીનું તારે શું કામ છે ? દરિયાઈ મુસાફરે જવાબ આપ્યો કે મારાં વહાણો ડૂબી ગયાં છે. હું ભિખારી થઈ ગયો છું. એક જ આશા છે કે કોશલનરેશ પાસે જઈશ. તે દાની છે. તે મારું દળદર ફેડશે.
બાવાજીએ કહ્યું કે ચાલ, હું તને કોશલનો રસ્તો બતાવું. આગળ બાવાજી અને પાછળ મુસાફર, બન્ને કોશલની રાજસભામાં આવી ચડ્યા. બાવાજીને રાજસભામાં જોઈ, બેઠેલા બધા દરબારીઓના આશ્ચર્યનો પાર રહ્યો નહીં.
બાવાજી આગળ આવ્યા અને કાશીનરેશને કહ્યું : “ઉતારી લે આ માથું. જેને તું ઝંખે છે તે આ કોશલનરેશ છે. મારા માથાના ઈનામની રકમ આ મુસાફરને આપી દે. બીજું કાંઈ મારી પાસે આપવા માટે નથી અને આને બિચારાને પૈસાની જરૂર છે.''
આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. નીરવ શાંતિ પ્રસરી ગઈ. કાશીનરેશની વૃત્તિઓ ફરી ગઈ. તેમની આંખમાંથી આંસુની ધારા ચાલી નીકળી. તેમણે કહ્યું : “કોશલરાજ, જે બનવાનું હતું તે બની ગયું પણ તમારી કીર્તિ ઉપર હવે કળશ નહીં ચડવા દઉં. તમે ધન્ય છો.' સહસા સિંહાસન ઉપરથી ઊતરી તેમણે કોશલરાજને સન્માનપૂર્વક રાજગાદી પાછી સોંપી દીધી.
અપશબ્દો ક્યાં જાય?
----
---
------
ભગવાન બુદ્ધ પાસે અનેક પુરુષોએ દીક્ષા લીધી હતી, તેમાં ભારદ્વાજ નામનો એક બ્રાહ્મણ પણ હતો.
Page #22
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
ભારદ્વાજના આ કૃત્યથી તેનો એક સંબંધી (કુટુંબી) બહુ ગુસ્સે થયો અને બુદ્ધ ભગવાન પાસે આવી તેમને અનેક ગાળો દઈ અપશબ્દોથી તિરસ્કાર કરવા લાગ્યો. બુદ્ધદેવ શાંત અને મૈન રહ્યા એટલે પેલો ગાળો દેનારો આખરે થાકી ગયો અને ચૂપ થઈ બેઠો.
થોડી વાર પછી તથાગતે તેને પૂછ્યું, “કેમ ભાઈ ! તારે ત્યાં કોઈ મહેમાન આવે છે કે નહીં.'
‘હા, આવે છે.” તેણે ઉત્તર આપ્યો. તથાગત કહે, “તું તેમનો સત્કાર કરે છે કે નહીં ? સંબંધી કહે, “ક્યો મૂર્ખ અતિથિનો સત્કાર ન કરે ?'
તથાગત કહે, “ભાઈ ! તેં આપેલી વસ્તુઓનો અતિથિ સ્વીકાર ન કરે તો તે વસ્તુઓ ક્યાં જાય ?'
સંબંધી કહે, “મેં આપેલી વસ્તુઓ તેઓ ન વાપરે તો મને જ પાછી મળે – મારી પાસે જ રહે.”
તથાગત કહે, “ભાઈ તારી આ ગાળો અને અપશબ્દો મેં સ્વીકાર્યા નથી તો તારી ગાળોનું હવે શું થશે ? તે અપશબ્દો હવે કયાં જશે ?'
પેલો માણસ બહુ શરમાઈ ગયો અને પોતાના દુષ્કૃત્ય બદલ તથાગતની માફી માગી.
ગાળો, અપમાન, સતામણી, વગેરે ખાઈ જવાથી આત્મબળ વધે છે. માટે જ સંતોએ સાધકને “ગમ” ખાવાની આજ્ઞા કરી છે અને “ગમ ખાઈને ઉપર જેવાં અનેક દૃષ્ટાંત સાધકોને પ્રેરણા આપવા માટે પોતાના જીવનમાં જ જીવી બતાવ્યાં છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૦
સાચા ભક્તનું જીવન
મધ્યકાલીન સંત-ભક્તોમાં કુમ્ભનદાસનું નામ પ્રખ્યાત છે. તેઓ વૃન્દાવન પાસે જમુનાવતો નામના ગામમાં ખેતી કરીને પોતાનું જીવન ગુજારતા અને નિરંતર પ્રભુભક્તિમાં લીન રહેતા.
એક વખત સમ્રાટ અકબરના મુખ્ય સેનાપતિ મહારાજા માનસિંહ ત્યાં આવ્યા. પ્રભુના કીર્તનમાં અત્યંત તલ્લીનતા જોઈને માનસિહના મનમાં કુમ્ભનદાસ પ્રત્યે બહુમાન પેદા થયું. બીજે દિવસે માનસિંહ કુમ્ભનદાસને ઘેર આવ્યા. ભક્તના ઘરમાં બીજું શું હોય ? ભક્તરાજ તો પાણીમાં જોઈને કપાળમાં તિલક કરતા અને ખેતરમાંથી લાવેલા ઘાસનું આસન બનાવતા. આ જોઈ રાજા માનસિંહે તેમને પોતાનું સુવર્ણમય દર્પણ આપ્યું.
ભકત કહે, “મહારાજ ! મારી ઝૂંપડીમાં આ ન શોભે. કોઈ ચોર-ડાકુ જાણશે તો તેની દાનત બગડશે. મને તો મારી ઝૂંપડીમાં જ શાંતિ છે. મારે તેની જરૂર નથી.”
છેવટે માનસિંહ કહે, “ભક્તરાજ ! આ જમુનાવતો ગામ તમારા નામે લખાવી દઉં, જેથી તમારે ઊપજની ચિંતા મટી જાય. આ વાતનો પણ ભક્ત જ્યારે અસ્વીકાર કર્યો ત્યારે માનસિંહજીએ જતાં જતાં સોનામહોરની એક થેલી મૂકી, પરંતુ તે પાછી આપતાં ભક્તરાજે કહ્યું, “આટલાં વર્ષ જેમ ચાલ્યું તેમ હવે જરૂર ચાલી જશે. આપ ચિંતા ન કરશો. તેની જરૂરતવાળા આ રાજ્યમાં ઘણા લોકો છે, તેમને આપો અને તેમનાં દુઃખ અને દર્દ દૂર કરો.”
આવી પરમ નિઃસ્પૃહતાથી રાજા માનસિંહના રોમ રોમમાં તે ભક્તરાજ પ્રત્યે ભાવ જાગી ગયો. તેઓએ સંત કુમ્ભનદાસની ચરણરજ માથે ચડાવી પોતાની જાતને ધન્ય માની.
Page #24
--------------------------------------------------------------------------
________________
આદર્શ વર્તનનો પ્રભાવ
રાત્રિનો ત્રીજો પ્રહર હતો. સૌ કોઈ નિદ્રાને આધીન હતું. એક ઘરની અંદર ચુપકીદીથી ચોરે પ્રવેશ કર્યો. ઘરનો માલિક જાગતો હતો પણ તેણે સમતા રાખી. જે કાંઈ થઈ રહ્યું હતું તે જોયા કર્યું. ચોરે બધો મુદ્દામાલ એક પોટલામાં ભર્યો અને તે પોટલું ઉપાડીને માથે મૂકવા લાગ્યો. પોટલાનું વજન ઘણું વધારે હોવાથી પોટલું ઊંચકી શકાયું નહીં, તેથી ચોર અકળાયો.
૧૧
ઘરનો માલિક ઊઠ્યો અને ચોરને કહે, ભાઈ ! લાવ, હું તને પોટલું માથા પર મુકાવું છું. ચોર તો ગભરાઈ ગયો, પરંતુ ભગાય પણ નહીં અને મુકાય પણ નહીં, એવી સ્થિતિમાં તેને જોઈને ઘરમાલિકે કહ્યું, ભાઈ ! તારે આ વસ્તુઓની જરૂર છે તેથી તો તું ચોરી કરવા આવ્યો. મારે આ વસ્તુઓ વિના ચાલશે, તું લઈ જા. આમ કહીને ચોર કાંઈ બોલે તે પહેલાં તેણે પોટલું ચોરના માથા પર મુકાવી દીધું.
ઘેર જઈને ચોરે સઘળી હકીકત પોતાની માતાને કહી સંભળાવી. સઘળો વૃત્તાંત સાંભળી ચોરની માતાએ તે પોટલું જે ઘેરથી ચોરી લાવ્યો હતો ત્યાં પાછું સોંપી દેવા જણાવ્યું. ચોરે પાછા તે ઘેર જઈને પોટલું મૂકતાં કહ્યું, ‘માલિક, આજથી મારે આ કુકર્મનો આજીવન ત્યાગ છે.’
જુઓ ! સચ્ચારિત્રનો કેવો અપાર મહિમા છે !!
આ પ્રસંગ પ્રસિદ્ધ અધ્યાત્મ કવિવર બનારસીદાસના જીવનનો છે, જેઓ શહેનશાહ અકબર અને જહાંગીરના દરબારમાં પોતાની વિદ્વત્તા અને કવિત્વશક્તિ માટે આદરસત્કાર પામનાર મહાપુરુષ હતા.
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૨
વિદારનું અભિમાન
એક બૌદ્ધ બ્રહ્મચારી હતા. યુવા વય, તીક્ષ્ણ બુદ્ધિ, જ્ઞાનાર્જનની લગન અને દેશવિદેશમાં પરિભ્રમણની શક્તિ વગેરે અનેક કારણોને લીધે થોડાં વર્ષોમાં જ તે શસ્ત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, ભાષા, કાવ્યશાસ્ત્ર તેમ જ શિલ્પ, ચિત્રકળા, ગૃહનિર્માણકળા વગેરે અનેક લૌકિક વિદ્યાઓમાં નિપુણ થઈ ગયા.
આ બધી વિદ્યાઓ જોઈ લોકો વિસ્મય પામતા અને તેમની પ્રશંસા કરતા. જ્યાં જાય ત્યાં સમાજના બધા વર્ગો તરફથી તેમનું સન્માન થાય. આ પ્રમાણે પોતાની ખ્યાતિ વધી જવાથી તેમનામાં અભિમાન આવી ગયું અને તે પોતાને સૌથી ચતુર અને વિદ્વાન માનવા લાગ્યા.
તેમની પ્રશંસાની વાત બુદ્ધદેવ – તથાગત સુધી પહોંચી. તેમને સન્માર્ગ પર લાવવા કરુણામય દૃષ્ટિથી તેઓ તેમની પાસે વૃદ્ધ બ્રાહ્મણ – યાચકનું સ્વરૂપ લઈને ગયા.
તું કોણ છું ?' બ્રહ્મચારીએ અભિમાનથી પૂછ્યું. હું આત્મવિજયનો પથિક છું.” તથાગતે કહ્યું. “એટલે શું ? સ્પષ્ટ કહે,” બ્રહ્મચારીએ ખુલાસો માગ્યો.
જેમ ખેતી, ગૃહનિર્માણ, ચિત્ર, શિલ્પ આદિ કળાઓ છે, તેમ પોતાનાં મન, વચન, કાયા અને આત્મા પર વિજય મેળવવાની પણ કળા છે જે તેને સિદ્ધ કરે છે તે આત્મવિજયી બને છે.”
આ કેવી રીતે બની શકે ?” બ્રહ્મચારીએ પૂછ્યું.
“જો કોઈ પ્રશંસા કરે તો તે શાંત મન રાખે છે અને ગાળો વગેરે દઈને અપમાન કરે તોપણ સમતા રાખે છે. આવો પુરુષ જ આત્મવિજયથી નિર્વાણ મેળવે છે.”
Page #26
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
તથાગતનો આવો ઉત્તર સાંભળી બ્રહ્મચારી સત્ય માર્ગ સમજ્યા અને સાચે માર્ગે વળી ગયા.
૧૩
કળાકારની ઉદારતા
ઇંગ્લૅન્ડની પ્રસિદ્ધ કળાસંસ્થા રૉયલ ઍકૅડમી”ના વ્યવસ્થાપકોની સભા ભરાઈ હતી. સંસ્થાના મુખ્ય હોલની અંદર એક મોટું ચિત્રપ્રદર્શન ભરાવાનું હતું. દેશિવદેશના અનેક કળાકારોની સુંદર કૃતિઓ તે પ્રદર્શનમાં મૂકવાની હતી. ચિત્ર-પ્રદર્શન માટે જેટલી જગ્યાઓ હતી તેટલી બધી ભરાઈ ગઈ હતી.
૧૫
એક નવા ચિત્રકારનું પણ એક સુંદર ચિત્ર આવ્યું હતું, પરંતુ જગ્યાના અભાવે તેને ક્યાં મૂકવું તે પ્રશ્ન વ્યવસ્થાપકો સમક્ષ ઊભો થયો. ચિત્ર સુંદર અને મૂકવા યોગ્ય હતું તે તો બધાએ સ્વીકાર્યું, પરંતુ શું થાય ? જગ્યાનો અભાવ હતો.
ત્યાં પ્રસિદ્ધ ચિત્રકાર શ્રીયુત ટર્નર હાજર હતા, કારણ કે તેઓ પણ વ્યવસ્થાપકોમાંના એક હતા. તેમણે પોતાનું એક ચિત્ર કાઢી નાખ્યું અને તે નવા ચિત્રકારનું ચિત્ર તે જગ્યાએ મૂકી દીધું. સૌ આશ્ચર્ય પામ્યા ત્યારે શ્રીયુત ટર્નર બોલ્યા : ‘નવોદિત કળાકારોને આગળ લાવવા અમે પીઢ કળાકારો જો આગળ નહીં આવીએ તો તેમની પ્રસિદ્ધિ કેવી રીતે થશે ? અમારે તેવા નવા કળાકારોને અવશ્ય પ્રોત્સાહન આપવું ઘટે.'
આપણા સમાજના બુઝુર્ગ કળાકારો, ડૉક્ટરો, વકીલો અને બીજા વ્યવસાયીઓ આ પ્રસંગથી ધડો લે તો યુવાન પેઢીને કેટલો લાભ થાય ?
→
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૪
દાવાદની નિષ્પક્ષતા
અઢારમી સદીના ઉત્તરાર્ધમાં પેશવાઓના દરબારમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે અને દાનાધ્યક્ષ તરીકે રામશાસ્ત્રીએ ઘણાં વર્ષો સુધી સેવા આપી હતી. આદર્શ અને પ્રામાણિક રાજ્યસેવક તરીકે તેઓની કીર્તિ સર્વત્ર ફેલાઈ ગઈ હતી.
એક વખત કોઈ ધર્માનુષ્ઠાન પ્રસંગે દાન અપાઈ રહ્યું હતું, ત્યારે રામશાસ્ત્રી અને નાના ફડનવીસ હાજર હતા. દાન લેનારાઓમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો હતા. રામશાસ્ત્રીના સગા ભાઈનો પણ તેમાં વારો આવ્યો એટલે નાના ફડનવીસ કહે, શાસ્ત્રીજી, તેને વીસ રૂપિયા આપો.”
“મારો ભાઈ કોઈ વિશેષ વિદ્વાન નથી, તેથી બધા બ્રાહ્મણોની જેમ તેને પણ બે રૂપિયા મળવા જોઈએ.” રામશાસ્ત્રીએ દૃઢતાથી જવાબ આપ્યો. “મારો ભાઈ હોવાના સંબંધથી તેને હું પોતે અંગત રીતે મારા પૈસામાંથી ગમે તે આપું, પણ રાજ્યની તિજોરીમાંથી કંઈ પણ આપવાનો મને ભાવ પણ નથી અને અધિકાર પણ નથી.”
નાના ફડનવીસ વિશેષ કાંઈ બોલે તે પહેલાં જ રામશાસ્ત્રીએ પોતાના ભાઈને બે રૂપિયા આપી દીધા અને ભાઈ પણ તે દક્ષિણા લઈ ચૂપચાપ ચાલતો થયો. આવા મહાન, નિષ્પક્ષ અને ન્યાયી પુરુષની કીર્તિ ભારતના ઇતિહાસમાં અમર થાય એમાં શું નવાઈ ?
Page #28
--------------------------------------------------------------------------
________________
થાપણ જલદી પાછી આપી દે
બિરવરિયા નામની એક ઉચ્ચ વિચારની સંત બાઈ હતી. તેના પતિનું નામ મહાત્મા રબ્બી હતું. તેમને બે બુદ્ધિશાળી પુત્રો હતા. દુર્ભાગ્યવશ બેઉ પુત્રો સર્પદંશથી એકસાથે મૃત્યુ પામ્યા. તે વખતે મહાત્મા રબ્બી ઘેર ન હતા. બાઈને તત્ક્ષણ દુઃખ થયું, પણ સંસ્કારી હોવાથી તાત્ત્વિક વિચાર કર્યો કે જે બન્યું છે તે ફરી શકે તેમ નથી. જન્મમરણનો પ્રવાહ કોઈનાથી રોકી શકાતો નથી. સમય પૂરો થાય એટલે સૌએ ચાલ્યા જવાનું હોય છે. પરમાત્માની માયા જ એવી છે.
૧૫
પતિ ઘેર ન હોવાથી છોકરાનાં શબને પાસેના ઓરડામાં રાખી મૂક્યાં. જ્યારે પોતાના પતિ ઘેર આવ્યા ત્યારે જાણે કાંઈ જ બન્યું નથી એમ હસતે મુખેથી તે સામી ગઈ અને માનથી પતિને બેસાડ્યા પછી પ્રેમથી પૂછવા લાગી, ‘આપણે ત્યાં કોઈની થાપણ છે તો તેને પાછી આપીં દઉં ?' રબ્બી બોલ્યા : ‘અત્યારે જલદી આપી દે. એમાં સમય ગુમાવવો યોગ્ય નથી.'
ત્યારે બાઈ રબ્બીને સ્વસ્થ ચિત્તે ઓરડામાં લઈ ગઈ. પુત્રોનાં શબ ઉપરની ચાદર દૂર કરી બોલી : ‘જોઈ લો. આ ભગવાને આપણે ત્યાં મૂકેલી થાપણ !' રબ્બી તો આ જોઈ સ્તબ્ધ થઈ ગયાં. બાઈ બોલી, ‘ખુદાના આપ્યા ને ખુદાએ લીધા તેમાં આપણે શું ?'
રબ્બી પોતાની સ્ત્રીની આ સમજ જોઈ પ્રસન્ન થયા.
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૬
તરતી કિડતી સાદડીઓ
--
-
---
------
-
-
--
હસન અને રાબિયા બન્ને મુસ્લિમ સંત હતાં.
નમાજ પઢવાનો સમય હતો. સંત હસનને પોતાને પ્રાપ્ત થયેલી સિદ્ધિના બળે સૌને આંજી દેવાની ઈચ્છા થઈ આવી. આથી તેમણે પોતાની સાદડી પાણી ઉપર પાથરી અને રાબિયાને કહ્યું, “ચાલો, આપણે આ સાદડી ઉપર બેસી નમાજ પઢી લઈએ.”
સંત રાબિયા વિચક્ષણ હતી. તે સમજી ગઈ કે સંતને સિદ્ધિનું અભિમાન થયું છે. પરંતુ તેમણે હસનને સીધો જવાબ આપવાને બદલે તેમની ભાષામાં જવાબ આપવાનો નિર્ણય કર્યો.
રાબિયાએ પોતાની નમાજ પઢવાની સાદડીને હવામાં ઊડતી કરી અને હસનને કહ્યું, “ચાલો, આપણે આ સાદડી ઉપર બેસી નમાજ પઢીએ, જેથી કોઈના નજરે ન પડાય.'
સંત હસનને પોતાની ભૂલનો ખ્યાલ આવી ગયો. તેમણે રાબિયાને કહ્યું કે મને માફ કરી દો. ત્યારે રાબિયાએ કહ્યું, ‘તમે જે કર્યું છે તે એક માછલી કરે તેનાથી વિશેષ કાંઈ નથી. અને મેં જે કર્યું તે એક માખી કરે તેનાથી વિશેષ કાંઈ નથી, પરંતુ આપણે તો માનવી છીએ. આપણું મૂળ કામ તો આ બન્નેથી ઊંચું
છે. ”
૧૭.
મિત્રો માટે પાયામ
:::*~----
---
ઈ. સ. ૧૮૪૪ના સાલ. કલકત્તાની સંસ્કૃત કૉલેજમાં વ્યાકરણના પ્રાધ્યાપકની જગા
Page #30
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
ખાલી પડી. કૉલૅજના વ્યવસ્થાપકોએ આ પદ માટે તે વખતના પ્રસિદ્ધ કેળવણીકાર શ્રીયુત ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરની નિમણૂક કરવાનો વિચાર કર્યો. વિદ્યાસાગરજીને તે વખતે રૂ. ૫૦ માસિક મળતા હતા. નવા પદને ગ્રહણ કર્યા પછી રૂ. ૯૦ માસિક મળવાના
હતા.
આ વાતની વિદ્યાસાગરજીને જાણ થઈ તેમના એક મિત્ર શ્રીયુત તર્કવાચસ્પતિ વ્યાકરણમાં તેમના કરતાં વિશેષ જાણકાર હતા. વિદ્યાસાગરજીએ કૉલેજના વ્યવસ્થાપકોને કહ્યું કે તેઓ એ પદ સ્વીકારશે નહીં. કારણ કે બીજી એક વ્યક્તિ તે પદ ગ્રહણ કરવા માટે વધારે યોગ્ય છે.
પહેલાં તો વ્યવસ્થાપકોએ ઘણી આનાકાની કરી, પરંતુ જ્યારે વિદ્યાસાગરજીએ પોતાનો દૃઢ અભિપ્રાય વ્યક્ત કરી જ દીધો ત્યારે તેઓએ પણ વિદ્યાસાગરજીની વાત સ્વીકારીને શ્રીયુત તર્કવાચસ્પતિની નિમણૂક કરી.
૧૯
આ શુભ સમાચાર તર્કવાચસ્પતિજીને આપવા માટે વિદ્યાસાગરજી પોતે જ કલકત્તાથી થોડા માઈલ દૂર તેમના નિવાસસ્થાને ગયા. જ્યારે બધી હકીકત જાણી ત્યારે તર્કવાચસ્પતિજી કહે, ‘વિદ્યાસાગરજી, તમે મનુષ્યના રૂપમાં અવતરેલા એક મહાન દેવતા જ છો.'
૧૮
નરભિમાની સમ્રાટ
ભારતમાં થઈ ગયેલા મહાન સમ્રાટોની પ્રથમ પંક્તિમાં મહારાજા વિક્રમાદિત્યનું નામ પ્રસિદ્ધ છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૦
ચારિત્ર્ય-સુવાસ
પોતે કરેલાં અનેક પરોપકારનાં અને લોકકલ્યાણનાં કાર્યોની કાયમ સ્મૃતિ રહે તેવા વિચારથી મહારાજાએ મોટો કીર્તિસ્તંભ બનાવવાનો સંકલ્પ જે રાત્રિએ કર્યો હતો તે રાત્રિની આ વાત છે.
પોતાના નિયમ મુજબ રાજા વેશપલટો કરી નગરચર્યા જોવા નીકળ્યા, ત્યાં તો બે મોટા મદોન્મત્ત સાંઢ લડતા લડતા તેમના માર્ગમાં આવ્યા. રાજા તેમનાથી બચવા એક બ્રાહ્મણની જૂની ગૌશાળાના થાંભલા ઉપર ચઢી ગયા. તે સાંઢો પણ તે જ થાંભલા ઉપર એબીજા સાથે લડતા લડતા પોતાનાં શિંગડાં મારવા લાગ્યા, એટલામાં બ્રાહ્મણ ઊઠી ગયો.
બ્રાહ્મણ જ્યોતિષનો જાણકાર હતો. રાત્રે આકાશમાં મંગળ અને શુક્રના ગ્રહોને જોઈને તેણે બ્રાહ્મણીને ઉઠાડી અને કહ્યું, “આ ગ્રહયોગ રાજાના જીવનના ભયનો સંકેત કરે છે, તે માટે આપણે શાંતિહવન કરીશું.”
બ્રાહ્મણી : આપણા રાજાએ અનેક મોટાં દાન કર્યો પરંતુ આપણી સાતેય કન્યાઓના વિવાહ અર્થે હજુ સુધી કાંઈ આપ્યું નથી. તો શાંતિકર્મ જોડે રાજાને સંકટમુક્ત કરવા તમે કેમ આટલા બધા તત્પર થઈ જાઓ છો ? બ્રાહ્મણે તે સમય પૂરતી વાતને વિસારી દીધી.
રાજાએ આ સર્વ વૃત્તાન્ત થાંભલા ઉપરથી સાંભળ્યો હતો. - બીજે દિવસે સવારે રાજાએ બ્રાહ્મણને બોલાવ્યા અને પૂરતું ધન આપી તેને કન્યાવિવાહની ચિંતામાંથી મુક્ત કર્યો. પોતાને હજુ ઘણાં લોકોપયોગી કાર્યો કરવાના બાકી છે, તેથી કીર્તિસ્તંભના નિર્માણમાં પ્રજાનાં નાણાંનો વ્યય કરવો યોગ્ય નથી, એમ વિચારી તે મહારાજાએ પોતાના કીર્તિ માટેના અભિમાનનો કાયમ માટે ત્યાગ કર્યો.
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૯
પરમાત્માના ધ્યાનમાં
એક વખત ઐયાસ પોતાના શિષ્ય સાથે વનમાં ચાલ્યા જતા હતા, તેવામાં નમાજ પઢવાનો સમય થયો. તેઓ વૃક્ષ નીચે નમાજ પઢવા લાગ્યા. એવામાં નજીક આવી સિંહે ઓચિંતી ગર્જના કરી. સિંહની ત્રાડથી શિષ્યનાં તો હાંજાં ગગડી ગયાં અને તે ઝાડ ઉપર ચડી ગયો. ઐયાસ તો ખુદાની બંદગીમાં મગ્ન હોવાથી નમાજ પઢતા રહ્યા. થોડી વારે સિંહ ત્યાંથી જતો રહ્યો એટલે શિષ્ય ઝાડ ઉપરથી નીચે ઊતર્યો. નમાજ પૂરી થઈ એટલે બેઉ ચાલતા થયા. રસ્તે ચાલતાં ઐયાસને મધમાખીએ ડંખ દીધો તેથી તેઓ ચીસ પાડી ઊઠ્યા. શિષ્ય બોલ્યો, ‘આ તે કેવી નવાઈની વાત ! હાથીને ધ્રુજાવી નાખે તેવા સિંહથી ઊંહકારો પણ ન કર્યો અને આ મગતરા જેવી મધમાખીના ડંખથી બૂમ પાડી !'
ખૈયાસ બોલ્યા : ‘ભાઈ, તે વખતે હું પરમેશ્વરના ધ્યાનમાં ડૂબેલો હતો, અત્યારે તારી સાથે -- મનુષ્ય સાથે છું.'
પરમાત્માની સાથે એકતાર બનનારને દુનિયાની કોઈ તાકાત ડરાવી શકતી નથી.
સાચી શોભા
પેશવા માધવરાવના મુખ્ય ન્યાયાધીશ અને મહાન રાજ્યસેવક તરીકે શ્રીરામશાસ્ત્રીનું નામ મહારાષ્ટ્રના ઇતિહાસમાં અમર છે. તેઓ હંમેશાં એક આદર્શ રાજસેવક તરીકે રહેતા અને કોઈ પ્રકારનો આડંબર કર્યા સિવાય સતત લોકસેવામાં રોકાયેલા રહેતા.
૨૦
Page #33
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
એક વખત તેમનાં ધર્મપત્નીને કોઈ કારણસર રાજમહેલમાં જવાનું થયું. મહારાણીએ તેમને જોયાં તો તદ્દન સાદી સાડી, શરીર પર કોઈ ખાસ આભૂષણ પણ નહીં. મહારાણીને એમ લાગ્યું કે આવી સ્થિતિ ગુરુપત્નીની હોય તો તે રાજયને માટે નિંદાનું કારણ થાય.
૨૨
આમ વિચારી, મહારાણીએ ગુરુપત્નીને નવાં વસ્ત્રો, અલંકાર અને ભૂષણસામગ્રી આપી મોટી ડોળીમાં બેસાડી તેમનું યોગ્ય સન્માન કરી ઘેર પાછાં મોકલ્યાં. રાજસેવકોએ રામશાસ્ત્રીના ઘરનો દરવાજો ખખડાવ્યો. પરંતુ તે ઊઘડ્યો અને તરત બંધ થઈ ગયો. રાજસેવકોએ કહ્યું કે, શાસ્ત્રીજી, આપનાં ધર્મપત્ની આવ્યાં છે, પરંતુ શાસ્ત્રીજીએ તેમને બદલાયેલા સ્વરૂપમાં જોયાં તેથી તેમણે દરવાજો બંધ કરી દીધો.
તેમનાં ધર્મપત્ની વાત સમજી ગયાં. પાછા મહેલમાં લઈ જવા રાજસેવકોને કહ્યું. ત્યાં જઈ પોતાનાં વસ્ત્ર, આભૂષણ વગેરે ઉતારી, પોતાનાં સાદાં કપડાં પહેરી ચાલતાં ઘેર આવ્યાં ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. તેમને ખૂબ પ્રેમથી શાસ્ત્રીજીએ આવકાર્યાં.
શાસ્ત્રીજીએ કહ્યું, ‘આ મૂલ્યવાન વસ્ત્રો, આભૂષણો અને શૃંગારસાધનો તો રાજ્યપુરુષોને શોભે, અથવા પોતાનું અજ્ઞાન છુપાવવા માટે મૂર્ખ લોકોને શોભે. સૌમ્ય અને વિવેકી પુરુષોને તો સાદાઈ, સંતોષ અને શીલરૂપી વસ્ત્રોની જ સાચી શોભા હોય.
૨૧
રસાસ્વાદનો જય
ભારતના અર્વાચીન મહાપુરુષોમાં ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ
Page #34
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
૨૩
રાનડે એક પ્રસિદ્ધ વ્યકિત થઈ ગઈ.
એક દિવસ તેમનાં ધર્મપત્ની રમાબાઈએ આફસ કેરી સુધારીને તેમને ખાવા આપી. બે-ત્રણ ચીરીઓ ખાઈને તેમણે કહ્યું કે બાકી ઘરના અન્ય સભ્યોને અને નોકરોને આપજો, કેરી ખૂબ સ્વાદિષ્ટ છે.
રમાબાઈ : કેરી સ્વાદિષ્ટ છે તો વધારે ખાવી જોઈએ. બે-ત્રણ ચીરી ખાઈને કેમ અટકી ગયા ? શું તબિયત સારી નથી ?
રાનડેજી : જે વસ્તુ સ્વાદિષ્ટ લાગે તે વધારે લેવી નહીં. જીભને ઉત્તેજના મળવાથી આપણે તેના ગુલામ થવું પડે.
રમાબાઈ : તમારી આવી અટપટી વાતમાં મને સમજ પડતી નથી.
રાનડજી : સાંભળ, એક વાત કહું. હું જ્યારે મુંબઈમાં વિદ્યાર્થી તરીકે હૉસ્ટેલમાં ભણતો ત્યારે પડોશમાં એક બહેન રહેતી. તે સંપન્ન ઘરની હોવાથી તેને ત્રણ-ચાર શાક દરરોજ ખાવાની ટેવ પડી ગયેલી. સમય બદલાતાં તે બહેનની સ્થિતિ સામાન્ય થઈ ગઈ અને એક શાક લાવવું પણ તેને ભારે પડી ગયું. આવા સમયે, જમતી વખતે તે હંમેશાં દુ:ખી રહેતી અને અનેક શાકનો સ્વાદ લેવાની ટેવ પડી ગઈ હતી, તેને યાદ કરીને વ્યાકુળતા અનુભવતી હતી. જ્યારે મેં આ જોયું ત્યારથી નક્કી કર્યું કે બહુ સ્વાદિષ્ટ હોય તે વસ્તુ વધારે પ્રમાણમાં કે વારંવાર ખાવી નહીં. જો આમ નહીં કરીએ તો જીભના ગુલામ થવાથી દુઃખી થવાનો વખત આવશે.
રમાબાઈ, સ્વામીની વાત સાંભળી પ્રસન્નતાથી તે વિચાર સાથે સહમત થઈ પોતાના કામમાં લાગી ગયાં.
Page #35
--------------------------------------------------------------------------
________________
૨ ૨
ભૂલની કબૂલાત
-
-
બંગાળના સુપ્રસિદ્ધ નવલકથાકાર અને ‘વંદે માતરમ્' ગીતના રચયિતા શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. તેમણે અમુક વિષય ઉપર મત પ્રગટ કરેલો પરંતુ પાછળથી તેની સત્યતા ન જણાવાથી પોતાના મતમાં ફેરફાર કરેલો. આમ પોતાનો મત બદલવા માટે તેમના ઉપર ઘણા લોકોએ ચંચળ, અસ્થિર મનવાળા વગેરે આક્ષેપો કર્યા. તેના ખુલાસામાં શ્રીયુત બંકિમચંદ્રે જણાવ્યું કે જેને કદી પણ પોતાનો મત બદલવાની જરૂર પડતી નથી તે મહાપુરુષ છે. અને જે પોતાનો પહેલો મત ભૂલભરેલો છે એમ જાણવા છતાંય તે મતને વળગી રહે છે તે કપટી છે. હું મહાપુરુષો નથી જ અને કપટી બનવાની મારી ઇચ્છા નથી, માટે જે મને સત્ય લાગ્યું તેની જાહેરાત કરી છે. બંકિમબાબુના આ જવાબની સચોટ અસર થઈ અને લોકો તેમના ઉપર મૂકેલા ખોટા આક્ષેપો બદલ પસ્તાવા લાગ્યા.
૨૩
સફરજૂરી નેતા
શ્રી દેશિકજી નામના એક મોટા વિદ્વાન ભક્તના જીવનનો આ બનાવ છે. શ્રી રામાનુજાચાર્યની પરંપરામાં તેરમી સદીમાં થયેલા તેઓ એક પ્રસિદ્ધ સંત હતા.
તેમની ભક્તિ અને વિદ્વત્તા જોઈને ઘણા લોકો તેમની ઈર્ષા કરતા અને લોકદૃષ્ટિમાં તેઓ હલકા પડે તેવું કાંઈ કરવાની પેરવીમાં આ ઈર્ષાળુ લોકો રોકાયેલા રહેતા.
Page #36
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
૨૫
એક દિવસ પગરખાંઓનો હાર બનાવી આ લોકોએ તે ભક્તની કુટિરના બારણામાં લટકાવી દીધો. બીજે દિવસે ભક્તરાજે આ જોયું ત્યારે તેઓ નીચેનો શ્લોક બોલ્યા :
कर्मावलम्बकाः केचित् केचिज्ज्ञानावलम्बकाः । वयं तुं हरिदासानां पादरक्षावलम्बकाः ॥
અર્થાતુ કેટલાક નિષ્કામ કર્મયોગનો આશ્રય કરે છે અને કેટલાક જ્ઞાનયોગનો આશ્રય કરે છે પણ અમે તો ભગવાનના દાસનાં પગરખાંઓનું અવલંબન લઈએ છીએ.
પોતાના પ્રપંચકાર્યની જ્યારે આ સાચા ભક્ત ઉપર કાંઈ અસર ન થઈ ત્યારે તેમના હાથ હેઠા પડ્યા. તેના અંતરમાં ભગવદ્ભક્તો પ્રત્યેની ભાવના આ પ્રસંગથી ઊલટી વધી ગયેલી જોઈ ત્યારે આ ઈર્ષાળુ લોકોની આંખ ઊઘડી ગઈ. તેઓ સાચા ભક્તના ઘેર ગયા અને તેમના પગમાં પડી પોતાના દુષ્કૃત્યની માફી આપવા વિનંતી કરી.
સંત હૃદયમાં સાચા ભક્તો પ્રત્યે કેવો અહોભાવ હોય છે તેનું આ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે.
૨૪
રાજાની ગુણવાહકતા
માળવાની ગાદી ઉપર રાજા ભોજનો નવો નવો રાજ્યાભિષેક થયો તે સમયની આ વાત છે.
એક દિવસ રાજા સવારના પહોરમાં પોતાના ક્રિીડા-ઉપવન તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં તેણે એક તેજસ્વી, સૌમ્ય અને પવિત્ર બ્રાહ્મણને જોયો. તેણે પોતાનો રથ થોભાવ્યો અને બ્રાહ્મણને
Page #37
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
નમસ્કાર કર્યા. કોઈ પણ જાતના આશીર્વાદ આપવાને બદલે પેલા બ્રાહ્મણે પોતાની આંખો થોડી સેકંડો માટે બંધ કરી દીધી.
રાજા વિસ્મય પામ્યો અને બ્રાહ્મણને પૂછ્યું, “વિપ્ર, તમે મને આશીર્વાદ આપવાને બદલે આંખો કેમ બંધ કરી દીધી ?” બ્રાહ્મણ કહે, મહારાજ ! પ્રભુએ તમને આપેલી અઢળક સંપત્તિમાંથી તમે એક નાનો ભાગ પણ દાનને માટે વાપરતા નથી. શિબિ અને કર્ણ જેવા દાનેશરીના વારસદાર તમે, દાનધર્મને ભૂલી કૃપણ, થયા છો તેથી મેં તમને જોઈને નહીં. પણ તમારા લોભી સ્વભાવને જોઈને મારી આંખો બંધ કરી દીધી.
રાજા ભોજ વિવેકી અને વિચારક હતા. સત્ય બોધ મળતાં જાગ્રત થઈ ગયા અને બ્રાહ્મણનો આભાર માનતાં કહેવા લાગ્યા કે તમારા જેવા સત્યવાદી અને રાજાના દુર્ગુણને બતાવનારની હિંમતને ધન્ય છે. રાજભંડારમાંથી તમોને રૂપિયા એક લાખ અત્યારે મળશે અને જ્યારે પણ કોઈ સત્કાર્ય માટે વિશેષની જરૂર પડે ત્યારે રાજદરબારનાં દ્વાર ખખડાવજો.
આ જ ગુણગ્રાહક સ્વભાવવાળા રાજા ભોજ આગળ જતાં પોતાની મહત્તા, કલાપ્રિયતા, સત્યનિષ્ઠા, દાનેશરીપણું, ન્યાય આદિ ગુણોથી ભારતના મહાન સમ્રાટોમાં ગણાયા.
૨૫
vlal qidloil capi
લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાંની વાત છે.
બૌદ્ધ ભિક્ષુઓનો સંઘ બિહારમાં વિહાર કરતો હતો. બપોરનો સમય હતો એટલે ભિક્ષાભોજનથી નિવૃત્ત થઈ ભિક્ષુકો આરામમાં
Page #38
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
હતા.
મગધરાજ બિખ્રિસાર રાજસંપત્તિની દૃષ્ટિએ સૌથી મોટા છે.” એક ભિક્ષુકે કહ્યું.
તેની વાતને કાપી બીજો ભિક્ષુક બોલ્યો, “કોશલના રાજા પ્રસેનજિત સૌથી મોટા છે.”
આમ એકબીજા સાથે ચર્ચા થઈ રહી હતી ત્યાં બુદ્ધદેવ પધાર્યા અને પૂછયું, “શું વાતચીત ચાલે છે ?
“પ્રભુ બિમ્બિસારનો વૈભવ મોટો કે પ્રસેનજિતનો વૈભવ મોટો તેની ચર્ચા ચાલી રહી હતી.” ત્રીજા ભિક્ષુકે પોતાના આસન પરથી ઊઠીને નમ્રતાથી કહ્યું.
પ્રભુ બોલ્યા : “હે ભિક્ષુઓ ! સંસારથી વિરક્ત થઈને આત્મકલ્યાણના પ્રયત્નમાં તમે લાગેલા છો. તમારે આવી તુચ્છ સંસારનાં સુખોની વાતો ન કરવી જોઈએ - કાં તો ધર્મવાર્તા કરો, કાં તો મૌન રહો.'
ભિક્ષુઓએ મનોમન લજ્જા પામી મુખ નીચું રાખી, પ્રભુની આજ્ઞા માથે ચડાવી.
૨ ૬
સત્યાગ્રહનો વિજય
-
-
-
-
-
-
-
-
--
-
-
વિક્રમના દશમા સૈકાની વાત છે.
તે વખતે કાશ્મીરમાં મહારાજા યશસ્કરદેવ રાજ્ય કરતા હતા. પ્રજા સર્વ પ્રકારે સુખી હતી અને રાજાપ્રજા વચ્ચે પિતા-સંતાન જેવો સંબંધ હોવાથી શાંતિ અને સંપનું વાતાવરણ હતું.
એક દિવસ મહારાજા રાજદરબારમાં બેઠા હતા ત્યારે દ્વારપાળે
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૮
ચારિત્ર્ય-સુવાસ
આવી ખબર આપી કે એક માણસ આત્મહત્યા કરવા રાજકાર પર આવી ઊભો છે. રાજાએ તુરત જ તેને અંદર બોલાવી પૂછ્યું, “ભાઈ ! તારે કયા દુઃખથી આમ કરવાનો વારો આવ્યો છે ?'
પેલા માણસે પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે “હું આ ગામમાં દશ વર્ષ પહેલાં ખૂબ સાધનસંપન્ન નાગરિક તરીકે રહેતો હતો પરંતુ ભાગ્ય ફરતાં મારી સર્વ સંપત્તિ ખલાસ થઈ ગઈ અને મારું રહેવાનું મકાન પણ વેચી દેવું પડ્યું. મારી પત્નીના નિર્વાહ અર્થે મારા મકાનનો કૂવો અને આજુબાજુની પાંચ ફૂટ જેટલી જગ્યા મેં રાખી હતી, જ્યાં માળી લોકો આવીને બેસતા, ફૂલ વેચતા અને મારી પત્નીનું ગુજરાન ભાડામાંથી ચાલતું.'
હું વિદેશથી કમાઈને પાછો આવ્યો અને જોયું તો મારી પત્નીને કૂવા પાસેની જગ્યાએથી તગડી મૂકવામાં આવી હતી અને તે જગ્યા મકાનમાલિકે પચાવી પાડી હતી. રાજ્ય પાસે ન્યાય લેવા જતાં હું નાસીપાસ થયો છું.”
રાજાએ તે માણસને શાંત પાડ્યો. ત્યાર બાદ રાજાએ લાગતા-વળગતા સૌને હાજર થવા હુકમ કર્યો. ન્યાયાધીશોએ કહ્યું કે મહારાજાસાહેબ! ન્યાય બરાબર છે. રાજાએ મકાનમાલિકની વીંટીનું નંગ તેને ઘેર મોકલાવી ઘર-વેચાણને લગતા બધા કાગળપત્ર મંગાવ્યા અને મૂળ દસ્તાવેજ સાથે મેળવણી કરી જોઈ તો માલૂમ પડ્યું કે “કૂવાહિતનું મકાનને બદલે “કૂવા સહિતનું મકાન' એમ દસ્તાવેજમાં લખ્યું હતું અને વેચાણ-દસ્તાવેજ લખવા માટે રાજસેવકને એક હજાર દીનાર આપવામાં આવ્યા હતા.
તુરત જ રાજલેખકને બોલાવવામાં આવ્યો. તેણે ગુનાની કબૂલાત કરી. રાજાએ વેચાણ લેનાર નાગરિકને તુરત જ પોતાનું રાજ્ય છોડી જવા અને રાજસેવકને લાંચ લેવા બદલ તેના નિયુક્ત
Page #40
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
પદ પરથી પાંચ વર્ષ માટે દૂર કરી દીધો.
ન્યાય માગવા આવેલ વ્યક્તિએ રાજાની ન્યાયપ્રિયતા, કુનેહ અને પ્રજાવાત્સલ્ય જોઈ અંતરથી રાજાને આશીર્વાદ આપ્યા અને યોગ્ય ન્યાય મળવાથી આપઘાતનો વિચાર પડતો મૂકયો. - સત્યનો વિજય થયો. સર્વત્ર – રાજદરબારમાં અને નગરમાં – આનંદ પ્રસરી રહ્યો.
૨૭
અનુકરણ
-----
-
------
-
- --
-
----
---------
-
-
----
--
આદ્ય જગદ્ગુરુ શ્રી શંકરાચાર્યના સંબંધમાં એવું કહેવાય છે કે તેમના શિષ્યો તેમનું ખોટું અનુકરણ કરતા. એક દિવસ તેઓ શિષ્યો સહિત બજાર વચ્ચેથી જતા હતા ત્યારે તેમણે તાડીવાળાની દુકાનેથી તાડી પીધી. અણસમજુ શિષ્યો પણ ગુરુનું અનુકરણ કરી એકબીજા સામે જોઈ મલકાતા મલકાતા તાડી પીવા લાગ્યા. જગદ્ગુરુ આગળ ચાલ્યા, ત્યાં એક જગ્યાએ સીસાનું ગાળણ થતું હતું ત્યાં જઈ તેઓ ઊભા રહ્યા અને કડાઈમાંથી ઊકળતું સીસું લઈને પીવા લાગ્યા ! શિષ્યો એકબીજા સામું જોઈ મલિન મુખ કરી જડ થઈને ઊભા રહ્યા, સીસું પીવાની કોઈની હિંમત ચાલી નહીં. શંકરાચાર્ય ત્યારે બોલ્યા : “તમે દુર્ગુણોનું અનુકરણ કરવા ચાહો છો, જે તમારે માટે નરકનું સાધન છે અને સ્વર્ગનું પદ અપાવનાર સગુણોનું તમે અનુકરણ કરતા નથી.”
આટલું કહીને શિષ્યોને ઉપદેશ આપતાં કહ્યું : “ગુરુ કહે તે કરીએ, ગુર કરે તે ન કરીએ.” આ સાંભળી બધા શિષ્યો શ્રીમદ્ શંકરાચાર્યને પગે પડી માફી માગવા લાગ્યા.
ગુણોનું તમે નરકનું સાધન નું અનુકરણ કરતા
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૮
કવિની સાચી કદર
ભારતમાં સમ્રાટ હર્ષની આણ વર્તતી હતી તે સમયની આ વાત છે. તેઓએ કાશ્મીરના મહામહિમ તરીકે માતૃગુપ્ત નામના એક રાજ્યાધિકારીની નિમણૂક કરી હતી. માતૃગુપ્ત એક ઉચ્ચ કોટિના કવિ અને ઉદારદિલ વ્યક્તિ હતા.
એ જમાનામાં ભારત એક મહાન દેશ હતો અને કળા, સાહિત્ય અને સંસ્કાર જેમ પ્રજાને પ્રિય હતા તેમ રાજાને પણ પ્રિય હતા.
સાતમી સદીના મહાકવિઓમાં મહાકવિ મેંઠની પણ ગણના થતી હતી. એક વખત તેઓ માતૃગુપ્તના રાજ્યમાં પધાર્યા. મહાકવિનું આગમન થવાથી રાજા અને પ્રજા સૌ પ્રસન્ન થયાં.
- કાશમીરના રાજદરબારમાં ખૂબ ભીડ જામી હતી. આજે મહાકવિ મેંઠ પોતાના પ્રસિદ્ધ કાવ્ય “હયગ્રીવવધ'ની રજૂઆત કરવાના હોવાથી અનેક કલાકારો અને કવિઓ પણ પધાર્યા હતા.
મહારાજ ! આપના જીવનમાં શ્રી સરસ્વતીનો સુભગ સમન્વય થયો છે.” એમ કહી કવિએ કાવ્યની રજૂઆત કરી. જેમ જેમ કાવ્ય-શ્રવણ આગળ ચાલતું ગયું તેમ તેમ સમસ્ત શ્રોતાઓ રસતરબોળ થઈને કાવ્યરસ માણવા લાગ્યા, પરંતુ મહાકવિએ જોયું કે રાજાના મુખ ઉપર કોઈ ખાસ ભાવ દેખાયો નહીં કે ધન્યવાદના શબ્દો પણ તેમણે સંભળાવ્યા નહીં.
આમ થવાથી કવિરાજે પોતાની રચનાનાં પાનાંઓને બાંધવા માંડ્યાં અને અંતરમાં વિચાર્યું કે રાજાને કાં તો અભિમાન ચડી ગયું છે કાં તો મારા કવિત્વની ઈર્ષા થઈ છે. આવા રાજા પાસેથી સન્માનની આશા કેમ રાખી શકાય ? હજુ આવા વિચારો કવિના
Page #42
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
૩૧
મનમાં હતા ત્યારે રાજવીના મનમાં જુદા જ વિચારો ચાલતા હતા અને તેના ફળસ્વરૂપે રાજાએ સુવર્ણપાત્ર તે રચનાની નીચે મૂકી દીધું અને કહ્યું :
કવિરાજ ! તમે ધન્ય છો. આપની રચનાના એક એક શબ્દ એવું માધુર્ય અને રસ ભય છે કે તેનો એક કણ પણ જમીન પર ન પડવો જોઈએ, એમ વિચારી હું આપની રચનાને આ સુવર્ણપાત્રમાં રાખવા વિનંતી કરું છું.”
સૌ રાજદરબારીઓ સ્તબ્ધ થઈ ગયા. કવિના હર્ષનો પાર ન રહ્યો. રાજા મહાકવિની સામે ટગર ટગર જોઈ પ્રેમ વરસાવતા હતા, અને મહાકવિ પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરતા હતા. કારણ કે પોતાની વસ્તુનું સાચું મૂલ્યાંકન કરનાર કદરદાન ઝવેરી તેમને મળી ગયા હતા !
૨૯
માત્ર આટલાથી જ પત
લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાંની આ વાત છે. તે વખતે બનારસમાં જૈનોના ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના પિતા રાજા અશ્વસેન રાજ્ય કરતા હતા અને પાડોશી રાજ્યના નાતે તેઓને મગધના રાજા સાથે સારી મૈત્રી હતી.
આ સમયે બિહાર (મગા)ની માહી નદીના કિનારે ઉદ્રરામપુત્ર નામના એક યોગી રહેતા હતા. મગધેશ્વર તેમના શિષ્ય હતા. આકાશગામિની વિદ્યા આ મહાત્માને સિદ્ધ હોવાથી આકાશમાર્ગે દરરોજ રાજમહેલમાં આવી આહાર કરી ફરી આકાશમાર્ગે પાછા ચાલ્યા જતા.
Page #43
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
એક વાર મગધેશ્વરને અગત્યના કામે એકાએક બહાર જવાનું થયું તેથી પોતાના એક મંત્રીને મહાત્માનું સ્વાગત અને ભોજનની વ્યવસ્થા કરવા વિનંતી કરી મહારાજા બહાર ગયા.
૩૨
આ બાજુ યોગી આહાર માટે પધાર્યા. મંત્રીને એક સુશીલ, અતિ સુંદર કન્યા હતી. તેણે યોગીનું સ્વાગત કરી સેવાભાવથી આહારદાનની તૈયારી કરી. આ કન્યાનું લાવણ્ય જોઈને યોગી વિસ્મય પામ્યા. થોડો જ આહાર લઈ, બસ, હવે કશું નથી જોઈતું' એમ કહી ફરી વાર કન્યા તરફ અયોગ્ય દૃષ્ટિથી જોયું. પાણી પીને યોગી આકાશમાર્ગે પાછા જવા માંડ્યા પણ તેમની શક્તિ કુંઠિત થઈ ગઈ.
યોગાનુયોગે મગધેશ્વરે તે જ વખતે જાહેરાત કરી કે ‘આજે તપસ્વી ઉદ્રરામપુત્ર મગધજનોને દર્શન આપશે, અને લાંબા વખતની લોકમાગણીને સંતોષશે.' યોગીએ ગમે તે રીતે રાજવી સાથે વાત વાળી લીધી અને પગે ચાલીને ધીમે ધીમે નદીકિનારે પોતાની કુટિરમાં પહોંચી ગયા પણ તેમની સિદ્ધ કરેલી વિદ્યા તો નાશ પામી ચૂકી હતી.
આત્મસાધનાની બધી ભૂમિકાઓમાં સંયમનું કેટલું મહત્ત્વ છે અને થોડી પણ અસાવધાનીથી કેવું પતન થાય છે તે આ બનાવથી આપણે શીખવાનું છે.
૩૦
સાયી લગનથી કાસિદ્ધિ
બારમી સદીની શરૂઆતમાં દેવગિરિ (દક્ષિણ મહારાષ્ટ્ર)માં
Page #44
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
યાદવ વંશના રાજાઓ રાજ્ય કરતા હતા.
ત્યાંના એક નાનકડા ગામમાં એક વિધાર્થી પરિશ્રમ કરવા છતાં પરીક્ષામાં પાસ થયો નહીં તેથી તેણે વિચાર્યું કે હું ભણવાને લાયક નથી માટે મારે અભ્યાસ છોડી દેવો જોઈએ. આવો વિચાર કરીને ગામની બહાર કૂવા પાસે જઈને તે બેઠો. તેણે જોયું કે ગામની સ્ત્રીઓ તે કૂવેથી પાણી ભરતી હતી, ત્યાં કૂવાને મથાળે પથરા ઉપર દોરડાં ઘસાવાથી આંકા પડી ગયા હતા. તેણે મનમાં વિચાર્યું કે વારંવાર ઘસાવાથી જો કોમળ દોરડા વડે આવા કઠણ પથ્થરમાં પણ આંકા પડી જાય તો નિરંતર અભ્યાસ કરવાથી હું કેમ વિદ્વાન ન થઈ શકું ?
333
તુરત જ તે વિદ્યાર્થીએ પોતાની નિરાશા છોડી દીધી. નિયમિત નિશાળે જવા લાગ્યો અને સતત અભ્યાસથી તેની બુદ્ધિ ખીલી. થોડા વખતમાં તે અનેક વિદ્યાઓમાં પારંગત થયો.
૩૩
આ પુરુષની વિદ્વત્તા, ચતુરાઈ અને કળાકૌશલ્ય જોઈ દેવગિરિના યાદવ રાજા મહાદેવરાવે રાજદરબારમાં તેની રાજપંડિત તરીકે નિમણૂક કરી. મહાન વ્યાકરણ-ગ્રંથ પાણિનિના વ્યાકરણ પર તેમણે એક મુગ્ધબોધ નામની સરળતાથી સમજી શકાય તેવી ટીકા પણ લખી છે.
આ પ્રમાણે એક મૂર્ખ વિદ્યાર્થીમાંથી સતત અભ્યાસ વડે કરીને એક મહાન રાજપંડિત બનનાર તે બીજું કોઈ નહિ પણ પંડિતરાજ શ્રી પોપદેવજી; જેમની ગણના જ્ઞાનેશ્વર અને હેમાદ્રિ જેવા તે કાળના મહાપુરુષો સાથે માનસહિત કરવામાં આવે છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૧
દરિભેદ
-
ચંપાનગરીની બહાર એક મોટી ખાઈ હતી. તે ખાઈનું પાણી ખૂબ જ ગંદું અને દુર્ગંધયુક્ત હતું. એક વાર ચંપાનગરીનો રાજા પોતાના સુબુદ્ધિ નામના જૈન પ્રધાન અને અન્ય દરબારીઓ સાથે તે ખાઈ પાસેથી પસાર થતા હતા. રાજાએ અને બધા દરબારીઓએ દુર્ગધને લીધે નાકે આડાં વસ્ત્ર ધરી દીધાં. પરંતુ મંત્રી સુબુદ્ધિએ તેમ ન કર્યું. દરબારીઓ કે જેમને મંત્રી તરફ ઈષ્ય હતી તેમણે જરા હળવાશથી કહ્યું : “રાજનું તમને આ ખાઈનું પાણી માથું ફાડી નાખે તેવી દુર્ગધ મારતું લાગે છે પરંતુ આપના આ મંત્રી આપની મશ્કરી કરતા લાગે છે. જુઓ તો ખરા ! આપણે નાક આડું વસ્ત્ર દીધું પણ તેમને તો સુગંધ આવતી લાગે છે !' આવાં વચનો છતાં મંત્રી સુબુદ્ધિ સહેતુક મૌન રહ્યા. તેમણે નક્કી કર્યું કે વખત આવ્યે રાજાને સાચી પરિસ્થિતિનું ભાન કરાવીશ.
થોડા સમય પછી મંત્રીએ રાજાને અને દરબારીઓને પોતાને ઘેર જમવાનું આમંત્રણ આપ્યું. જમ્યા પછી પાણી આપવામાં આવ્યું. પાણી પીતાં રાજાને પ્રધાનની ઈર્ષ્યા થઈ. આવું સ્વાદિષ્ટ અને સુગંધીદાર પાણી રાજાએ અગાઉ ક્યારેય પીધું ન હતું. રાજાએ ગુસ્સામાં આવી મંત્રીને કહ્યું કે મારા રાજ્યમાં રહી આવું પાણી એકલા એકલા પીતાં તમને શરમ નથી આવતી ? દરબારીઓએ પણ રાજાની વાતમાં સાથ પુરાવ્યો.
મંત્રીએ રાજાને વિનંતી કરી કે મને અભયવચન આપો તો આપની વાતનો ખુલાસો કરું. રાજાએ વચન આપ્યું.
મંત્રી સૌને મકાનના ભોંયરામાં લઈ ગયા. ભોયરામાં પેલી દુર્ગધયુક્ત ખાઈનું પાણી લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Page #46
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
આ જ ગંદું પાણી વૈજ્ઞાનિક રીતે ગાળીને શુદ્ધ બનાવવામાં આવતું હતું. તેમાં અનેક જાતનાં સુગંધી દ્રવ્યો ભેળવવામાં આવતાં હતાં. મૂળ પાણી તો પેલી ખાઈનું જ હતું પરંતુ તેના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાથી સુંદર બન્યું હતું. રાજાએ આ વસ્તુ જાણી આનંદ પ્રગટ ર્યો, અને કોઈ પણ વસ્તુના માત્ર બાહ્ય દેખાવ ઉપરથી તેના વિષે કોઈ નિર્ણય ન બાંધવો તેમ નક્કી કર્યું. વળી બહારથી ખરાબ દેખાતી વસ્તુને સારી બનાવી શકાય છે, પુદ્ગલમાત્ર પરિવર્તનશીલ છે તે પણ રાજાને સમજાયું.
૩૨
તા
અમદાવાદના પ્રસિદ્ધ સંત સરયૂદાસજી મહારાજના પૂર્વાશ્રમની આ વાત છે.
૩૫
ગૃહસ્થાશ્રમમાં પણ તેમના પર સત્સંગ અને ભક્તિની ધૂન સવાર રહેતી. એક દિવસે તેઓ પોતાની દુકાનમાં બેઠા હતા, ત્યાં તેમને સમાચાર મળ્યા કે અમુક સંત-મહાત્મા હમણાં જ પધાર્યા છે અને ઝાડ નીચે વિશ્રામ કરી રહ્યા છે. તેઓએ પોતાની દુકાન તુરત જ બંધ કરી અને ઝડપથી સંતોની પાસે પહોંચીને તેમનો વિનય-સત્કાર કરી પોતાને યોગ્ય સેવા ફરમાવવા કહ્યું.
લગભગ બપોરના બાર વાગી ગયા હતા. તેથી ગામમાં ભિક્ષા માટે જવાનું સંતોને માટે પણ વિકટ હતું. સવારનું કાંઈ લીધેલું નહીં તેથી ભોજનની આવશ્યકતા તો હતી જ. સરયૂદાસજી આ વાત તુરત જ સમજી ગયા.
‘થોડી વારમાં હું આપની સેવામાં પાછો હાજર થાઉં છું.'
Page #47
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
એમ કહીને પોતાને ઘેર ગયા. રસોડામાં જોયું તો શેર-બશેર જેટલો જ લોટ હતો. ધર્મપત્નીને શાક વગેરે તૈયાર કરવાનું કહી પોતે ઘઉં દળવા બેસી ગયા અને લગભગ દોઢેક ક્લાકની અંદર સાદી રસોઈ તૈયાર કરીને સંતોની સેવામાં પહોંચી ગયા.
૩૬
સંતોએ સંતોષથી ભોજન સમાપ્ત કર્યું. ભક્તની સંત-સેવા, સ્વાશ્રય અને અપૂર્વ લગન જોઈ મહાત્માઓએ ધર્મલાભનો આશીર્વાદ આપ્યો.
અણુના ઉન્નત સંસ્કાર
ગુજરાતના પ્રસિદ્ધ સમાજસેવક શ્રી રવિશંકર મહારાજ અછતના સવાસો દિવસોમાં કોઈ નાના ગામમાં મણ ગોળ લઈ ઘેર-ઘેર વહેંચતા હતા.
૩૩
એક નાનકડા ઘરની બાળકીએ કહ્યું, ‘દાદાજી, હું એ ગોળ નહિ લઉં.’
‘શા માટે ?' મહારાજે પૂછ્યું.
‘કારણ કે મેં તે ગોળ મેળવવા પરિશ્રમ કર્યો નથી.' તને આવું કોણે શીખવ્યું ?’
‘મારી માએ.’
મહારાજ અને બાળકી પેલી માતા પાસે ગયા. મહારાજે બાળકીની માતાને પૂછ્યું, ‘કેમ બહેન, તેં જ આવી શિખામણ તારી બાળકીને આપી છે ?' માતાએ ‘હા' કહી ત્યારે મહારાજે પૂછ્યું, ‘તેં ધર્મશાસ્ત્રો વાંચ્યાં છે ?' માતાએ કહ્યું, ‘ના મહારાજ, હું ભણેલી નથી.'
Page #48
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
‘તમારું ગુજરાન કઈ રીતે ચાલે છે ?'
‘હું જંગલમાં જઈ લાકડાં કાપી લાવું છું અને તેમાંથી જે આવે તેમાં અમારું ગુજરાન ચાલી જાય છે.'
‘તો શું આ બાળકીના પિતાજી...'
બાળકીની માતા ઉદાસ થઈ ગઈ. ફરીથી સ્વસ્થ થઈ બોલી, બાળકીની નાની ઉંમરમાં જ તેના પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો. તેઓ પોતાની પાછળ ત્રીસ વીઘાં જમીન અને બે બળદ મૂકી ગયા હતા. મારી તંદુરસ્તી સારી હતી અને સ્વાશ્રયપૂર્વક પરિશ્રમ કરીને આજીવિકા પેદા કરી શકું તેમ હતી તેથી મેં તે સંપત્તિ વેચી તેમાંથી ગામના લોકો માટે એક કૂવો અને પશુઓ માટે પાણીનો એક હવાડો ગામના શેઠની દેખરેખ નીચે બનાવડાવ્યો.
ગામમાં હવે પીવાના પાણીની ખેંચ નથી.
એક અભણ ગામડાની બાઈ પાસેથી આવી હકીકત સાંભળી મહારાજશ્રી અને સૌ કાર્યકરો આનંદસહિત આશ્ચર્ય પામ્યા.
૩૪
તેજીને તો ટકોર સ છે'
વિન્ધ્યાચળ પર્વતોની ટેકરીઓમાં એકલો ઘોડેસવાર પૂરઝડપે જઈ રહ્યો છે. એકાએક તેણે એડી મારીને ઘોડાને ઊભો રાખ્યો. આવા નિર્જન પ્રદેશમાં થોભવાનું કારણ શું ?
૩૭
‘સમુઝી લેઓ રે મના ભાઈ, અંત ન હોઈ કોઈ અપના.
મહાત્મા બ્રહ્મગિરિના શિષ્ય સાધુ મનરંગીર પોતાની ધૂનમાં મસ્ત થઈને આ પદ ગાઈ રહ્યા હતા, પરંતુ આ શબ્દો તે
Page #49
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
ઘોડેસવાર સિંગાજીના હૃદયને વીંધી તેની આરપાર નીકળી ગયા. મહારાજ ! આપના ચરણોમાં મને સ્થાન આપો. આપના શબ્દામૃતથી મને નવજીવન પ્રાપ્ત થયું છે.' આ શબ્દો કહેતાંની સાથે જ ઘોડેસવારે પોતાનું માથું સાધુના ચરણમાં ધરી દીધું. ‘મારે હવે રાજદૂત તરીકેનું કામ નથી કરવું. હવે ભગવાનના ભજનામૃતનો સ્વાદ છોડવો પડે તેવા સાંસારિક પ્રપંચ માટે ન જ જોઈએ.' ઘોડેસવારના ઉદ્ગાર હતા.
૩૮
‘સિંગાજી ! વાસ્તવમાં તો તમે જ સંતના જેવું હૃદય ધરાવો છો, તેથી તમે જ ધન્યવાદને પાત્ર છો.' સંતે પ્રત્યુત્તર વાળ્યો. આ બનાવ બન્યા પછી સિંગાજીએ મધ્યપ્રદેશના ભામગઢ રાજ્યના રાવને ત્યાંથી છૂટા થઈ, પીપાલ્યાના જંગલમાં કુટિર બનાવી સત્સંગનો લાભ લઈ પરમાર્થસાધનામાં જીવન ગાળવા માંડ્યું.
તેઓએ ભગવદ્ભક્તિનાં અનેક સુંદર પદો બનાવ્યાં છે. સંત સિંગાજી મહાત્મા તુલસીદાસ અને મીરાંબાઈના સમકાલીન હતા, એટલે કે સોળમી સદીના ઉત્તરાર્ધમાં તેઓ મધ્યભારતના એક મહાન સંત તરીકે વિદ્યમાન હતા.
૩૫
મહાપુરુષની ઉદારતા
ઈ.સ. ૧૮૬૫ની સાલ.
બંગાળમાં એવો ભયંકર દુકાળ પડ્યો કે અનાજ ક્યાંય દેખવા પણ ન મળે. એટલું જ નહીં, મનુષ્યોએ પોતાનાં કુટુંબ અને પશુઓ સહિત મોટા પ્રમાણમાં હિજરત આદરી.
Page #50
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
૩૯
આ સમયે બરદ્વાનમાં શ્રીયુત ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર પાસે એક ૧૩-૧૪ વર્ષની કિશોર આવ્યો. ભૂખ અને દુઃખથી તે દૂબળો દેખાતો હતો. તેણે વિદ્યાસાગરજી પાસે એક પૈસો માગ્યો.
વિદ્યાસાગર : હું તને ચાર પૈસા આપું તો ?
કિશોર : સાહેબ, મારી મશ્કરી ન કરશો, હું ખરેખર મુશ્કેલીમાં છું.
વિદ્યાસાગર : હું મશ્કરી નથી કરતો. કહે જોઈએ, તું ચાર પૈસાનું શું કરીશ ?
કિશોર : બે પૈસાનું ખાવાનું લઈને બે પૈસા માટે આપીશ. વિદ્યાસાગર : અને ચાર આના આપું તો ?
કિશોર : ખાવા ઉપરાંત જે પૈસા બચશે તેમાંથી કેરી લાવીશ, અને તે વેચીને તેમાંથી નફો મેળવીશ.
વિદ્યાસાગરજીએ કિશોરને ઉદ્યમી અને પ્રામાણિક જોઈને એક રૂપિયો આપ્યો. કિશોરનું મુખ કૃતજ્ઞતા અને પ્રસન્નતાથી ખીલી ઊઠ્યું. - યોગાનુયોગે બે વર્ષના ગાળા પછી વિદ્યાસાગરજીને ફરીથી બરદ્વાનમાં આવવાનું મન થયું. તેઓ બજારમાંથી ચાલ્યા જતા હતા ત્યાં એક નવયુવકે તેમને પ્રણામ કરી કહ્યું, “આપ મારી દુકાનમાં થોડી વાર પધારવાની કૃપા ન કરો ?'
વિદ્યાસાગર : ભાઈ, ઓળખાણ વગર હું તારી દુકાનમાં કેવી રીતે આવી શકું?
આટલું સાંભળતાં જ પેલા નવયુવકની આંખમાંથી ચોધાર આંસુની ધારા વહેવા લાગી. ગળગળા થઈ તેણે બે વર્ષ પહેલાં બનેલો બનાવ વિદ્યાસાગરજીને કહી સંભળાવ્યો. તે હવે ફેરિયો મટી દુકાનદાર અને તેમાંથી મોટો વ્યવસાયી બન્યો હતો. તે
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૦
ચારિત્ર્ય-સુવાસ
જાણી વિદ્યાસાગરજીએ સંતોષ અનુભવ્યો.
વિદ્યાસાગરજીએ તે નવયુવકને પ્રોત્સાહન અને આશીર્વાદ આપ્યા અને એક મુરબ્બીની માફક આત્મીયતાથી તેની સાથે બેસી વાતો કરી.
એક નવયુવક સાથે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા મહાપુરુષને આટલી સહૃદયતા કેમ હશે તેવા વિચારમાં આજુબાજુના લોકો આશ્ચર્ય અનુભવવા લાગ્યા, પણ સુપાત્રદાનના ફળનો પ્રત્યક્ષ મહિમા તેઓની જાણ બહાર હતો !
૩૬
પ્રભુપ્રાપ્તિનો ઉપાય
એક સ્ત્રીને કોઈ પુરુષ સાથે પ્રેમ બંધાયો હતો. તે તેના પ્રેમમાં પાગલ હતી. એક વખત પ્રિયતમનો વિયોગ થતાં તેણે અન્નપાણીનો ત્યાગ કર્યો. તેનું શરીર કૃશ થવા લાગ્યું. થોડા દિવસ બાદ અચાનક તેને પોતાના પ્રિયતમના સમાચાર મળ્યા એટલે તરત જ પ્રેમઘેલી બનીને તેને મળવા ચાલી નીકળી. તે જ્યાં પસાર થતી હતી ત્યાં રસ્તામાં અકબર બાદશાહ જાજમ પાથરી નમાજ પઢી રહ્યા હતા. સ્ત્રી તો પ્રિયતમના વિચારોમાં મગ્ન હોવાથી તેને કશું ભાન રહ્યું નહીં અને બાદશાહની જાજમ ઉપરથી તે ચાલી ગઈ. આ બધું નમાજ પઢતાં બાદશાહે જોયું. તેમના ગુસ્સાનો પાર ન રહ્યો, પણ નમાજ વખતે તે શાંત રહ્યો. પેલી
સ્ત્રી જ્યારે પ્રિયતમને મળીને પાછી ફરી ત્યારે બાદશાહે તેને કહ્યું: “અરે પાપિણી ! તને ખબર ન હતી કે આ નમાજ પઢવાની જાજમ હતી, અને બાદશાહ અકબર નમાજ પઢી રહ્યા હતા ?'
tain Education International
Page #52
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
સ્ત્રીએ જવાબમાં કહ્યું : “હું તો પ્રાકૃત પુરુષના પ્રેમમાં મગ્ન હોવાથી મને જાજમનો ખ્યાલ ન રહ્યો પરંતુ આપ તો અપ્રાકૃત ખુદાની બંદગીમાં મગ્ન હતા તો પછી મને કેવી રીતે જોઈ શક્યા ?”
બાદશાહને પોતાની ભૂલ સમજાઈ અને પોતાની આંખ ખોલવા માટે તેમણે તે સ્ત્રીને અભિનંદન આપ્યાં. સાચે જ, પ્રભુના પ્રેમમાં પાગલ બનીને જગતની અન્ય ચીજો ભૂલ્યા વગર પ્રભુની પ્રાપ્તિ થતી નથી.
નમતાનો આદર્શ
-
-
છેલ્લાં દોઢસો વર્ષમાં બંગાળમાં જે અનેક મહાનુભાવો થયા તેમાં એક શ્રીભૂદેવ મુખોપાધ્યાય પણ હતા.
તેમણે પોતાની હયાતીમાં જ એક લાખ સાઠ હજાર રૂપિયાની પોતાની સંપત્તિનું એક ટ્રસ્ટ બનાવ્યું અને તેમાંથી સમસ્ત ભારતીય સ્તરના ઉચ્ચ કક્ષાના સદાચારી વિદ્વાનોને પુસ્તક ભેટના રૂપમાં અથવા તો વિશેષ સંશોધન માટે શિષ્યવૃત્તિના રૂપમાં સહાય મોકલવાનું ચાલુ કર્યું. આ શિષ્યવૃત્તિ મેળવવા માટે ન કોઈ અરજીપત્રક ભરવું પડતું કે ન તો પોતે રકમ લેવા જવું પડતું. જે રકમ નક્કી થઈ હોય તે મનીઑર્ડર દ્વારા તે વિદ્વાનને ઘેર બેઠાં જ પહોંચી જતી.
જ્યારે આ ટ્રસ્ટનો પ્રથમ વાર્ષિક રિપોર્ટ બહાર પાડવાનો હતો. ત્યારે તેમાં લખેલું : “જે જે વિદ્વાન અધ્યાપકોને આ શિષ્યવૃત્તિનો લાભ મળ્યો તેમની નામાવલી નીચે પ્રમાણે છે.”
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૨
ચારિત્ર્ય-સુવાસ
શ્રીમદ્ મુખોપાધ્યાયે આ વાંચ્યું ત્યારે તરત જ તેમણે સુધારો કરાવ્યો : “જે જે મહાનુભાવોએ આ ટ્રસ્ટની શિષ્યવૃત્તિ સ્વીકારવાની સહર્ષ અનુમતિ આપવાની મહેરબાની કરી તેઓની શુભનામાવલી નીચે પ્રમાણે છે.”
જુઓ ભારતીય સંસ્કૃતિના મહાન પુરસ્કર્તાઓની વિદ્વાનો માટેની અને વિદ્યા માટેની ઉદાત્ત ભાવના ! તેમના મનમાં વિદ્વાનો અને સરસ્વતીના આરાધકો પ્રત્યે કેટલું બહુમાન હશે તેનો આવા પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે.
૩૮
હિંદીના પ્રસિદ્ધ કવિ ભારતેન્દુ હરિશ્ચન્દ્ર પોતાની ઉદારતા માટે ખૂબ જ જાણીતા હતા. તેમના જીવનમાં એક સમય એવો આવ્યો કે પોતે લખેલા કાગળ ટપાલમાં નાખવા માટે તેમની પાસે ટિકિટના પૈસા પણ નહોતા. આમ હોવા છતાં તેઓ ટપાલનો જવાબ લખી, તે ટપાલ પોતાના ટેબલ ઉપર મૂકી રાખતા.
એક વખત તેમના એક મિત્ર તેમને મળવા આવેલા. તેમણે ટપાલનો થોકડો જોયો અને બધી વાત સમજી ગયા. તુરત જ ટિકિટો લઈ આવીને બધી ટપાલ પોસ્ટ કરી દીધી.
થોડા સમય પછી ભારતેન્દુની આર્થિક સ્થિતિ સારી થઈ ગઈ. પેલા જૂના મિત્ર મળે ત્યારે ભારતેન્દુજી તેમને પોસ્ટની ટિકિટના પાંચ રૂપિયા આપે પણ મિત્ર તેનો અસ્વીકાર જ કરે.
આખરે ભારતેન્દુજીના મિત્ર થાક્યા ત્યારે કહે, “જો તમે પાંચ રૂપિયાની વાત કાઢશો તો મારે તમને મળવા આવવાનું બંધ
Page #54
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
૪૩
કરવું પડશે.”
ભારતેન્દુજી કહે, “ભાઈ ! તમે મને પાંચ રૂપિયાની મદદ એવા સમયે કરી છે કે દરરોજ હું તમને પાંચ રૂપિયા આપું તો પણ તેનો બદલો વાળી શકું તેમ નથી. તમે તો મારા મહાન ઉપકારી છો.”
૩૯
દયા
અવતાર
- ઈ. સ. ૧૭૭૫ લગભગની આ વાત છે. રાજસ્થાનના જયપુર રાજ્યના તત્કાલીન દીવાન શ્રી અમરચંદજી સૌગાની પોતાના દયાળુ સ્વભાવ અને દાનેશરીપણાથી સમસ્ત પશ્ચિમ ભારતમાં પ્રસિદ્ધ હતા.
એક દિવસ સાંજના સમયે તેઓને સમાચાર મળ્યા કે જયપુર પાસેના એક નાનકડા ગામડામાં એક ગરીબ વૃદ્ધાનો એકનો એક દીકરો બહુ બીમાર છે પણ દવા કરાવવાનું તેની પાસે કોઈ સાધન
નથી.
દીવાન સાહેબે પોતે જ તુરત ત્યાં જવાનું નક્કી કર્યું. સાંજનો સમય થઈ ગયો હોવાથી ઘરના સભ્યોએ સવારે જવા વિનંતી કરી પરંતુ જેના હૃદયમાં કરુણાની જ્યોત જાગી ચૂકી હતી તેવા દીવાનજીએ પોતાના મોટા પુત્રને લઈને, જરૂરી સામગ્રી સાથે તે ગામડા પ્રત્યે પ્રયાણ કર્યું.
જયપુરની હદ વટાવતાં જ, મહારાજા માધવસિંહ બહારગામથી પાછા ફરતા હતા તેમનો ભેટો થયો. મહારાજે પૂછ્યું : “કેમ દીવાનજી, આ સમયે કઈ તરફ ?” દીવાનજીએ
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૪
ચારિત્ર્ય-સુવાસ
તો કાંઈ કહ્યું નહીં પરંતુ તેમના પુત્રે સઘળી વાતો કહી સંભળાવી. આ સાંભળી મહારાજા કહે, ‘દીવાનજી, આ કામ તમારે જાતે કરવાની શી જરૂર છે, રાજવૈદ્ય અને માણસોને જ મોકલી દો તો કેમ ?’
:
દીવાનજી કહે, ‘મહારાજ, મારો પુત્ર બીમાર હોત તો હું જાત કે નહીં ? આ પણ મારો પુત્ર જ છે એમ જાણીને જાઉં છું.’
મહારાજે વિશેષ રોકટોક ન કરી અને દીવાનજી પોતાની જાતે જ સેવા કરવાનું આ કામ કરવા માટે ચાલી નીકળ્યા ! ધન્ય દયાવતાર અને ધન્ય તેમનું પ્રજાવાત્સલ્ય !!
જ્યાં પ્રજા પ્રત્યે રાજ્યકર્તાઓનો આવો પ્રેમ હોય ત્યાં રાજા માટે પ્રજા પોતાના પ્રાણ પાથરે તેમાં શું નવાઈ ?
૪૦
છાડો ખોદે તે પડે
ઈ.સ. ૧૯૫૦માં બનેલી આ વાત છે. મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક નાનું ગામ. એક ખેડૂત પોતાની ભેંસ વેચીને ઘેર પાછો ફરતો હતો પરંતુ મોડું થવાથી રસ્તામાં રાતવાસો કરવા એક ઠાકુરને ત્યાં રોકાયો.
વાતચીત દરમ્યાન ઠકુરને ખબર પડી ગઈ કે ભેંસને વેચ્યાની રૂ. ૭૦૦ની રકમ આ માણસ પાસે છે. તેની દાનત બગડી અને તેણે પોતાના નોકરને ખાનગીમાં બોલાવીને બીજે દિવસે સવારે તે ખેડૂતને ગોળી મારી તેના પૈસા લઈ લેવા, તેવો હુકમ કર્યો. વહેલી પરોઢે નોકર બંદૂક લઈને ખેતરમાં જઈને સંતાઈ
Page #56
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
૪૫
ગયો અને ખેડૂતના આવવાની રાહ જોવા લાગ્યો. આ બાજુ ખેડૂત ઊઠ્યો પણ તે બીજે રસ્તેથી નીકળી ગયો.
ઘણી વાર થઈ ગઈ અને બંદૂકનો અવાજ ન આવ્યો તેથી ઠાકુરે પોતાના દીકરાને તપાસ કરવા ખેતર બાજુ મોકલ્યો. થોડું થોડું અંધારું હતું તેથી નોકરે એમ જાણ્યું કે ખેડૂત આવ્યો તેથી તેણે ગોળી છોડી. ગોળી વાગવાથી ઠાકુરનો પુત્ર મરણને શરણ થયો.
ઠાકુરને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે માથું કૂટી રડવા લાગ્યો, પણ પોતે જ કરેલા પાપનું ફળ પોતાને મળ્યું તેમાં કોઈ શું કરે ?
૪૧.
CRSoul Bigelo
મહારાષ્ટ્રના એક નાના ગામમાં સૂર્યાજી પંત નામના એક સાત્ત્વિક પુરુષ રહેતા હતા. તેમને ઘેર નારાયણ નામનો એક નાનો પુત્ર હતો.
બાળક હજુ તો બાર વર્ષનો થયો હતો ત્યાં માને પુત્રવધૂનું મોટું જોવાની તીવ્ર ઈચ્છા થઈ અને આખરે પિતાને નમતું જોખીને સંબંધ કરવો પડ્યો.
બાર વર્ષના કિશોર નારાયણને પરણાવવા જાનૈયાઓ સહુ હર્ષભેર રવાના થયા. વાજતેગાજતે સહુ લગ્નમંડપમાં આવી પહોંચ્યાં. બ્રાહ્મણોએ લગ્નવેદી તૈયાર કરી હતી. મંગળાષ્ટક શરૂ થતાં “શુભમંગળ સાવધાન' આ શબ્દો નારાયણના કાને પડ્યા અને ખરે જ તેની જાણે કે જાદુઈ અસરથી તે કિશોર સાવધાન
Page #57
--------------------------------------------------------------------------
________________
૪s
ચારિત્ર્ય-સુવાસ
થઈ ગયો. તરત જ ઊભો થઈને તે ભાગ્યો અને આજનો દિવસ અને કાલની ઘડી એ ન્યાયે પાછો જ ન ફર્યો.
એક તો પૂર્વજન્મની આરાધનાના સંસ્કાર, એકાંતવાસની સાધના, બાર વર્ષનું કઠિન તપ તથા તીર્થયાત્રા અને સત્સંગનો લાભ, આવાં અનેક કારણોથી આ કિશોર આગળ જતાં મહાન યોગી તરીકે પ્રસિદ્ધિ પામ્યો. આખા મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ મઠ સ્થાપીને તેઓએ લોકોમાં રાષ્ટ્રીય ભાવના જગાડી અને શિવાજી મહારાજના ગુરુપદે રહી તેમને દરેક પ્રકારની દોરવણી અને સહકાર આપ્યાં. તેઓ ભારતના સંતોમાં “સમર્થ ગુરુ રામદાસ'ના નામથી ઓળખાયા. સાદાઈ, સંતોષ, સહનશીલતા સર્વધર્મસમભાવ, સ્વાશ્રય, ભારતીય સંસ્કૃતિ પ્રત્યે બહુમાન, ઊંચનીચની માન્યતાનો અભાવ વગેરે સિદ્ધાંતોનો દક્ષિણ ભારતમાં પ્રચાર કરી તેઓએ દેશની સેવા કરી.
૪૨
ખરો પ્રાપ્ત
-
-
-
-
- -
-
-
-
-
મહારાષ્ટ્રમાં ગોદાવરી નદીને કિનારે પૈઠણ નામનું એક પ્રસિદ્ધ તીર્થ છે. એકનાથજી નામના એક મોટા મહાત્મા ત્યાં નિવાસ કરતા હતા.
તે નગરમાં, નદીએ નાહવા જવા માટેના રસ્તા ઉપર એક ઘર્મશાળા હતી. તેમાં એક ખાઈબદલો પઠાણ રહે. આવતા-જતા યાત્રાળુઓને હેરાન કરવામાં જ તે પોતાની મોટાઈ માનતો.
મહાત્મા એકનાથજીને હેરાન કરવાનો તેણે નિશ્ચય કર્યો અને નદીમાં સ્નાન કરીને જ્યારે મહાત્મા પાછા ફરતા હતા ત્યારે
Page #58
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
૪૭
તેમના ઉપર કોગળો કર્યો. મહાત્મા પાછા જઈ ફરીથી સ્નાન કરી આવ્યા, તો ફરીથી તેણે કોગળો કર્યો. આ પ્રમાણે ઘણી વાર થયું તોપણ એકનાથજીએ ન તો ગુસ્સો કર્યો કે ન તો પ્રતિકાર કર્યો. આખરે પેલો પઠાણ પીગળી ગયો અને મહાત્માને પગે પડીને કહે, “મહારાજ ! તમે જ ખુદાના સાચા બંદા છો, મને માફ કરી દો.'
એકનાથજી કહે, “ભાઈ, એમાં માફ કરવા જેવું કશું નથી. તારે લીધે આજે મને ગોદાવરીમાં અનેક વાર સ્નાન કરવાનો લાભ મળ્યો.”
પેલો પઠાણ તો સ્તબ્ધ થઈ ગયો અને તેનું આખું જીવન બદલાઈ ગયું. હવે તે આવતા-જતા મુસાફરો અને યાત્રાળુઓને દરેક રીતે મદદરૂપ થવા લાગ્યો.
૪૩
સંયમથી સિદ્ધ
વિશ્વવિજેતા થવાની મહત્ત્વાકાંક્ષા રાખનાર નેપોલિયન બોનાપાર્ટ નાનપણમાં બહુ સામાન્ય સ્થિતિમાં ઊછરેલો. પાછળની વિદ્યાર્થી અવસ્થામાં ભણવા માટે તે “અકલોની' નામના નગરમાં એક નાઈ (જામ)ને ઘેર રહ્યો હતો. નાઈની પત્ની તેના સૌન્દર્ય અને શરીરસૌષ્ઠવથી તેના પ્રત્યે આકર્ષાઈ હતી અને વિવિધ ચેષ્ટાઓથી તેને પોતાના પ્રત્યે ખેંચવા પ્રયત્ન કરતી હતી, પરંતુ આ ભાઈ તો પોતાનાં પુસ્તકોમાંથી નવરા પડે નહીં અને તેણીની તરફ કાંઈ ધ્યાન આપે નહીં. આ પ્રકારે સંયમ રાખીને તેણે વિદ્યાની આરાધના કરેલી.
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૮
ચારિત્ર્ય-સુવાસ થોડાં વર્ષો પછી જ્યારે નેપોલિયન ફ્રાંસનો મુખ્ય સેનાપતિ બન્યો ત્યારે એક વાર તેને તે નગરમાં આવવાનું થયું. નાઈની પત્ની પોતાની દુકાનમાં બેઠી હતી. નેપોલિયને તેને પૂછ્યું, “અહીં એક બોનાપાર્ટ નામનો વિદ્યાર્થી ભણતો હતો તેને તમે ઓળખો છો ?”
પેલી સ્ત્રી કહે, “જવા દો, તેવા નીરસ પુરુષની વાત, તે તો બસ પુસ્તકનો કીડો થઈને રહેતો. નિરાંતે કોઈની સાથે પ્રેમપૂર્વક મીઠી વાતો પણ કરવાની તેને ફુરસદ નહોતી.'
નેપોલિયન હસ્યો. “તમારી વાત સાચી છે. તે હતો તો નીરસ જ, પરંતુ જો તમારી રસિક વાતોમાં તે અટવાઈ ગયો હોત તો સમસ્ત દેશના પ્રધાન સેનાપતિપદ સુધી પહોંચવાનું તેના માટે શક્ય બન્યું હોત ખરું ?' જૂનું સ્મરણ તાજું થવાથી પેલી
સ્ત્રી બધી વાત સમજી ગઈ અને તેણે તે મહાપુરુષનું યોગ્ય સન્માન કર્યું.
૪૪
શાસ્ત્ર પ્રમાણે ધર્મનું દાન
મહાત્મા ઈસુ ખ્રિસ્તની પાસે ધર્મલાભ લેવા માટે બે માછીમારો આવ્યા. તેમને સુંદરતા ઉપર બહુ આસક્તિ હતી. જીસસ સાહેબ કહે, “તમારી આ સુંદર-સુંદર ગૂંથેલી (માછલાં પકડવાની) જાળોને હંમેશને માટે છોડી દો તો હું તમને ધર્મનો બોધ કરું.”
બીજો એક પ્રસંગ છે : પ્રતિષ્ઠા અને આબરૂના ઘમંડવાળો એક માણસ મહાત્મા જીસસ પાસે આવ્યો. તે જ દિવસે તેમની પાસે જાય તો તેને પોતાની પ્રતિષ્ઠા હલકી પડવાની બીક લાગતી
Page #60
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
હતી, તેથી તેણે મહાત્મા જીસસ પાસે રાત્રે જઈ ઘર્મબોધ આપવા માટે પ્રાર્થના કરી. મહાત્માએ તે સમયે બોધ આપ્યો નહીં અને તે માણસને દિવસે આવવા જણાવ્યું.
આમ જ્યાં સુધી સાધના જીવનમાં લક્ષ્ય બંધાય નહીં ત્યાં સુધી તેનામાં યથાર્થ પાત્રતા આવતી નથી. જ્યારે સદ્વર્તન દ્વારા શ્રીગુરુનો બોધ પચાવવાની તાકાત આવે છે ત્યારે જ તેમનો સાચો બોધ મળે છે. આમ બન્યા વિના બાહ્ય ક્રિયાકાંડ વગેરે અથવા બીજા જપ-તપ-શાસ્ત્રાભ્યાસ લાંબો સમય સુધી કર્યા છતાં ફળ મળતું નથી, કારણ કે અપૂર્વ માહાસ્યવાળા પરમાત્મતત્ત્વમાં પરમ પ્રેમ ઊપજ્યો નથી તો સાચી એકાગ્રતા ક્યાંથી આવે અને તેના વિના સાચી સમાધિ કેવી રીતે પ્રગટે ?
૪૫
પ્રથમ સ્થાનો અધિકારી
+--
-------
-
-
--------
-
------
---
-----
-----
-
~---
--
---
-----
ઉદયન મંત્રીના પુત્ર બાહડે પિતાની અધૂરી રહેલી ઇચ્છા પૂરી કરવા જૈનોના શત્રુંજય તીર્થનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. તીર્થોદ્ધારનો આરંભ થયો ત્યારે આ પુણ્યકાર્યમાં ભાગ લેવા ઘણા ગૃહસ્થો આવ્યા અને કહેવા લાગ્યા કે મંત્રીજી ! અમને પણ પુણ્યકાર્યમાં યથાશક્તિ ભાગ લેવા દો. જોકે તમે એકલા તે કાર્ય કરવાને સમર્થ છો, છતાં અમને પણ પુણ્યકાર્ય કરવામાં થોડો ફાળો આપવા દો. ગૃહસ્થીઓએ યથાશક્તિ પૈસા આપવા માંડ્યા. મંત્રીએ તે બધાનાં નામ ટીપમાં ભર્યા. એવામાં “ભીમો કુલડિયો’ નામનો એક ગરીબ વણિક સાત પૈસા લઈને આવ્યો અને બોલ્યો : “મંત્રીજી, હું આ સાત પૈસા મહામહેનતે બચાવીને
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૦
ચારિત્ર્ય-સુવાસ
લાવ્યો છું. વિશેષ તો મારી પાસે કશું નથી. મારા રોમરોમમાં ભક્તિ ઉલસી રહી છે. હું જાણું છું કે આ સાત પૈસાનો ટીપમાં કોઈ હિસાબ નથી પરંતુ એ અલ્પ રકમ સ્વીકારી મને આભારી કરો.”
જેવો દાની હતો તેવો તેનો સ્વીકારનાર હતો. મંત્રીએ ખૂબ હર્ષોલ્લાસપૂર્વક તે સાત પૈસાનો સ્વીકાર કર્યો. પરંતુ તેઓ તેટલેથી અટક્યા નહિ, તેઓએ તો ટીપમાં સૌથી પહેલું નામ ભીમાનું લખ્યું. શેઠિયાઓએ ટીપ જોઈને પૂછ્યું : “મંત્રી ! આમ કેમ ?' મંત્રી બોલ્યા “ભીમો જે કમાયો અને જે તનતોડ મહેનતથી ભેગું કર્યું તે સર્વસ્વનું દાન તેણે કર્યું. જ્યારે હું અને તમે કમાઈનો અમુક જ ભાગ લાવ્યા છીએ, માટે પ્રથમ સ્થાનનો અધિકારી સર્વસ્વનું દાન કરનાર ભીમો છે.”
૪s
કરુક્ટર સંf
ભક્તિમાર્ગમાં, સંકીર્તનનો મહિમા વધારનાર સંતોમાં શ્રી ચૈતન્યદેવ ખૂબ જ જાણીતા છે (ઈ.સ. ૧૪૮૫-૧૫૩૩).
ચોવીસ વર્ષની વયે સંન્યાસધર્મ ગ્રહણ કર્યા પછી તેઓએ પ્રભુનામના મહિમાનો પ્રચાર કરવા ભારતના અનેક પ્રદેશોમાં પરિભ્રમણ કર્યું. એક વાર તેઓ બંગાળમાં રાઢ (કલકત્તાની પશ્ચિમે) પ્રદેશમાં એક નાના ગામમાં આવી પહોંચ્યા. તેમને ખબર પડી કે એક વિધવા બ્રાહ્મણ બાઈ ભૂખને લીધે એક જગ્યાએ પડી છે. સંકીર્તન ચાલુ થવાને એક-બે કલાક બાકી હશે ત્યાં તો ચૈતન્યદેવ પોતે ભિક્ષાનું પાત્ર લઈ ગામમાં સીધું લેવા નીકળી
Page #62
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
૫૧
પડ્યા. ત્રણ-ચાર ઘેરથી થોડું થોડું લાવી ભેગું થયેલું સીધું તેમણે તે ભૂખી બ્રાહ્મણ બાઈની સમક્ષ મૂકી કહ્યું, “માતાજી ! હું તમારો બાળક છું. તમારે માટે ભિક્ષા લાવ્યો છું. તે રાંધો અને ખાઓ.”
આવાં હૃદયના ઊંડાણમાંથી નીકળેલાં પ્રેમપૂર્ણ વચનો સાંભળી તે બ્રાહ્મણ બાઈની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યાં. બ્રાહ્મણબાઈએ જ્યારે જાણ્યું કે આ બાળક તો પ્રસિદ્ધ ભક્તરાજ શ્રી ચૈતન્યદેવ છે ત્યારે તેના આનંદનો પાર રહ્યો નહીં.
પરોપકાર, પરદુઃખઅપહારકતા અને જગતના બધા જીવો સાથે આત્મીયતાનો વ્યવહાર સંતોના જીવનમાં સહજપણે વણાઈ ગયેલાં હોય છે.
અહિંસા ધર્મનું પોતાના રાજ્યમાં દૃઢતાથી પાલન કરાવનાર મહારાજા કુમારપાળનું નામ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે.
તેમના રાજ્યમાં અનેક ચતુર મંત્રીઓ અને સુભટ સેનાપતિઓ હતા. એક વખત રાજદરબારમાં તેમણે પોતાના એક પીઢ અને વૃદ્ધ મંત્રી શ્રી આલિગને પૂછ્યું, “મંત્રીજી, હું ગુણસંપત્તિ વગેરેમાં જયસિંહ-સિદ્ધરાજથી હીન છું, સમાન છું કે અધિક છું ?'
મંત્રી કહે, “મહારાજ ! જયસિંહ-સિદ્ધરાજમાં તો અઠ્ઠાણું ગુણ હતા અને બે જ દોષ હતા, જ્યારે આપનામાં તો બે જ ગુણ છે અને અઠ્ઠાણું દોષ છે.”
રાજાએ જ્યારે પોતાના જ મંત્રી દ્વારા પોતાનું દોષયુક્ત જીવન જાણ્યું ત્યારે તેણે તેવા દોષવાળા જીવન કરતાં મૃત્યુને
Page #63
--------------------------------------------------------------------------
________________
પર '
ચારિત્ર્ય-સુવાસ
પસંદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. મંત્રી ચતુર હતા. તેમણે તુરત રાજાને કહ્યું, “મહારાજ ! સિદ્ધરાજમાં જે અઠ્ઠાણું ગુણ હતા તે તેના બે મહાન દુર્ગુણોમાં તદ્દન છુપાઈ જાય છે. સમરાંગણમાં કાયરતા અને સ્ત્રીલંપટતા. જ્યારે આપનામાં જે પણતા (લોભીપણું) આદિ દોષ છે તે બધાય આપના બે અતિ મહાન ગુણોમાં ક્યાંય છુપાઈ જાય છે – સમરાંગણમાં શૂરવીરતા અને પરસ્ત્રીમાં સહોદરપણાની ઉચ્ચ ભાવના. (પરસ્ત્રી સાથે ભાઈ તરીકે વર્તવું તે.)
આ સાંભળી રાજા કુમારપાળ સ્વસ્થ થયા અને પીઢ મંત્રીના સ્પષ્ટ પણ ન્યાયોચિત અભિપ્રાયની તેમણે પ્રશંસા કરી, અને પોતાની ભૂલ સુધારવા માટે દૃઢ સંકલ્પ કર્યો.
४८
મસ્યા પણ રહ્યા હી
વર્તમાનમાં જે શિક્ષણ આપણને મળે છે તે આપણા જીવનવિકાસમાં કેટલા અંશે મદદરૂપ છે અને વ્યવહારજીવનની અનેક સમસ્યાઓને ઉકેલવામાં તે કેટલું ઉપકારી છે તે વિચાર કરવા યોગ્ય છે. વર્તમાન શિક્ષણે આપણા આવા પ્રયોજનને મોટે ભાગે સિદ્ધ કર્યું નથી તે દર્શાવતા ભણેલાઓના નીચેના બે પ્રસંગો રસપ્રદ અને બોધક છે.
(૧) એક બી.એ. થયેલા શિક્ષકને દાગીના ઘડાવવા સોનીની પાસે જવાનું થયું. સોનાનું વજન કરતાં બે આનીની જરૂર પડી પણ સોની પાસે તે નહોતી. સોનીએ શિક્ષક ભાઈને પૂછ્યું કે તમારી પાસે બે આની હોય તો આપો. શિક્ષક પાસે બે આની
Page #64
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
છૂટી નહોતી તેથી તેમણે પૈસાના આઠ સિક્કા આપ્યા. સોની તો હસી હસીને ઢગલો થઈ ગયો અને ગ્રેજ્યુએટની કિંમત તેણે આંકી લીધી.
(૨) એક વખત એક નિશાળના હેડમાસ્તરે પોતાના વિદ્યાર્થીઓને ડ્રિલ શીખવવા માટે જોડેના ગામની નિશાળના ડ્રિલ માસ્તરને બોલાવ્યા. તેમને લેવા માટે સ્ટેશને મોટર મોકલી. ડ્રિલ-શિક્ષણનું કામ પૂરું થયું અને તે શિક્ષકને સ્ટેશન સુધી પહોંચાડવા માટે રાજ્યના શિક્ષણ ખાતા ઉપર ચિઠ્ઠી લખીને મોટર મંગાવી. થોડી વારે બીજી ચિઠ્ઠી લખી પેલા ડ્રિલ-માસ્તરને વંચાવી. જેમાં લખ્યું હતું કે “મોટર સાથે ડ્રાઈવરને પણ મોકલજો લખવાનું હું આગલી ચિઠ્ઠીમાં ભૂલી ગયો છું. ડ્રિલ-માસ્તર આ વાંચીને ખૂબ હસ્યા અને કહે, “સાહેબ ! મોટર આવશે તો એકલી તો નહીં જ આવે ને !'
ભણવાની સાથે સાથે ગણીએ તો આવા છબરડા જીવનમાં ન વળે તે આપણે આવા પ્રસંગોમાંથી શીખવાનું છે.
૪૯
ક્ષમાની સાચી સાધના
સંસારમાં અનેક વિદુષી સ્ત્રીઓને કર્કશ પતિ મળે છે અને અનેક મહાપુરુષોને કર્કશા પત્ની મળે છે, છતાં વિચારશીલ વ્યક્તિ પોતાની સમજણના બળ વડે ગૃહસંસારને સ્વર્ગસમાન બનાવી દે છે. મહાન ભક્ત તુકારામની પત્ની પણ ખૂબ જ કર્કશ સ્વભાવની હતી.
એક દિવસ તુકારામ શેરડીના સાંઠા લઈને ઘેર આવતા
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૪
ચારિત્ર્ય-સુવાસ
હતા. રસ્તામાં ગરીબ માણસો અને તેમનાં નાનાં છોકરાં સામાં મળ્યાં. તેમણે દયાભાવનાથી પ્રેરાઈને શેરડીના સાંઠા ગરીબોને વહેંચવા માંડ્યા. છેવટે એક જ સાંઠો તુકારામ પાસે બચ્યો. તે તેમણે ઘેર જઈને પત્નીને આપ્યો. પત્નીને ખબર પડી ગયેલી કે તુકારામે રસ્તામાં ઘણાબધા સાંઠા ગરીબોને આપી દીધા છે. આથી ક્રોધે ભરાઈને શેરડીનો સાંઠો તુકારામના બરડા ઉપર માર્યો. સાંઠાના બે કકડા થઈ ગયા. તુકારામ જરા પણ ગુસ્સે થયા વગર હસતા મુખે બોલ્યા, “વાહ ! ખૂબ જ સમજુ સ્ત્રી છે. તને મારા ઉપર કેટલો બધો પ્રેમ છે ! શેરડી જેવી ચીજ પણ તને એકલી ખાવી ગમી નહીં, તેથી આપણા બન્ને માટે ભાગ પાડ્યા. વાહ શી તારી સમજણ છે ! આ વાણી સાંભળીને સ્ત્રીને ઘણો જ પશ્ચાત્તાપ થયો અને તેણે પતિની માફી માગી.
પ)
પૂcપૂર્વ રમીએ
બારમી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર ભારતમાં સમ્રાટ પૃથ્વીરાજની આણ વર્તતી હતી.
એક વાર એક મોટા યુદ્ધમાં સમ્રાટ અને તેના અનેક સામંતો અને અંગરક્ષકો ખૂબ જ ખરાબ રીતે ઘવાયા હતા. સમ્રાટ પોતે લગભગ બેભાન હતા. રણમેદાનમાં મૃત્યુ પામેલા અનેક સૈનિકોનાં મડદાંને ખાવા ગીધો આકાશમાં ઊડી રહ્યાં હતાં. એક ગીધ, સમ્રાટને મરેલો જાણી તેના તરફ આવ્યું. સમ્રાટના અંગરક્ષક સંયમરાયે તે ગીધને જોયું કે તરત તેણે પોતાના શરીરમાં તલવાર મારી માંસનો મોટો ટુકડો તે ગીધ તરફ ફેંક્યો. ગીધ તે ટુકડો
Page #66
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
૫૫
ખાવામાં રોકાઈ ગયું.
બીજું સૈન્ય સમ્રાટની મદદે આવે તે પહેલાં સંયમરાયને અનેક વખત પોતાના શરીરનું માંસ ગધોને આપવું પડ્યું. સદ્દભાગ્યે નવી મદદ આવી ગઈ અને સમ્રાટ તો બચી ગયા પરંતુ તેમના અંગરક્ષક સંયમરાયના શરીરનું ઘણું માંસ ગીધોને ખવરાવવાના કામમાં આવી ગયું હતું તેથી તે તો વીરગતિને પામ્યા.
સંયમરાયનું પાર્થિવ શરીર તો ચાલ્યું ગયું પરંતુ પોતાના સ્વામી પ્રત્યે જીવનના છેલ્લા શ્વાસ સુધી ઝઝૂમનાર તે વીરની ઉજ્વળ કીર્તિને કોણ નષ્ટ કરી શકે તેમ છે ?
પ૧
અમો આદર
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
યૌવન
આગ
નેપોલિયન બોનાપાર્ટ સમ્રાટ બની ગયો ત્યાર પછી એક વખત તે પોતાની પ્રેયસી સાથે એક નાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે બાઈને પોતાના ઉચ્ચ કુળનું, ધનનું તથા યૌવનનું અભિમાન હતું.
તેઓ આગળ ચાલ્યા ત્યાં એક સાંકડો માર્ગ આવ્યો. રાજા કોઈ કારણસર થોડાં પગલાં પાછળ રહી ગયો. એટલામાં એક ગરીબ મજૂર માથા ઉપર ભાર લઈને સામેથી આવ્યો. પેલી બાઈ તો વટથી પહેલાંની જેમ જ ચાલતી રહી, જાણે કે તેણે પેલા સામેથી આવતા મજૂરને જોયો ન હોય મજૂરના માથા પર મોટું પોટલું હતું તેથી તેને ખૂબ સાચવીને ચાલવું પડતું હતું.
પાછળથી નેપોલિયને આ જોયું કે તરત તેણે ઝડપથી પેલી બાઈનો હાથ ખેંચી તેને રસ્તાની એક બાજુએ ખેંચી લીધી અને
પગલાં
Page #67
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
કહ્યું : ‘જુઓ, આ માણસના માથા ઉપર આટલો બધો ભાર છે. આપણી ફરજ છે કે તેને માર્ગ આપવા માટે એક બાજુ ખસી જવું, જેથી તેને તકલીફ ન થાય અને અકસ્માત થતો બચી જાય.' ‘ભાર'ને માન આપવાથી શ્રમનું સન્માન થાય છે અને શ્રમનું સન્માન કરવાથી માનવમાત્રનું સન્માન થાય છે. આ વાત કેવળ શ્રીમંતાઈમાં ઊછરેલા અભિમાની જીવોને ક્યાંથી સમજાય ?
પ
આમ સા બ
રાજા અક્બર દરબાર ભરીને બેઠા હતા. તેમણે ભીંત ઉપર એક લીટી દોરી અને સભાજનોને કહ્યું કે આ લીટીને કાપ્યા વગર તેને ટૂંકી બનાવી દો. સૌ વિચારમાં પડી ગયા કે આમ કઈ રીતે થાય ?
૫૨
હાજરજવાબી બીરબલ તરફ સૌની નજર ગઈ. તેઓ ભીંત પાસે આવ્યા. બાદશાહે દોરેલી લીટીની બાજુમાં તેનાથી મોટી એક લીટી દોરી. સભાજનોને અને રાજાને જવાબ મળી ગયો. બીરબલે દોરેલી લીટીની સરખામણીમાં હવે રાજાની લીટી ટૂંકી લાગતી હતી.
આ વાતને જીવનમાં લાગુ પાડીએ તો આપણું જીવન ઉદાત્ત બની જાય. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને નીચે પાડવા માટે તેની ભૂલો કે મર્યાદાઓ શોધવાની જરૂર નથી, પરંતુ આપણી જાતને કે સંસ્થાને સારાં કાર્યોથી કે ગુણોથી આગળ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ.
Page #68
--------------------------------------------------------------------------
________________
વેપારીની પ્રામાણિકતા
ગુજરાતની ઉત્તરે કચ્છના પ્રદેશમાં માંડવી નામનું એક બંદર છે. થોડા દશકા પહેલાં આ બંદરેથી દેશપરદેશ સાથેનો વેપાર મોટા પ્રમાણમાં ચાલતો અને વિવિધ દેશોમાંથી અનેક વહાણો અહીં ખાલી થતાં.
૫૩
આ ગામમાં એક ઇમાનદાર વેપારી રહે. તેના જીવનનો મુદ્રાલેખ જ પ્રામાણિકતાનો; જેથી આખા પ્રાંતમાં તેની શાખ હતી.
એક વાર જામનગરથી રેશમી કાપડની ગાંસડીઓ આવી, પણ કોઈ કારણસર શેઠની પાસે તે છોડાવવા માટેની રસીદો ન પહોંચી શકી. ઘરાકોના દબાણને લીધે શેઠે મુનીમજીને બંદર ઉપર મોકલ્યા અને માલ છોડાવી લાવવા કહ્યું. શેઠની શાખથી કસ્ટમ ઑફિસરે જકાત લઈ માલ છોડાવી મુનીમજીને સોંપ્યો.
ઘરાકોને માલ પહોંચાડી શેઠે રસીદ જોઈ તો જકાતની ૨કમ બહુ જ નાની લાગી. શેઠે મુનીમજીને બોલાવી પૂછ્યું તો મુનીમજીએ કહ્યું કે રેશમી કાપડ પર ચારગણી જકાત હોવાથી વહાણમાં સુતરાઉ કાપડ આવ્યું છે એમ મેં કસ્ટમ ખાતાને જણાવેલું જેથી આપણી જકાત બચી જાય.
શેઠ તુરત જ રસીદ લઈને કસ્ટમ ખાતામાં ગયા અને કસ્ટમઑફિસરની માફી માગી અને ચારગણી રકમ જકાતમાં ભરી દીધી. ઘેર આવીને મુનીમજીને કહ્યું કે આવું અપ્રામાણિક કાર્ય ભવિષ્યમાં કદી પણ કરશો તો મારી પેઢીમાંથી તુરત જ છૂટા કરીશ.
શેઠની પ્રામાણિકતા જોઈ મુનીમજી તો ડઘાઈ જ ગયા, પણ
Page #69
--------------------------------------------------------------------------
________________
પ૮
ચારિત્ર્ય-સુવાર
કસ્ટમ-ઓફિસર પણ મનમાં તેમને ધન્યવાદ આપતો રહ્યો.
૫૪
શૂરવીરતાનું સન્માન
વર્તમાન મૈસૂર અને આંધ્રપ્રદેશની સરહદ પાસે બેલ્લારી નામનું એક નગર છે.
લગભગ ઈ. સ. ૧૬૬પમાં જ્યારે છત્રપતિ શિવાજી પોતાનું રાજ્ય વિસ્તારી રહ્યા હતા ત્યારે તેઓએ બેલ્લારીના રાજ્ય પર ચઢાઈ કરી. તે વખતે બેલ્લારીમાં કોઈ રાજા ન હતો પરંતુ રાજ્યનો વહીવટ મલબાઈ દેસાઈ નામની એક શૂરવીર વિધવાબાઈ ચલાવતી હતી. પ્રબળ મરાઠા લશ્કર સામે બેલ્લારીનું નાનું લશ્કર કેટલી ટક્કર ઝીલી શકે ? તોપણ યુદ્ધ તો થયું જ અને આખરે મલબાઈને કેદ કરીને શિવાજી મહારાજ સમક્ષ હાજર કરવામાં આવી.
પરાજય પામેલી હોવા છતાં મલબાઈની છટા, પ્રસન્નતા અને હિંમત જોઈને શિવાજી નવાઈ પામ્યા. મલબાઈએ સ્પષ્ટપણે કહ્યું કે તમે મૃત્યુદંડ આપી શકો છો પણ કોઈ રીતે મારું અપમાન કરશો નહીં.
શિવાજી શૂરવીરતાના પૂજક હતા. તેમણે મલબાઈને કહ્યું, “મારી માતા જીજાબાઈની જગ્યાએ જ હું તમોને માનીશ. તમારું રાજ્ય છે તે સ્વતંત્ર રહેશે. મરાઠા સામ્રાજ્ય તમારા રાજ્ય સાથે, હું જીવું છું ત્યાં સુધી એક ઉત્તમ મિત્રરાજ્ય તરીકેનો વ્યવહાર કરશે.'
મલબાઈ શિવાજીનું વિધાન સાંભળી ગદ્ગદ થઈ ગયાં અને એક સાચા છત્રપતિ તરીકે તેમને બિરદાવ્યા. સૌ સભાજનોએ
Page #70
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
હર્ષનાદ કર્યો : છત્રપતિ શિવાજી મહારાજનો જય.' શિવાજીએ ઉદ્બોધન કર્યું, ‘માતા મલબાઈનો જય.’
૫૫
પાત્રભેદ
એક દિવસ મશહૂર ગવૈયા તાનસેનના સંગીતથી ખુશ થઈ શહેનશાહ અક્બરે તેને પૂછ્યું : ‘આવું સુંદર સંગીત તમે કોની પાસે શીખ્યા ?' તાનસેને જવાબ આપ્યો, ‘મારા ગુરુ હરિદાસજી પાસેથી.’ અકબરને થયું કે આપણે તાનસેનના ગુરુ પાસે જઈએ અને તેમનું સંગીત સાંભળીએ. પછી તાનસેનને લઈ અકબર પોતાની મંડળી સાથે હરિદાસજીના નિવાસસ્થાને ગયો. હરિદાસ તો સુરદાસજીની જેમ નિરંતર ઈશ્વરભક્તિમાં મસ્ત રહેતા. તેઓ ઈશ્વરનાં ભજન સિવાય બીજું કશું ગાતા નહિ. બાદશાહે હરિદાસજીને કાંઈ સંગીત સંભળાવવાની વિનંતી કરી. હરિદાસજીએ તો નિત્યક્રમ મુજબ પરમાત્માનું સુંદર ભજન ગાયું. બાદશાહ અતિશય પ્રસન્ન થયો. હરિદાસજીનો યથાયોગ્ય સત્કાર કરી તે દરબારમાં આવ્યો. એક દિવસ કચેરીમાં અક્બરે તાનસેનને પોતાના ગુરુએ ગાયેલું ભજન ગાવાનું કહ્યું. તાનસેને ગાયું તો ખરું પરંતુ બાદશાહને તે દિવસ જેવી મજા ન આવી. બાદશાહે તાનસેનને પૂછ્યું, ‘અત્યારે તેં ગાયેલું ભજન તે દિવસના જેવું પ્રિય ન લાગ્યું તેનું કારણ શું ?' તાનસેન બોલ્યો, ‘હું તો આપને પ્રસન્ન કરવા ગાઉં છું. મારા ગુરુ આપને પ્રસન્ન કરવા ભજન ગાતા ન હતા પરંતુ બાદશાહના બાદશાહને પ્રસન્ન કરવા ગાતા હતા. ભજન તો એનું એ જ છે છતાં મારા અને તેમના સંગીત વચ્ચે તફાવત પાડનાર કારણ એક જ છે !'
૫૯
Page #71
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
બાદશાહ ખુશ થયો અને ગુરુ હરિદાસના વધુ અને વધુ સમાગમમાં આવવાનો પ્રયાસ કરવા લાગ્યો.
so
મંત્રીની દાનશીલતા
ગુજરાતના મહારાજા કુમારપાળે એક સમયે નજીકના રાજ્ય ઉપર ચડાઈ કરવા પોતાના ચાડ નામના એક સેનાપતિને મોટું સૈન્ય લઈને રવાના કર્યો. રસ્તામાં એક જગ્યાએ ઘણા ગરીબ ભિખારીઓએ તેમની પાસે દાનની યાચના કરી. સેનાપતિએ ખજાનચીને એક લાખ મુદ્રાઓ (સિક્કા) આપવા કહ્યું. ખજાનચીએ રાજાની આજ્ઞા નથી એમ કહી ધન આપવાની ના પાડતાં સેનાપતિએ બળજબરીથી ધન લઈને પેલા યાચકોને ઉદારતાથી દાન આપ્યું.
૫
ચાહડે, પોતે જે રાજ્ય જીતવા નીકળ્યો હતો તે રાજ્યના કિલ્લાને ઘેરી લીધો અને તેના શૂરવીર સૈનિકોએ જોતજોતામાં કિલ્લો જીતી તે રાજ્યમાંથી રૂપિયા સાત કરોડનું સોનું અને અગિયાર હજા૨ ઘોડાની વસૂલાત કરી. આ બધું લઈ તે પાટણના દરબારમાં રાજા સમક્ષ ઉપસ્થિત થયો અને સર્વ હકીકત રાજાને જણાવી. ત્યારે રાજા કહે, 'તારી આ દાન આપવાની ટેવ ન ગઈ તે ન જ ગઈ.'
રાજાની આ વાત સાંભળી જરા પણ ડર્યા વિના સેનાપતિ ચાડે કહ્યું, ‘મહારાજ ! આપ પિતૃપરંપરાથી રાજા નથી તેથી દાનશીલતાનો ગુણ આપનામાં સહજ નથી, માટે આપનું દાન મર્યાદિત છે. મને તો પિતૃપરંપરાથી જ દાનના સંસ્કાર મળ્યા છે
Page #72
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
તેથી દાનમાં હું અધિક ધન વ્યય કરું છું તે આપની વાત સત્ય
છે.’
ગુણગ્રાહક કુમારપાળ રાજાએ સત્યનો સ્વીકાર કરી મંત્રીને કહ્યું : ‘એ તારું દાન તે જ મારો રક્ષામંત્ર છે, કારણ કે જેટલું તું આપે છે તેનાથી અનેકગણું તને મળી જ રહે છે, તું ધન્ય છો.’
૧
૫૭
શિયન રા
બીજું વિશ્વયુદ્ધ પૂરું થવાની તૈયારી હતી. જાપાને જીતી લીધેલા બ્રહ્મદેશના અમુક ભાગને બ્રિટિશ સેનાએ ભારતીય સૈનિકોની મદદથી જીતી લીધો. જીતથી મદાંધ બનેલા સૈનિકો ઘણી વાર છકી જઈને ન કરવાનાં કાર્ય કરે છે. એક યુવાન ગઢવાલી સૈનિક પણ પોતાની કામલિપ્સા તૃપ્ત કરવાના આશયથી એક વૃદ્ધ સૈનિક સાથે એક ગામમાં નીકળ્યો.
અંધારાનો સમય હતો. એક નાના ઘરમાં જોયું તો એક ઘરડો દુર્બળ માણસ અને તેની યુવાન દીકરી હતાં. ઘરના દ્વાર પાસે જ યુવતી બેઠી હતી. દૂરથી જ આ સૈનિકોને જોઈને તે સાવધ થઈ ગઈ અને જેવો પેલો સૈનિક ઘરમાં પેસવા જાય છે કે તુરત દાવ (એક જાતનું લાંબા હાથાવાળું લોખંડની તીક્ષ્ણ ધારવાળું હથિયાર) લઈને પોતાની રક્ષા કાજે તૈયા૨ થઈ ગઈ. સૈનિક, યુવતીનો મિજાજ જોઈને અંદર જવાની હિંમત કરી શક્યો નહીં. તેણે દસ રૂપિયાની એક નોટ યુવતીને બતાવી તોપણ યુવતીએ ફરીથી તેને પેલું હથિયાર બતાવ્યું.
Page #73
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
“હવે શું કરવું ?' એ વિચારમાં પેલો યુવાન હતો, ત્યાં સાથેના વૃદ્ધ સૈનિકે રાઇફલ તાકવા માટે તે યુવાન સૈનિકને જણાવ્યું. પેલા યુવાને યુવતી સામે રાઇફલ બતાવી તેને ડરાવી તોપણ તે નિર્ભય યુવતીએ ફરીથી પેલું શસ્ત્ર તેની સામે બતાવ્યું. આમ દસેક મિનિટ સુધી ધમકીઓનું કન્વયુદ્ધ ચાલ્યું પણ તેમાં ફાવટ આવી શકી નહીં.
“આ યુવતીને પોતાને વશ કરવા હવે શું કરવું ?' એવો વિચાર બન્ને સૈનિકો કરી રહ્યા છે ત્યાં તો એક ઝેરી નાગ સૈનિકને ડંખ દીધો અને ત્યાં જ તે મરણને શરણ થયો. વૃદ્ધ સૈનિક આભો બની ગયો અને ત્યાંથી એકદમ પલાયન થઈ ગયો.
જે બહેનો પોતાના શિયળની રક્ષાનો દૃઢ સંકલ્પ કરે છે તેમને અનેક કષ્ટો અને પ્રલોભનો સહન કરવો પડે તોપણ અંતે કુદરતી સહાય મળી રહે છે, તે વાત આ દૃષ્ટાંતથી ફળીભૂત થાય
છે.
૫૮
આદર્શ રાજવી
સમ્રાટ અશોકે પોતાના જન્મદિવસે રાજ્યના બધા સૂબેદારોને બોલાવી હુકમ કર્યો કે આજે મારે વર્ષ દરમિયાન સૌથી સારી કામગીરી કરનાર સૂબેદારને ઇનામ આપવું છે. દરેક પોતાની કામગીરી મને કહી સંભળાવો. ઉત્તરના સૂબેદાર બોલ્યા : “નામદાર, મેં મારા પ્રદેશની આવક ત્રણગણી વધારી છે.” દક્ષિણના સૂબેદાર બોલ્યા : “રાજ્યની તિજોરીમાં દર સાલ મોકલાતું સોનું મેં આ સાલ બમણું કર્યું છે.” પૂર્વના સૂબેદારે કહ્યું, “રાજાજી પૂર્વની
Page #74
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
૬૩.
બંડખોર પ્રજાને મેં કચડી નાખી છે. હવે તે કોઈ દિવસ આપણી સામે આંખ પણ ઊંચી કરી શકે તેમ નથી.” પશ્ચિમના સૂબેદારે અહેવાલ આપ્યો, “મેં પ્રજા પાસેથી લેવાતો કર વધાર્યો છે અને રાજ્યના પગારમાં કાપ મૂકી ઊપજમાં સારો વધારો કર્યો છે.” આ બધાની વાત સાંભળી મધ્યપ્રાંતનો સૂબેદાર થરથરતા અવાજે બોલ્યો : “મહારાજા ! ક્ષમા કરજો. રાજ્યની ઊપજમાં આ વર્ષે હું વધારો કરી શક્યો નથી. ઊલટું રાજ્યની તિજોરીમાં દર વર્ષ કરતાં ઓછું ધન મેં મોકલ્યું છે, કારણ કે મારા પ્રદેશની આપની પ્રજાને શિક્ષણ આપવા નવી શાળાઓ ખોલી છે. ખેડૂતો માટે વાવકુવા બંધાવી અનેક જાતની સગવડો કરી છે. સાર્વજનિક ધર્મશાળાઓ, દવાખાના વગેરે પાછળ આ વર્ષે વધારે ખર્ચ થયો છે. મધ્યપ્રાંતના સૂબેદારની પોતાની પ્રજા પ્રત્યેની લાગણી જોઈને રાજા ખુશ થઈ ગયા અને તેને વર્ષની શ્રેષ્ઠ કામગીરી માટેનું ઇનામ આપ્યું, અને અન્ય સૂબેદારોને પ્રજાની ભલાઈ તરફ ધ્યાન આપવા માટે આજ્ઞા કરી.
પ૯
આશરે પચાસ વર્ષ પહેલાંની આ વાત છે. ભાવનગરમાં તે વખતે મહારાજા ભાવસિંહજીની આણ વર્તતી હતી. ભાવનગરથી બીજું જ સ્ટેશન ખોડિયારનું છે જે માતાજીના ભક્તો માટેનું પ્રસિદ્ધ તીર્થધામ છે.
મહારાજાના જન્મદિવસ ચૈત્ર વદ પાંચમે ત્યાં મોટો મેળો ભરાતો, માતાજીની પૂજા થતી અને ભોગ ચડાવી પ્રસાદ વહેંચાતો.
Page #75
--------------------------------------------------------------------------
________________
S૪
ચારિત્ર્ય-સુવાસ
પૂજા-અનુષ્ઠાનમાં આચાર્ય જયરામ પુરુષોત્તમ અને તેમનાં ધર્મપત્ની કસ્તૂરબાઈ હતાં. જ્યારે તે બાઈને ખબર પડી કે પૂજાની અને પ્રસાદીની સામગ્રી આવી ગઈ છે અને તેમાં એક હૃષ્ટપુષ્ટ શણગારેલો બકરો પણ છે, જેનો ભોગ માતાજીને ધરાવવાનો છે ત્યારે તે બાઈનું હૃદય સમસમી ઊઠ્યું. બકરાનો વધ ન જ થવો જોઈએ એવો તેણે આગ્રહ રાખ્યો.
હજૂરિયાઓ, થાણદારો અને બીજા ઘણાએ તે બાઈને સમજાવી. મહારાજા નારાજ થશે, અમારું કાંઈ ચાલે તેમ નથી વગેરે અનેક યુક્તિઓ બતાવી ત્યારે બાઈએ કહ્યું, “એક બ્રાહ્મણની દીકરીએ આ કાર્ય થતું રોક્યું” એમ તમો મહારાજાને કહેજો. તેઓ જે સજા ફરમાવશે તે મને માન્ય છે.
આખરે પોતાની બાજી નહીં ચાલતી જોઈને બકરાના કાનની અણીમાંથી સહેજ લોહી લઈને માતાજીને તિલક કરવામાં આવ્યું અને બકરાને છોડી દેવામાં આવ્યો. બીજી બધી વિધિ યથાવત પૂરી થઈ. કંસારનો પ્રસાદ તૈયાર થયો હતો તે સૌએ લીધો. તે જ પ્રસાદ મહારાજા ભાવસિંહજીને પહોંચાડવામાં આવ્યો અને સઘળી હકીકતથી તેમને વાકેફ કરવામાં આવ્યા. ગુણગ્રાહક મહારાજાએ પ્રસન્ન થઈને તે નીડર અને દૃઢ સંકલ્પ બ્રાહ્મણ બાઈને મોટી ભેટ આપી અને રાજ્ય-આજ્ઞાથી તે પશુવધને બંધ કરાવ્યો.
અહિંસા પરમધર્મનો વિજય થયો.
co
બુદ ગુરુદક્ષિણ
-
-
- -
-
-
-
-
--
-
-*
****
-
***
-
**
*
-
******
**
*
આપણા દેશમાં ઓરિસ્સા પ્રાંતમાં કટક નામનું એક મોટું
Page #76
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
૫
શહેર છે. ત્યાં એક સાત્ત્વિક વૃત્તિવાળા દેવેન્દ્રનાથ મુકરજી નામના સજ્જન રહેતા હતા. તેમને ઘેર ભોળાનંદગિરિ નામે એક મહાત્મા પધાર્યા હતા.
ચાર-પાંચ વિદ્યાર્થીઓએ આવીને તેમને પ્રણામ કર્યા. સ્વામીજીએ કુશળ પૂછીને આશીર્વાદ આપ્યા. વિદ્યાર્થીઓએ ઊઠવાની તૈયારી કરી ત્યારે મહાત્માએ કહ્યું, “બાળકો ! જ્યારે મંદિરમાં કે સાધુ સંત પાસે જાઓ ત્યારે કાંઈક આપવું જોઈએ.” વિદ્યાર્થીઓને લાગ્યું કે અમે તો ગરીબ અને ભણતા વિદ્યાર્થીઓ છીએ, કેવી રીતે પૈસા લાવીએ? તેમનો મનોભાવ સમજી મહાત્મા તુરત બોલ્યા, “બાળકો ! મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. આજે તમે આ પ્રમાણેનો સંકલ્પ કરો :
(૧) ખોટું આળ લગાવવું નહીં. (૨) અન્યની નિંદા-ચર્ચા કરવી નહીં. (૩) શરત લગાવવી નહીં. (૪) ચારિત્રભ્રષ્ટ થવાય તેમ વર્તવું નહીં.”
વિદ્યાર્થીઓએ આ વાત સાંભળીને પ્રસન્નતા વ્યક્ત કરી અને તેઓ આ પ્રમાણે વર્તશે તેવી વચનરૂપી દક્ષિણા મહાત્માને આપી પોતાની હોસ્ટેલ ભણી રવાના થયા.
આ સત્ય ઘટનાનું બયાન કરનાર ડૉક્ટર સતીશચંદ્ર રૉય પોતે જ આ વિદ્યાર્થીઓમાંના એક હતા, જેમણે મહાત્મા સમક્ષ ઉપર પ્રમાણે સંકલ્પ કર્યો હતો.
૬૧
સાદનો માર્ગ
મહાત્મા વિજયકૃષ્ણ ગોસ્વામી અધ્યાત્મના સારા પ્રચારક
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૬.
ચારિત્ર્ય-સુવાસ
હતા. એક વખત તેઓ લાહોરમાં એક ધર્મશાળામાં ઊતર્યા હતા.
વહેલી સવારે ઊઠી તેઓ ભજનમાં બેઠા ત્યારે પોતાની જાત ઉપર તેમને ધિક્કારની લાગણી ઉદ્ભવી. તેઓ વિચારવા લાગ્યા કે હું સૌને સત્યનો અને સત્કર્મનો ઉપદેશ આપું છું પણ હું પોતે
ક્યાં તેનું પાલન કરું છું ? શું આમ ને આમ જ મારું જીવન નિષ્ફળપણે વ્યતીત થશે ? શું મારું જીવન વિશુદ્ધ અને સાત્ત્વિક નહીં બને ?
આવા અનેક વિચારોમાં અટવાઈ જતાં તેમણે પાસે જ વહેતી રાવી નદીમાં ઝંપલાવી જીવનનો અંત લાવવાની તૈયારી કરી. નદીથી થોડે જ દૂર હતા, અને અવાજ આવ્યો. “થોભી જાઓ, શું કરવા જઈ રહ્યા છો ? આત્મહત્યા શું મોટું પાપ નથી ? શરીરત્યાગથી પાપત્યાગ સિદ્ધ થઈ શકશે ? સૂફમદૃષ્ટિથી સાધનામાર્ગનું ફરીથી અવલોકન કરી સત્સંગનો આશ્રય કરો. ખેદ નહીં કરતાં પ્રભુકૃપા પર વિશ્વાસ રાખી ધીરજને ધારણ કરો. વહેલી-મોડી સફળતા નક્કી જ છે.”
આવા નિર્જન સ્થાનમાં અપરિચિત અવાજ સાંભળી પાછળ જોયું, ત્યાં કોઈ મહાત્માએ તેમનો હાથ પકડ્યો અને તેમને ધર્મશાળામાં પાછા લઈ ગયા.
આ જ મહાત્મા પછી થોડા સમયમાં સાધનાના ઉચ્ચતર શિખર ઉપર બિરાજમાન થયા અને ઢાકા મુકામે સાધના આશ્રમ સ્થાપી અનેકના માર્ગદર્શક બન્યા.
૬ ૨
ફોલ્યા
ભારતના અર્વાચીન ઇતિહાસકારોમાં સર રમેશચંદ્ર દત્તનું
Page #78
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
નામ પ્રખ્યાત છે. તેઓએ પોતે અનેક ગ્રંથો રચ્યા હતા.
એક વખત તેઓ મહર્ષિ અરવિંદને મળવા ગયા. શ્રી અરવિંદ પાસે તેમણે માગણી કરી કે, તેઓ પાસે પોતાના લખેલા કોઈ ગ્રંથ હોય તો તેની પ્રત બતાવે. શ્રી અરવિંદ પાસેથી તેમણે રામાયણ અને મહાભારતના અનુવાદની પ્રતો મેળવી. આ અનુવાદો તેમને એટલા બધા ગમ્યા કે તુરત તેમણે શ્રી અરવિંદ પાસે જઈને કહ્યું કે આ અનુવાદો તો અવશ્ય છપાવવા જોઈએ. મેં પણ રામાયણ-મહાભારતના અનુવાદ (બંગાળીમાં) કર્યા છે પણ આપના અનુવાદ જોયા પછી મને મારી કૃતિઓ જોઈને શરમ આવે છે.
શ્રી અરવિંદ કહે, મહાનુભાવ ! આ અનુવાદ મેં કાંઈ છપાવવા માટે તૈયાર નથી કર્યા, મારી સ્વાધ્યાય-સાધનાના અંગરૂપે કર્યા છે. વળી આવી અનેક કૃતિઓ છે અને મારા જીવનકાળ દરમ્યાન તે બધી પ્રસિદ્ધ પણ થઈ શકવાની નથી. તેમ કરવાની મારી ખાસ ઇચ્છા પણ નથી.'
શ્રી અરવિંદની વાત સાંભળી, કીર્તિ પ્રત્યેની તેમની ઉદાસીનતા જોઈ સર રમેશચંદ્ર દત્ત આશ્ચર્યસહિત નમી પડ્યા.
૬૭
૩
સ્વાદનો ત્યાગ
મહારાજા યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ આરંભ્યો ત્યારે શ્રીકૃષ્ણને તેમણે પૂછ્યું કે મારો યજ્ઞ પૂરો થયો છે એમ હું ક્યારે સમજું ? શ્રીકૃષ્ણે જવાબ આપ્યો : ‘આ પાંચજન્ય નામનો મારો શંખ સ્વયં વાગે ત્યારે યજ્ઞ પૂરો થયો જાણવો.' યજ્ઞ પૂરો થયો છતાં શંખ ન વાગ્યો ત્યારે યુધિષ્ઠિરે પૂછ્યું કે ‘શંખ કેમ ન વાગ્યો ?' શ્રીકૃષ્ણ
Page #79
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
બોલ્યા : ‘નગરમાં જુઓ, કોઈ ભક્ત ભૂખ્યો હશે.' નગરમાં તપાસ કરતાં એક ભંગી આત્મારામ પોતાને ઘેર બેઠો હતો. તે યુધિષ્ઠિરને ત્યાં આવ્યો ન હતો. જેણે ચૌદ ભુવનના નાથનું શરણ લીધું છે, તેવા તે ભંગીને જમવા આવવાની પડી ન હતી. યુધિષ્ઠિરે આદર સાથે તે ભંગીને બોલાવ્યો. દ્રૌપદીએ જાતે બનાવેલી રસોઈ તેને પીરસવામાં આવી. ભંગીએ એક એક કોળિયા અલગ કરી ઈશ્વરને અર્પણ કર્યા અને પછી બધું ભેગું કરીને તે ખાઈ ગયો ! આ જોઈ દ્રૌપદીને ગ્લાનિ થઈ. તેણે મનોમન વિચાર્યું : ‘આખરે તો ભંગી ને ! તે રસોઈના સ્વાદને શું જાણે ?' આથી શંખ થોડો વાગી બંધ થઈ ગયો. ત્યારે પુનઃ પૂછવામાં આવતાં શ્રીકૃષ્ણે કહ્યું : ‘તમે ભક્તને સત્કારથી નથી જમાડ્યો. તમારા મનમાં ભક્ત તરફ ઘૃણાની ભાવના પેદા થઈ હતી એટલે પરિણામ પણ તેવું જ આવ્યું છે.’ નિખાલસ હૃદયનાં દ્રૌપદી ભંગી પાસે ગયાં, તેમની માફી માગી અને ભેગું કરી જમવાનું કારણ પૂછ્યું ત્યારે આત્મારામ સંતે કહ્યું, ‘અન્ન છે તે શરીરને પોષવા માટે છે, ઇન્દ્રિયો ઉન્મત્ત બનાવવા માટે નથી. સ્વાદથી જમવાને લીધે જિહ્નાસ્વાદ વધે છે. બધી ઇન્દ્રિયોમાં રસનેન્દ્રિય ખતરનાક છે. સ્વાદના ચટકા ધ્યાન અને ભક્તિમાં રુકાવટ કરનાર હોવાથી મેં તેને ત્યાગ્યા છે.' આ વચનો સાંભળી દ્રૌપદી પ્રસન્ન થઈ તેને વંદન કરવા લાગી. ત્યાર બાદ કાળ ચિહ્નરૂપે પાંચજન્ય શંખ વાગી રહ્યો !
૬૮
S
ગામઠી નિશાળમાં શિક્ષકે વિદ્યાર્થીઓને ઘરકામ પેટે થોડા દાખલાઓ આપ્યા અને બીજે દિવસે તે ગણી લાવવા કહ્યું.
૪
Page #80
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
દ૯
એક હોશિયાર વિદ્યાર્થીને બધા દાખલા આવડ્યા પણ એક દાખલો અઘરો હતો તે ન આવડ્યો. તે દાખલો કરવા માટે તેણે પોતાના મિત્રની મદદ લીધી અને દાખલો ગણી નાખ્યો. બીજે દિવસે શિક્ષકે બધાનું ઘરકામ તપાસ્યું તો માત્ર આ એક જ વિદ્યાર્થીએ બધા દાખલા સાચા ગયા હતા તેથી શિક્ષકે તેને ખૂબ શાબાશી આપી અને ઇનામ આપવા માંડ્યું.
વિદ્યાર્થી ખુશ થઈને ઈનામ લેવાને બદલે નીચું મોઢું રાખી રડવા લાગ્યો.
શિક્ષકે પૂછ્યું, “કેમ ભાઈ? તું કેમ રડે છે ?'
વિદ્યાર્થી કહે, “સાહેબ, તમે મને બધા દાખલા સાચા ગણવા બદલ ઈનામ આપો છો પણ હું તેને લાયક નથી કારણ કે એક દાખલો મેં મિત્રની મદદ લઈને કર્યો છે.
આ સાંભળી શિક્ષક અને બીજા વિદ્યાર્થીઓ વિસ્મય સહિત આનંદ પામ્યા. શિક્ષકે તે વિદ્યાર્થીને કહ્યું કે આવી સરળતા અને સત્યપ્રિયતા માટે હું તને ઇનામ તો આપે જ છું અને આશીર્વાદ પણ આપું છું કે જીવનમાં તું આવી સત્યનિષ્ઠા રાખીશ તો ખરેખર તને સફળતા મળશે. - આ વિદ્યાર્થી તે બીજો કોઈ નહીં પણ શ્રી ગોપાળ કૃષ્ણ ગોખલે, શીલ, સદાચાર અને સૌજન્યની મૂર્તિ સમાન આ મહાપુરુષે ભારત સેવક સમાજની સ્થાપના કરી જનતાને નિઃસ્વાર્થ લોકસેવાનો આદર્શ આપ્યો.
૫.
પ્રભુ ! હજધું તારું જ છે'
એક બાળકને તેનાં માબાપે ખેતર સાચવવાનું કામ સોંપ્યું
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૦
ચારિત્ર્ય-સુવાસ
હતું. બાળક તો ખેતરમાં બેસી ઈશ્વરસ્મરણ કરતો. એક વખત તે ખેતરમાં ચારે તરફ ફરતો હતો ત્યારે તેને જોઈને પક્ષીઓ ઊડી જવા લાગ્યાં. આ જોઈ બાળકને દુ:ખ થયું અને તે મનમાં વિચારવા લાગ્યો કે આ પક્ષીઓ પરમાત્માનાં છે અને આ ખેતર પણ પરમાત્માનું જ છે. આથી તેના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા કે, હે પક્ષીઓ ! મારાથી ડર્યા વિના તમે પેટ ભરીને ખાઈ લો. આ બાળક તે બીજા કોઈ નહીં પરંતુ પંજાબના પ્રસિદ્ધ શીખ ગુરુ નાનક સાહેબ !
જ્યારે તેઓ મોટા થયા ત્યારે તેમના પિતાએ તેમને અનાજની દુકાન ઉપર બેસાડ્યા. એક વાર કેટલાક સાધુઓ આ દુકાન ઉપર અનાજ લેવા આવ્યા. દરેકને અનાજ આપતાં આપતાં તેઓ અનુક્રમે એક, દો, તીન... બારા, તેરા એમ બોલ્યા. “તેરા' શબ્દ આવતાં જ “તેરા' એટલે “તારું' એવો અર્થ હૃદયમાં સ્લરી આવ્યો અને તેઓ મનોમન વિચારવા લાગ્યા કે, હે ઈશ્વર ! આ જગતમાં બધું તારું જ છે. દુનિયાની કોઈ પણ ચીજ ઉપર મારો અધિકાર નથી.
આપણે પણ બધી ચીજવસ્તુઓ ઉપર મારાપણાનો મોહ ત્યાગી તેના ઉપર ઈશ્વરનો અધિકાર સ્થાપિત કરવો જોઈએ.
એક સાધક વિધવિધ સગુણોનો પોતાના જીવનમાં વિકાસ કરવામાં પ્રયત્નવાન હતો, તેમાં તેણે ક્ષમા-ગુણની સાધના ત્રણ-ચાર માસ સુધી આદરી.
Page #82
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
આ મુદતને અંતે તે એક મહાપુરુષ પાસે ગયો. તેમની પાસે જઈ તેણે કહ્યું, “મારી ક્ષમાની સાધના સારી રીતે થઈ ગઈ છે.”
મહાપુરુષ કહે, “તે તને કેવી રીતે જણાયું ?'
સાધક કહે, “સાહેબ, આપ મને અનેક પ્રકારની ગાળો દઈને મારું અપમાન કરી જુઓ, મને ગુસ્સો નહીં ચડે.'
મહાપુરુષ કહે, “ભાઈ, તે તો કોઈ અન્ય પ્રસંગે ખબર પડશે કે તે ક્ષમાની કેવી સાધના કરી છે. અત્યારે તેટલા જ કારણ માટે અનેક અપશબ્દો બોલીને મારી જીભની પવિત્રતા હું શા માટે બગાડું ?'
આ મહાપુરુષ તે બીજા કોઈ નહીં પણ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના પ્રણેતા, અર્વાચીન ભારતના એક મહાન ઘડવૈયા, મહામના પંડિત શ્રી મદનમોહન માલવીયજી.
૬૭.
મોટું વરદાન
એક સશક્ત યુવાન ભિખારી એક મોટા માણસ પાસે જઈને કહેવા લાગ્યો, “સાહેબ, મુજ ગરીબ પર દયા કરીને કાંઈક આપો.”
સાહેબ કહે, “ભાઈ, તારી પાસે શું શું છે ?'
ભિખારી પાસે બે તપેલી અને એક ગોદડી હતી તે બતાવીને તેણે કહ્યું, “મારી પાસે તો આટલું જ છે.”
સાહેબ કહે, “હું તને મદદ કરું, પણ મારા કહ્યા પ્રમાણે તારે કરવું પડશે !' ભિખારી કબૂલ થયો. બન્ને જણાએ બજારમાં જઈ પેલી તપેલીઓ વેચી તેના જે પૈસા આવ્યા તેમાંથી એક
Page #83
--------------------------------------------------------------------------
________________
૭ર
ચારિત્ર્યસુવાસ
કુહાડી અને થોડો લોટ લીધો.
સાહેબે ભિખારીને કહ્યું, “આ લોટ આજની રોટલી માટે ચાલશે. આવતી કાલથી જોડેના જંગલમાંથી લાકડાં કાપી લાવીને વેચીને તારો ગુજારો કરજે.”
ભિખારીએ બીજા દિવસથી દરરોજ તે પ્રમાણે કરવા માંડ્યું. થોડા સમયમાં તો તે સારી રીતે પગભર થઈ ગયો અને તેની ભીખ માગવાની ટેવ પણ કાયમ માટે જતી રહી.
આ પ્રમાણેનો મહેનતનો રોટલો કમાવાની પ્રેરણા કરનારા મોટા પુરુષ તે બીજા કોઈ નહીં પણ મહાત્મા હજરત મહંમદ પયગમ્બર સાહેબ.
આ રીતે મોટા માણસની સલાહ તેને માટે મોટું વરદાન બની ગઈ.
૬૮
પ્રેરણાથી ઉપર
-
---
-
ઉત્તર પ્રદેશમાં થોડાં વર્ષો પહેલાં આ બનાવ બન્યો હતો.
એક ગરીબ કુટુંબનો એકનો એક દીકરો બહુ બીમાર થઈ ગયો. કુટુંબના સંજોગોને લઈને ડૉક્ટરને વિઝિટ પર બોલાવવામાં ઘણો વિલંબ થયો પણ આખરે તેમ કરવું પડ્યું. શહેરના બાળકોના નિષ્ણાત પ્રસિદ્ધ ડૉક્ટર ગુપ્તા સાહેબ ઉતાવળ કરીને આવ્યા તો ખરા પરંતુ બાળક પાસે પહોંચ્યા પહેલાં બે-ચાર મિનિટે જ બાળકનો આત્મા ચાલ્યો ગયો હતો. મા કરુણ હૃદયદ્રાવક કલ્પાંત કરતી હતી.
આ સ્થિતિ જોઈ ડૉક્ટરે પાછા વળવા માંડ્યું, બાળકનો
Page #84
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
પિતા પાડોશીને ત્યાંથી પચીસ રૂપિયા લઈ આવ્યો અને ડૉક્ટરની ફી આપવા લાગ્યો. ડૉક્ટરનું દિલ દ્રવી ઊઠ્યું. ભીષણ ગરીબાઈ, એક્ના એક દીકરાના શબ સામે કલ્પાંત કરતી પત્ની, છતાં સ્વસ્થતા સહિત ફરજપાલનનો ઉચ્ચ આદર્શ ! ડૉક્ટર મનમાં ધન્યવાદ આપી, ફીનો અસ્વીકાર કરી એકદમ ઘર બહાર નીકળી ગયા અને જે રિક્ષામાં ઉતાવળમાં આવ્યા હતા તેમાં બેસી દવાખાના તરફ હંકારી ગયા.
દવાખાને પહોંચી રૂપિયા ત્રણ રિક્ષાવાળાને આપ્યા. રિક્ષાવાળો કહે, ‘સાહેબ ! તમે પચીસ જતા કર્યા તો હું ત્રણ કેમ ન જવા દઉં ? ડૉક્ટરે કહ્યું, ભાઈ ! તારું કામ જુદી જાતનું છે, તારું ભાડું લઈ લે.
૭૩
રિક્ષાવાળાએ ભાડું લીધા વિના રિક્ષા હંકારી મૂકી.
આ બાજુ ડૉક્ટરે નહીં સ્વીકારેલા પચીસ રૂપિયા આપવા માટે બાળકનો પિતા પાડોશીને ત્યાં ગયો અને કહ્યું : સાહેબ, ડૉક્ટરે ફી લેવાની ના પાડી છે તેથી આપના ઉછીના આપેલા પૈસા પાછા લઈ લો.
પાડોશી કહે, મેં તો તમને પૈસા આપી દીધા. હવે તે તમારા જ છે. બાળકની ઉત્તરક્રિયામાં તેનો યોગ્ય ઉપયોગ થઈ શકશે. બાળકના પિતાએ ઘણું કહ્યું પણ પાડોશીએ પૈસા પાછા ન લીધા તે ન જ લીધા. ઊલટું બાળકને ઘેર જઈ તેના ઘરના કામકાજમાં
મદદ કરવા લાગ્યા.
જુઓ, માનવતાની ઉચ્ચ ભાવનાનું પાલન અને તેમાંથી પ્રાપ્ત થયેલી પ્રેરણાઓની પરંપરા !!
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૯
સાનું આચરણ
એક વખત એક વિદ્વાન પુરુષ પોતાના ગામ મોરેના (મધ્યપ્રદેશ)થી મુંબઈ તરફ જઈ રહ્યા હતા. સૌ કુટુંબીજનો પણ સાથે હતાં.
વાતચીત દરમ્યાન તેમનાં ધર્મપત્નીએ કહ્યું કે આજે તો નાના પુત્રની વર્ષગાંઠ છે, ત્રણ વર્ષ પૂરાં થઈ આજે તેને ચોથું વર્ષ બેઠું.
આ વાત સાંભળી વિદ્વાન પંડિતજી કાંઈક વિચારમાં પડી ગયા, પરંતુ એટલામાં તો મુંબઈનું સ્ટેશન આવી પહોંચ્યું અને ગાડી ઊભી રહી. “હું તમને બહાર ટિકિટબારી પર મળું છું. તમે બધો સામાન બરાબર ઉતારીને બહાર નીકળી ત્યાં આવો.”
કુટુંબીજનો નવાઈ પામ્યાં. કાંઈક ગભરાયાં, પણ ત્યાં સુધીમાં તો પંડિતજી ચાલી નીકળ્યા હતા.
ટિકિટબારી પર જઈ તેઓ સ્ટેશન-માસ્તરને મળ્યા. આજે જ મારા પુત્રને ત્રણ વર્ષ પૂરાં થયાં પણ હું મોરેનાથી નીકળ્યો ત્યારે મને આ વાતની ખબર રહી નહીં. મહેરબાની કરી મને મારા પુત્રની અર્ધી ટિકિટ મોરેનાથી મુંબઈની આપો.
આ સાંભળી સ્ટેશન-માસ્તર ખૂબ આનંદિત થયા અને મનોમન તેમને શાબાશી આપતાં ટિકિટ ફાડી આપી.
એટલામાં તો બધાં કુટુંબીજનો સામાન લઈને ટિકિટબારી પાસે આવી પહોંચ્યાં હતાં. વાતની વિગત જાણી સૌ સંતોષ પામ્યાં.
જુઓ ધર્માત્માની સત્યનિષ્ઠા ! ક્યાં આજના પોથી પંડિત અને ક્યાં સાચા વિદ્વાન પંડિત !
Page #86
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
૭૫
આ વિદ્વાન તે બીજા કોઈ નહીં પણ ચાલુ સદીની શરૂઆતમાં થયેલા જૈન સમાજના મહાપંડિત શ્રી ગોપાલદાસજી બરયા.
૭)
સાત્વિકતાનું ફળ
ગઈ સદીમાં થયેલા આપણા દેશના રાષ્ટ્રીય કક્ષાના એક નેતાની આ વાત છે.
તેઓ મોટી ઉંમર સુધી સ્કૂર્તિવાળા રહેલા અને ચીવટ અને પ્રસન્નતાથી દરેક કાર્ય કરતા. આ જોઈને કેટલાક યુવાનોએ તેમને પ્રશ્ન કર્યો, “આપ આ ઉંમરે આટલી સુંદર રીતે કાર્ય કરી શકો છો તેથી અમને એમ લાગે છે કે તમે શરીરસ્વાથ્યની રક્ષા માટે કોઈ ખાસ કીમિયો અજમાવતા હશો. શું તમે અમને તે કીમિયો ન બતાવો ?”
દાદાજી બોલ્યા, “ભાઈઓ ! આ ઉપાય તદન સીધોસાદો છે. મારા દીર્ધાયુષ્યનું રહસ્ય એ છે કે હું કદાપિ માંસ ખાતો નથી, દારૂ પીતો નથી, તમાકુ સિગારેટનું વ્યસન સેવતો નથી અને તીખી ચટણીઓ કે અથાણાંઓનું ભોજન લેતો નથી અને તમોગુણને ઉશ્કેરે એવી સોબત કરતો નથી.”
યુવાનો આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. મનોમન દાદાજીની પ્રશંસા કરવા લાગ્યા અને કેટલાક વિચારવાનોએ તે પ્રમાણેનું જીવન જીવવા નિશ્ચય કર્યો.
આ મહાપુરુષ તે બીજા કોઈ નહીં પરંતુ હિંદના દાદા'ના નામે ઓળખાયેલા શ્રી દાદાભાઈ નવરોજી. આ ઉપરોક્ત પ્રસંગ તેમની ૮૬મી જન્મજયંતીની ઉજવણી વખતે મુંબઈમાં બન્યો હતો.
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૧
સંસારસુખ રમો પુણ્ય
રાજા સિદ્ધરાજ જયસિંહ પોતાના શયનખંડમાં સૂતા હતા અને બે સેવકો તેમની પગચંપી કરી રહ્યા હતા. રાજાને નિદ્રાધીન જાણી પહેલા સેવકે કહ્યું, “આપણા રાજાની ઉદારતા, ઉત્તમ. પ્રજાવાત્સલ્ય, વિદ્વાનો-કળાકારોનું સન્માન વગેરે રાજાને ઉચિત અનેક ગુણો ખરેખર પ્રશંસનીય છે. બીજા સેવકે કહ્યું, “તેમના સૈનાની તાકાત, કડક રાજ્યપાલન અને કુનેહબાજી વડે કરીને જ તેઓ વિશાળ રાજ્યના સ્વામી થયા છે.” આમ બન્નેએ રાજાની પ્રશંસા કરી તેનું રાજાને ધ્યાન હતું.
રાજાનાં કર્મોની પ્રશંસા કરનાર બીજા સેવકને ખાનગીમાં બોલાવીને, તેને કાંઈ પણ કહ્યા વગર રાજાએ એક લેખ આપ્યો અને તે લેખ મહામંત્રી સાન્તને પહોંચાડવાની આજ્ઞા કરી.
આ સેવક રાજ્યનો લેખ લઈ રાજપ્રસાદની સીડી ઊતરી રહ્યો હતો, એટલામાં જ તેનો પગ લપસ્યો અને નીચે પડવાથી તેના પગને એવી સખ્ત ઈજા થઈ કે તે ચાલી શક્યો નહીં.
એટલામાં, તેનો સાથી સેવક આવી પહોંચ્યો અને તેને પૂછ્યું, “કેમ ભાઈ, શું થયું ?' સેવકે કહ્યું, “મારા પગમાં વાગ્યું છે, તો મહારાજનો આ સંદેશો તમે મહામંત્રીને પહોંચાડો.” સેવક તે સંદેશો લઈ મહામંત્રી પાસે ગયો. તેમાં લખ્યું હતું, “આવનાર વ્યક્તિને સો સિપાઈનો સરદાર બનાવશો.'
આ વાતની થોડા દિવસે જ્યારે રાજાને ખબર પડી ત્યારે તેને પણ લાગ્યું કે જેને આપ્યું તેને ન મળ્યું પણ જેના ભાગ્યમાં હતું તેને જ મળ્યું.
પુણ્યના ઉદયને કોણ બદલી શકે છે ?
Page #88
--------------------------------------------------------------------------
________________
મહારાજાની ઉદારતા
ભાવનગરમાં અત્યારે જે તખ્તેશ્વરનું મંદિર આવેલું છે, તે મંદિરના બંધાવનાર ભાવનગરના રાજા તખ્તસિંહના જીવનનો આ બનાવ છે. તેઓ પરોપકાર, ન્યાય, દાન, દયા અને પ્રજાવાત્સલ્યના ગુણો વડે પોતાના રાજ્યની પ્રજામાં જ નહીં પણ સમસ્ત પશ્ચિમ ભારતમાં એક મહાન લોકપ્રિય રાજા તરીકે ખ્યાતનામ હતા.
૭૨
દશેરાના દિવસે શમીપૂજન માટે ભાવનગરમાં રાજ્ય તરફથી એક મોટી સવારી નીકળતી, જેમાં બૅન્ડવાજાં, ઘોડેસવારો, બગીઓ, અંગરક્ષકો, હાથીઓ અને હજારો પ્રજાજનો જોડાતા. એક વાર આવી સવારી નગરમાંથી પસાર થઈને ભીલવાડા-વાઘરીવાડાના રસ્તે થઈને ગામ બહારના મંદિર તરફ જઈ રહી હતી.
ભીલવાડા પાસે એક કોઠાનું ઝાડ હતું. કોઈ નાના છોકરાએ કોઠું પાડવાના હેતુથી ઝાડને પથરો માર્યો અને તે પથરો મહારાજાના કપાળમાં વાગવાથી મોટું ઢીમડું થઈ ગયું. દીવાન તો ક્રોધે ભરાયા અને તે ઝૂંપડીમાં જે હોય તેને રાજ્યસભામાં હાજર કરવા હુકમ કર્યો.
આ બાજુ રાજાએ સૌને ધીરજ રાખી કાર્યક્રમ આગળ ચાલુ રાખવા જણાવ્યું અને શમીપૂજનનું કાર્ય સંપૂર્ણ થતાં બધે પ્રસાદ વહેંચાયો અને લોકો પોતપોતાને ઘેર ગયા.
બીજે દિવસે સવારે રાજદરબારમાં પેલા ભીલના નાના છોકરાને રજૂ કરવામાં આવ્યો. તેની મા પણ સાથે હતી. તે ધ્રૂજતીવ્રૂજતી બોલી, ‘અન્નદાતા ! મારા દીકરાએ તો કોઠું પાડવા માટે પથરો માર્યો હતો, કારણ કે અમ ગરીબને બીજું કાંઈ નહીં તો રોટલા સાથે કોઠું હોય તોય પેટ ભરાઈ જાય અને દી નીકળી
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૮
ચારિત્ર્ય-સુવાસ
જાય.”
રાજાએ દીવાનને પૂછ્યું, “દીવાનજી, છોકરાની માની વાત તો સાચી લાગે છે. હવે રહી દંડની વાત. જો ઝાડને પથરો વાગવાથી આ ગરીબના છોકરાને કોઠું મળે તો તે પથરો મને વાગવાથી આ છોકરાને શું મળવું જોઈએ ? વધારે કે ઓછું?' મહારાજાએ દીવાન અને દરબારીઓ સમક્ષ પોતાની રજૂઆત કરી.
આ વાત સાંભળી સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. મહારાજાને સભામાંથી કોઈ જવાબ ના મળ્યો, એટલે તેમણે છોકરાને કહ્યું, ભાઈ, તારા પોતાનાથી લેવાય તેટલા રોકડા રૂપિયા રાજભંડારમાંથી લઈ જા.'
પેલો ભીલનો છોકરો અને તેની માતા રાજી રાજી થઈ, દંડ” લઈ પોતાને ઘેર ગયાં.
૭૩
વિધવિધ ક્ષેત્રોમાં અનેક ઉચ્ચ કોટીના મહાપુરુષોને જન્મ આપવાનું મહાભાગ્ય બંગાળને પ્રાપ્ત થયેલું છે. તે બંગાળ પ્રાંતની આ વાત છે.
કલકત્તાની હાઈકોર્ટમાં એક ન્યાયાધીશ હતા. પ્રામાણિકતા, મહાન તર્કશક્તિ અને તીવ્ર બુદ્ધિના ધારક હોવાથી તેમના મિત્રો તેમને વિલાયત જવા વારંવાર પ્રેરણા કરતા. તેમને પોતાને પણ જવાની ભાવના હતી, પરંતુ માતાએ પરદેશ જવાની વાત સ્વીકારી નહીં તેથી તેઓએ તે વિચાર માંડી વાળ્યો.
Page #90
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
આ સમય દરમ્યાન ભારતના ગવર્નર જનરલ લૉર્ડ કર્ઝન હતા. તેઓ કારણવશાત કલકત્તા આવ્યા. હાઈકોર્ટના ન્યાયાધીશ હોવાથી બન્નેને મળવાનો પ્રસંગ બન્યો. તેમની સાથેની વાતચીત દરમ્યાન લૉર્ડ કર્ઝને પણ તેમને વિલાયત જવાની પ્રેરણા કરી ત્યારે ન્યાયાધીશ સાહેબ કહે, “મારી માતાનો વિચાર નથી તેથી હું નથી જતો.”
લૉર્ડ કર્ઝને કડક થઈને કહ્યું, “જાઓ, તમારી માતાને કહેજો કે ભારતના ગવર્નર જનરલે તમને વિલાયત જવા આજ્ઞા કરી છે.'
તુરત જ ન્યાયાધીશ સાહેબે જવાબ આપ્યો, “સાહેબ, આ દુનિયામાં મારે માટે સૌથી પહેલી અને સૌથી અગત્યની આજ્ઞા મારી માતાની છે. ગવર્નર જનરલ કે તેથી પણ ઊંચી પદવીના અધિકારીની આજ્ઞા મારા અંગત જીવનમાં મારી માતાની આજ્ઞાથી નીચી છે.'
ન્યાયાધીશની માતૃભક્તિ દર્શાવતો આવો ઉત્તર સાંભળી ગવર્નર જનરલ સ્તબ્ધ થઈ ગયા !
- આ ન્યાયાધીશ સાહેબ તે બંગાળ વિશ્વવિદ્યાલયના વાઈસ-ચાન્સેલર શ્રીયુક્ત આશુતોષ મુકરજી.
७४
-
-
- -
-
-
-
શાકંભરી નગરીમાં ધનાશાહ નામે શ્રાવક રહેતા હતા. નામ ધનાશાહ પરંતુ ધનનું તો નામનિશાન ન મળે. તેમની સ્ત્રી રેટિયા કાંતે, સૂતર કાઢે અને ધનાશાહ તેનું કાપડ વણાવી વેચે. આમ
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૦
ચારિત્ર્ય-સુવાસ
પોતાનું ગુજરાન ચલાવતા. એક વખત ધનાશાહે પોતાના માટે જ સૂતર તાવી તેમાંથી ચોફાળ વણાવ્યો, જેથી શિયાળામાં ઓઢવા કામ આવે.
એક દિવસ શાકંભરી નગરીમાં મહારાજ કુમારપાળના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય પધાર્યા. એમને મન તો શ્રીમંત અને રંક સૌ સમાન હતા. આવા મહાન આચાર્યને પોતાને ત્યાં પધારેલા જોઈ ધનાશાહને ખૂબ ભાવ આવ્યો, એટલે તેણે સૂઝતો આહાર વહોરાવ્યો, અને પેલો ચોફાળ પણ વહોરાવી દીધો. શ્રી હેમચંદ્રાચાર્યે તેને ગ્રહણ કર્યો.
કેટલાક દિવસે શ્રી હેમચંદ્રાચાર્ય પાટણ પધાર્યા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું. સામૈયામાં મહારાજ પોતે પણ સામેલ હતા. શ્રી હેમચંદ્રાચાર્યનો ચોફાળ જોઈ રાજાએ કહ્યું, “ભગવાન ! આપ તો મારા ગુરુ ગણાવ. તમે આવા જાડા ચોફાળ જેવાં કપડાં પહેરો તે જોઈ મને શરમ આવે છે.” હેમચંદ્રાચાર્યે જવાબ આપ્યો, “તમે રાજા છો પણ તમારા જ સાધર્મિક ગરીબ હાલતમાં રહે છે અને જેમ તેમ ગુજરાન ચલાવે છે એથી તમને શરમ નથી આવતી ? અમને મુનિઓને શું ? અમને તો અલ્પ મૂલ્યવાન અને જીર્ણ વસ્ત્ર જ શોભે.'
આ ઉપદેશની એવી અસર થઈ કે કુમારપાળે સાધર્મિક વાત્સલ્ય પાછળ દર વર્ષે ૧ કરોડ સોનામહોર ખર્ચવાનો નિર્ણય કર્યો. આ રીતે ૧૪ વર્ષ સુધી ૧૪ કરોડ સોનામહોરનો સદ્વ્યય કર્યો. ઇતિહાસમાં કુમારપાળે સાધર્મિક વાત્સલ્યમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું.
ઉપદેશ કરતાં આચરણની અસર ત્વરિત થાય છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૫
નોકર સાથે ઉદારતાનો વ્યવહાર
બંગાળના કૃષ્ણનગર નામના રાજ્યમાં શ્રી તારાકાન્ત રૉય ઊંચી પદવી પર નિયુક્ત હતા. ઘણાં વર્ષો સુધી રાજમહેલના જ એક ભાગમાં તેઓના નિવાસની વ્યવસ્થા હતી.
એક વખત ઠંડીના દિવસોમાં ઘેર આવતાં તેઓને મોડું થઈ ગયું. આવીને જોયું તો તેમના પલંગમાં પગની બાજુએ તેમનો એક જૂનો અને વિશ્વાસુ નોકર સૂઈ ગયો હતો. તેને ઉઠાડ્યા વિના પાસેની એક ચાદર જમીન પર પાથરી તેઓ સૂઈ ગયા.
વહેલી સવારે રાજાને કોઈ શુભ સમાચાર મળ્યા હતા તેથી તેની ખુશાલીમાં રાજા પોતે જ તે સમાચાર આપવા શ્રી તારાકાન્તના શયનખંડમાં ગયા અને જોતાં જ નવાઈ પામ્યા. તેઓએ શ્રી તારાકાન્તને પૂછ્યું, “કેમ, તમે નીચે સૂતા છો અને નોકર પલંગ ઉપર સૂતો છે ?'
શ્રી તારાકાન્તજીએ રાત્રે પોતાના મોડા આવ્યાની અને તે સમયે થાકને લીધે નોકર પલંગ પર સૂઈ ગયાની વાત કરી. નોકરની નિદ્રા અને આરામનો ભંગ ના થાય તે હેતુથી જ તેઓએ નીચે સૂઈ જવાનો વિચાર કર્યો હતો.
આ વાત સાંભળી શ્રી તારાકાન્તના દિલમાં નોકરો પ્રત્યે આટલી બધી સહૃદયતા છે તે જ્યારે રાજાને જાણવા મળ્યું ત્યારે તેના આનંદ અને આશ્ચર્યનો પાર ન રહ્યો.
wisterte mes
del
Page #93
--------------------------------------------------------------------------
________________
સોનાના સિક્કાઓનો અસ્વીકાર
મથુરદાસજી પોતાની કુટીરમાં
ગંગાકિનારે સંત ભગવદ્ભક્તિમાં લીન રહેતા.
એક દિવસ એક મોટો સિંધી વેપારી તેમની પાસે આવ્યો અને સોનાના સિક્કાની (ગીનીની) એક થેલી તેમના સમક્ષ ભેટરૂપે મૂકી અને કહ્યું, ‘પ્રભુ ! મને આશીર્વાદ આપો જેથી હું હંમેશાં સુખી રહું.’
૭૬
સંત કહે, ‘ભાઈ ! તું પહેલાં આ તારી થેલી પાછી લઈ લે પછી આગળ વાત કરું.' પણ પેલો વેપા૨ી માન્યો જ નહીં. સંત કહે, ‘મારી એક વાતનો જવાબ આપો :
તારી દીકરીનાં લગ્ન લીધાં હોય અને જાનને જમવા બેસવાની તૈયારી હોય તે સમયે જો કોઈ તારા રસોડામાં જઈ તારી રસોઈમાં ધૂળ નાખે તો તું શું કરે ?’
‘મહારાજ ! તો હું દંડા મારીને તેના મૂર્ખતાપૂર્ણ કાર્યની બરાબર શિક્ષા કરું.’
સંત કહે, ‘ભાઈ ! અમે સંતો પણ ખૂબ પ્રયત્ન કરીને અમારા પ્રભુને બેસાડવા માટે અમારું ચિત્ત ચોખ્ખું કરીએ છીએ. ઘણી સાધનાથી ચોખ્ખા કરેલા ચિત્તને મલિન કરવા કોઈ આવા રૂપિયા-પૈસા આપી જાય તો અમને તે કેવી રીતે ગમે ? હવે તું જ કહે કે તારી આ પૈસાની થેલી તારે પાછી લઈ જવી જોઈએ કે નહીં ?'
નિસ્પૃહ મહાત્માની તર્કપૂર્ણ યુક્તિથી પ્રભાવિત થયેલા વેપારીએ સંતની આજ્ઞા માની લીધી. સંતે તે સજ્જનને ધર્મલાભ માટે આશીર્વાદ આપ્યા અને પોતાની સંપત્તિનું દાન પરમાર્થના
Page #94
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
કોઈ યોગ્ય કાર્ય માટે કરવા જણાવ્યું.
આહિરક સિંહ !
-
-
-
-
-
-
સત્તરમા સૈકાની આ વાત છે.
તે વખતે મુલતાનમાં નવાબ મુજફફરખાનની હકૂમત હતી. મંત્રી ઉદયરામજી જૈન તેમના ખાસ વિશ્વાસુ રાજદરબારી હતા.
એક વખત નવાબ પાસે નવું જન્મેલું સિંહનું બચ્ચું ભેટરૂપે આવ્યું. નવાબે ઉદયરામજીને કહ્યું, “શેઠ સાહેબ, તમે તો પૂર્ણ અહિંસક છો. લો આ સિંહના બચ્ચાને; જો તમે તેને પણ અહિંસક બનાવી દો તો તમને પૂરા અહિંસક માનું.”
ઉદયરામજી તો બચ્ચાને પોતાના ઘેર લાવ્યા અને તેને દૂધ સાથે ધીમે ધીમે અન્નાહારનો અભ્યાસ કરાવવા લાગ્યા.
આ પ્રમાણે સમય જતાં સિંહનું બચ્ચું ત્રણ વર્ષનું થયું ત્યારે ઉદયરામજીએ તે બચ્ચે નવાબને પાછું સોંપ્યું અને બોલ્યા, “લો નવાબ સાહેબ, આ તમારો સિંહ હવે અહિંસક થઈ ગયો છે.'
નવાબે પરીક્ષા કરવા તેને માંસનો આહાર આપ્યો, પરંતુ સિંહે મોઢું ફેરવી લીધું.
સારા શિક્ષણ અને અભ્યાસથી જો હિંસક પશુ પણ ઉત્તમ સંસ્કારને પામે તો મનુષ્ય કેટલી ઊંચી પદવીને પામી શકે તે આપણે આ હકીકતથી સમજી શકીએ છીએ.
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૮
વચનનું પાલન
બાદશાહ અકબરના સમયની આ હકીકત છે.
રાણા પ્રતાપે માભોમ ચિતોડની સ્વતંત્રતા માટે રાજમહેલ છોડી અરવલ્લીના પર્વતમાં વાસો કર્યો હતો. મોટા ભાગના તેના સૈનિકો ખપી ગયા હતા, થોડા બાકી રહેલાઓમાં એક હતો સરદાર રઘુપતિસિંહ.
એક દિવસ તેને સમાચાર મળ્યા કે તેનો એકનો એક પુત્ર બહુ જ બીમાર છે. રાણાની રજા લઈ પોતાના પુત્રને મળવા તે નીકળી પડ્યો. જ્યાં ચિત્તોડની સરહદે આવ્યો ત્યાં બાદશાહના પહેરેગીરે રોકીને તેનું નામ પૂછ્યું, તેણે પોતાનું નામ બતાવ્યું. પહેરેગીર તો રાજી થઈ ગયો કે ઠીક ઘેર બેઠાં જ શિકાર હાથમાં આવી ગયો. તેને કેદ કરીને બાદશાહ પાસે લઈ જવા તૈયાર થયો, ત્યારે રઘુપતિસિંહે કહ્યું, “ભાઈ, મારો દીકરો બહુ બીમાર છે. મારે તેને મળવું છે અને દવાનો પ્રબંધ કરવો છે. હું ચોવીસ કલાકમાં તે પ્રબંધ કરી પાછો ફરીશ.' પહેલાં તો પહેરેગીરે માન્યું નહીં પરંતુ જ્યારે જાણ્યું કે જેણે પોતાનું નામ સાચું બતાવ્યું તે જરૂર પાછો આવશે. આમ જાણી તેણે રઘુપતિસિંહને જવાની રજા આપી.
આ બાજુ રઘુપતિસિંહે દવા વગેરેનો બરાબર પ્રબંધ કરી બીજે દિવસે જવાની તૈયારી કરી, ત્યારે પત્નીએ તેને રોક્યો પણ. તેને સમજાવીને તે તો ચાલી નીકળ્યો.
રઘુપતિસિંહને આવતો જોઈ પહેરેગીરે પૂછ્યું, “તને મોતની બીક નથી લાગતી ?” રઘુપતિસિંહ કહે, “ગમે તે થાય પરંતુ આપેલું વચન પાળવું એ ધર્મ છે. મોત કરતાં હું વિશ્વાસઘાતથી
Page #96
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
વધારે ડરું છું.”
આ સાંભળી પહેરેગીર ચક્તિ થઈ ગયો. આ વીર, ટેકીલા અને સ્વદેશભક્તને જોઈ, તેને છૂટો કરી તે બોલ્યો, “ધન્ય છે તમારા જેવા ટેકીલા અને સત્યપ્રિય પુરુષને. હું પણ તમારા જેવો થવા પ્રયત્ન કરીશ.”
ચારિત્ર્ય-સુવાસ
સને ૧૯૧૨ના અરસામાં ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં રહીને હિંદી કોમ માટેનાં વહીવટી કામકાજો કરતા હતા તે વખતની આ વાત છે.
વાત એમ બની હતી કે, ડરબનમાં કસ્તૂરબા ખૂબ ગંભીર બીમારીમાં એક ડૉક્ટર-મિત્રને ત્યાં રહીને સારવાર લેતાં હતાં. એક દિવસે ડૉક્ટરે ગાંધીજીને તાર કરીને કહ્યું, “તમે ડરબન એકદમ આવી પહોંચો અને તમારાં પત્નીને જ્યાં લઈ જવાં હોય ત્યાં લઈ જાવ !”
એવું શું બન્યું હતું?
બન્યું એમ કે, ડૉક્ટરે કસ્તૂરબાને કહ્યું કે જીવતાં રહેવું હોય તો તમારે દવા તરીકે માંસાહાર કરવો જ પડશે. કસ્તુરબાએ એ વાતનો સાફ ઈન્કાર કરીને કહ્યું કે મરણ પમાય તો ભલે, પણ માંસાહાર નહીં કરાય. એટલે ડૉક્ટરે ગાંધીજીને તાર કરીને ડરબન તેડાવ્યા. '
ગાંધીજી ડરબન પહોંચ્યા અને ડૉક્ટર-મિત્રને કહ્યું, “એ મરણ પામે તો ભલે, પણ એની મરજી વિરુદ્ધ માંસાહાર નહીં
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૬
અપાય !'
‘તો તમારી ફિલસૂફી મારે ઘેર નહીં ચાલે. જો એમ જ હોય તો તમારી પત્નીને લઈ જાઓ.'
ચારિત્ર્ય-સુવાસ
‘ક્યારે ?’
‘અત્યારે, કારણ કે હું ડૉક્ટર છતાં દરદીની ખોટી હઠને સ્વીકારી તેને મારા ઘરમાં મરવા નહીં દઉં !'
ગાંધીજીએ પોતાના દીકરાની સાથે કસ્તૂરબાને પૂછ્યું અને તેમણે જવાબ દીધો, ‘તો મને અહીંથી જલદી લઈ જ જાવ. મનખાદેહ વારેવારે નથી આવતો. તમારા ખોળામાં ભલે મરી જાઉં પણ મારાથી આ દેહ વટલાવાશે નહીં.'
વાહ રે કસ્તૂરબા તમારી દૃઢતા ! સંસ્કાર તે આનું નામ !
*
ત્યાંથી નીકળી ગાંધીજી અને કસ્તૂરબા ટ્રાન્સવાલના પાટનગરથી એકવીસ માઈલ દૂર ‘ટૉલ્સ્ટૉય ફાર્મ'માં આવીને રહ્યાં હતાં. કસ્તૂરબા તો હજુ બીમાર જ હતાં. ગાંધીજીએ કસ્તૂરબા પર અનેક ઉપચારો શરૂ કર્યા, પણ એ બધા ઉપચારો નકામા નીવડતા હતા, એટલે ગાંધીજીએ નવો ઉપચાર અજમાવવા કસ્તૂરબાને કહ્યું, ‘તમારે રક્તસ્રાવ અટકાવવા કઠોળ અને મીઠું છોડવું પડશે.'
‘ક્યાં સુધી ?’
‘સાજાં થાવ ત્યાં સુધી અથવા હંમેશને માટે.'
એ મારાથી નહીં બને, એવું જો તમને કોઈ કહે તો તમે પણ ન છોડો.’
અને આનંદમાં આવી જઈને ગાંધીજી બોલ્યા :
‘તું છોડે કે ન છોડે તે વાત નોખી છે પણ મેં તો બંને
Page #98
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર્ય-સુવાસ
ચીજ આજથી છોડી !'
ગાંધીજીના સ્વભાવને જાણનારી પત્નીએ બૂમ પાડી, ‘મને માફ કરો, તમે તમારું વેણ પાછું ખેંચો, હું એ બંને ચીજો છોડું છું.’
પ્રસંગ તો નાનો છે, પણ જીવનમાં સૌએ યાદ રાખવા જેવો છે. ઉપદેશ કરતાં પહેલાં આચરણ પર ધ્યાન આપો. અસર ચારિત્રની પડે છે, વાતોની નહીં.
ગાંધી બાપુ અને કસ્તૂરબા પાછળથી ભારતના કરોડો માનવીના હૃદયમાં છવાઈ ગયાં તેની પાછળ સંસ્કાર અને આચરણનો સધાયેલો સુમેળ અને તેના વડે તેમના જીવનમાંથી આવતી સુવાસ કારણભૂત હતાં.
८७
Page #99
--------------------------------------------------------------------------
________________
( સંસ્થાના મુખ્ય ઉદેશો અને પ્રવૃત્તિઓ ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્યમૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને સંવર્ધન કરવું. શિષ્ટ, સંસ્કારપ્રેરક અને આધ્યાત્મિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સાહિત્યનું તેમજ સંસ્થાના આધ્યાત્મિક મુખપત્ર દિવ્યધ્વનિનું નિયમિતપણે પ્રકાશન કરવું. અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન-સંશોધનઅનુશીલન કરવું. ભક્તિસંગીતની સાધના તેમજ સત્સંગ-સ્વાધ્યાયના કાર્યક્રમોનું અવારનવાર આયોજન કરવું. દેશ-વિદેશમાં વૈવિધ્યપૂર્ણ જીવનવિકાસલક્ષી શિબિરો તેમજ તીર્થયાત્રાઓના આયોજન દ્વારા ઉમદા સંસ્કારોનું સિંચન કરવું. સંસ્કારસિંચક-આ પ્રવૃત્તિઓ દ્વારા લોકમાનસમાં જીવનના ઉચ્ચ મૂલ્યો પ્રત્યે અભિરુચિ કેળવવી અને આશ્રમ જીવન જીવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા. રક્તદાન તથા વિવિધ પ્રકારનાં આરોગ્ય ચિકિત્સા કેમ્પોનું અવારનવાર (પ્રસંગોપાત) નિશુલ્ક આયોજન કરીને સમાજના સામાન્ય વર્ગના લોકોની સેવા કરવી.
સંસ્થાનો પરિચય) વિદ્યા-ભક્તિ-આનંદધામ, લાયબ્રેરી તથા ધ્યાનકક્ષ
વિદ્યા-ભક્તિ-આનંદધામ, આશરે ૬૦૦ મુમુક્ષુ ભાઈ-બહેનો એકી, સાથે ભક્તિ-સ્વાધ્યાયનો લાભ લઈ શકે તેવો અતિ આધુનિક સુવિધાસભર હોલ છે; જેમાં વિવિધ પર્વોના પુનિત દિવસોમાં અનેક પ્રસિદ્ધ સ્વાધ્યાયકરો ભક્ત-શ્રોતાજનોને પોતાની વાણીનો લાભ આપે છે. અર્વાચીન સ્થાપત્યના નમૂનારૂપ આ સત્સંગ ધામમાં ત્રણ ગુરુદેવોના સૌમ્ય, શાંત, ભાવવાહી ચિત્રપટોની સ્થાપનાથી આ હોલની ભવ્યતામાં જાણે કે ઓર ઉમેરો થાય છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
હોલની નીચેના ભાગમાં લગભગ ૧૫,OOO ઉપરાંત ગ્રંથોવાળું સમૃદ્ધ ગ્રંથાલય (લાયબ્રેરી) છે તથા ત્યાં જ વ્યક્તિગત અને સામૂહિક ધ્યાનની સાધના અર્થે ભાઈઓ તથા બહેનો માટેનાં અલગ-અલગ ધ્યાનકક્ષોની વ્યવસ્થા છે. * આવાસની સુવિધાઓ
સત્સંગી ભાઈ-બહેનો માટે અલગ-અલગ રહેઠાણની અતિ સુંદર વ્યવસ્થા કેન્દ્રમાં ઉપલબ્ધ છે. કેન્દ્રના મુખ્ય બિલ્ડીંગમાં લગભગ ૧૦૦ ભાઈઓ, સામેના મહિલા ભવનમાં પણ લગભગ ૧૦૦ બહેનો રહી શકે તેવી વ્યવસ્થા છે. કુટુંબ સહિત કે ગ્રુપમાં આવેલ સભ્યો માટે પણ વ્યક્તિગત આવાસની વ્યવસ્થા કેન્દ્રમાં ઉપલબ્ધ છે. * પ્રભુ મંદિર અને સંતકુટિર
સાધના કેન્દ્રમાં પ્રવેશદ્વાર સામે જ જ્યાં પ્રભુ પાર્શ્વ, પ્રભુ ઋષભ, પ્રભુ મહાવીરની પ્રતિમાઓ વિધિવત્ સ્થાપિત થઈ છે તેવું ભવ્ય મંદિરજી આવેલ છે.
મંદિરમાં આવેલ આ ત્રણે વીતરાગ પ્રતિમાઓ અત્યંત ભાવવાહી, સૌમ્ય, શાંતિદાયક અને ભવ્ય છે. મંદિરની બાજુમાં જ આવેલ સંતકુટિરમાં સંસ્થાના સ્થાપક, પ્રેરણામૂર્તિ પરમ શ્રદ્ધેયશ્રી આત્માનંદજી બિરાજે છે. સ્વ-પર કલ્યાણમાં અહોનિશ લાગેલા રહેતાં કરૂણામૂર્તિ પૂજ્ય સંતશ્રી આત્માનંદજી, તેમના સાધનાપ્રધાન જીવન અને વિશાળ શાસ્ત્રજ્ઞાન અને અનુભવવાણી દ્વારા અનેક સાધકોને માર્ગદર્શન પુરૂં પાડે છે. જ કાર્યાલય અને સ્વાગત કક્ષ
સંસ્થાનું કાર્યાલય તથા સ્વાગત કક્ષ પૂજ્યશ્રી તથા ટ્રસ્ટી મંડળના માર્ગદર્શનથી સંસ્થાના જ સહયોગી કાર્યકરો, નિષ્ઠાવાન સાધકવૃંદ અને નિયુક્ત થયેલા કર્મચારીગણના સંયુક્ત સહયોગથી ખૂબજ સુંદર-સુગમ રીતે ચાલે છે. વિનયી કાર્યકરો સંસ્થાની મુલાકાતે આવનાર દરેકે દરેક
Page #101
--------------------------------------------------------------------------
________________
વ્યક્તિઓને તેમની જરૂરિયાત પ્રમાણેની સુવિધા તથા માર્ગદર્શન પુરું પાડે છે.
કાયમી ભોજનશાળા
એકી સાથે ૧૨૫ માણસો જમી શકે તેવી સુસજ્જિત ભોજનશાળા બારેમાસ ચાલુ રહે છે અને તેમાં કાયમી સાધકો તથા આગંતુક દર્શનાર્થીઓ માટે શુદ્ધ-સાત્ત્વિક ભોજનની વ્યવસ્થા છે. ગ્રુપમાં આવનાર દર્શનાર્થીઓએ કેન્દ્રને જમવા-રહેવા માટે આગોતરા જાણ કરવી ખાસ જરૂરી છે. આ ઉપરાંત ૪૦૦ જેટલાં ભાઈ-બહેનો સ્વરુચિભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ભોજનશાળાની બાજુમાં જ કરેલ છે.
GP
ગુરુકુળ
નવી પેઢીના સાંસ્કારિક ઘડતરના ઉદ્દેશથી, મધ્યમવર્ગના વિદ્યાર્થીઓમાં વિદ્યાની સાથે સાથે સુસંસ્કારોનું પણ સિંચન થાય તે હેતુથી, આ સંસ્થામાં એક સુંદર ગુરુકુળ પણ નાના પાયા પર ચાલે છે.
વિદ્યાર્થીઓની સંખ્યા વધે, તેઓ વધુ તેજસ્વી બને અને આ આયોજન દ્વારા સમાજને ઉચ્ચત્તર નાગરિક મળે તે માટે, સ્કોલરશીપ આદિ આપી તેમને દરેક રીતે પ્રોત્સાહિત કરવાની અમારી ભાવના છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
સંસ્થાનાં પ્રકાશનોની સૂચિ
..............
જ
ગુજરાતી પ્રકાશનો ૧. ચારિત્ર સુવાસ.............. ............... .................. ૧૫.00 ૨. આપણી સંસ્કાર વારસો.
૧૬.૦૦ ૩. યોગ, સ્વાથ્ય અને માનવ મૂલ્યો.
........... ૧૫.00 તીર્થસૌરભ.................
............................ ૨0.00 ૫. શ્રીમદ્ રાજચંદ્રની જીવન સાધના.......
........૧૦.૦૦ પુષ્પમાળા.............................
............ ૦૫.00 ૭. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર-હસ્તલિખિત.......... .............૧0.00 ૮. સાધક-સાથી....
..........પ0.00 ૯. સાધના સોપાન................
.............૧0.00 ૧૦. સંસ્કાર, જીવનવિજ્ઞાન અને અધ્યાત્મ...................... ............. ૪0.00 ૧૧. અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા........
............... ૧૦.૦૦ ૧૨. બોધસાર
..૦૫.00 ૧૩. સાધક ભાવના.. ..................
..........૧૬.00 ૧૪. અધ્યાત્મ પાથેય.............
............... ૧૦.00 ૧૫. અધ્યાત્મપંથની યાત્રા................
................ ૨૦.00 ૧૬. દૈનિક ભક્તિક્રમ...................
..................૪૦. ૧૭. ભક્તિમાર્ગની આરાધના...
......૨૨.૦૦ ૧૮. રાજવંદના.............
...............૦૫.૦૦ ૧૯. બૃહદ્ આલોચનાદિ સંગ્રહ...
............... ૧૦.૦૦ ૨૦. દિવાળી-પુસ્તિકાઓ સેટ.................
............ ૧૦.00 ૨૧. સંસ્કાર...
......... ૨0.00 ૨૨. જીવન વિજ્ઞાન.......................
........... ૩૦.૦૦ ૩. અધ્યાત્મ..........
.............. ૨૦.00
વિશેષાંકો ૧. આત્મસ્મૃતિ ગ્રંથ (સંસ્થા દશાબ્દી ગ્રંથ)...................... ................. ૪૦.00 ૨. “દિવ્યધ્વનિ' (દશાબ્દી ગ્રંથ)...............
...............૦૭.00 ૩. “દિવ્યધ્વનિ' આચાર્ય વિદ્યાસાગર-વિશેષાંક................. ૪. “દિવ્યધ્વનિ' શ્રીમદ્ રાજચંદ્ર-વિશેષાંક.
૨૦.00 વિદ્યા-ભક્તિ-આનંદધામ' પ્રતિષ્ઠા-સ્મરણિકા......... ................... ૨૦.00 દ. “દિવ્યધ્વનિ' આચાર્ય સમત્તભદ્ર-વિશેષાંક............... ..............૧૦.૦૦
- ૧0.00
.........
Page #103
--------------------------------------------------------------------------
________________
1. Aspirant's Guide......
2. Adhyatma-Gnan-praveshika.. 3. Prayer and its Power........
5.
4. Jain Approach to self-Realization...... Our Cultural Heritage........ Diwali-Booklets.. Atmasiddhi....
6.
7.
૧. ૨.
અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા... ચારિત્ર સુવાસ.......
અંગ્રેજી પ્રકાશનો
હિન્દી પ્રકાશનો
25.00 .05.00
30.00
30.00
.30.00
.05.00
.60.00
०८.०० ૧૮.૦૦
Page #104
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું?” શ્રી આત્માનંદજી . ત્મિક સાધના તી કક. 10 આધ્યામિ, ધ્યાન સત્સંગ ભક્તિ સ્વાધ્યાય સંગીત શ્રીમદ્ રાજ, શી-૩૮૨૦ પ્રકાશક: શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સદ્ભુત સૈા સાથના કેન્દ્ર સંચાલિત) આ કોબા.-૩૮૨ 009. (જી. ગાંધીનગર) . an Educat International Private Personal Use Only