SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર્ય-સુવાસ ઘોડેસવાર સિંગાજીના હૃદયને વીંધી તેની આરપાર નીકળી ગયા. મહારાજ ! આપના ચરણોમાં મને સ્થાન આપો. આપના શબ્દામૃતથી મને નવજીવન પ્રાપ્ત થયું છે.' આ શબ્દો કહેતાંની સાથે જ ઘોડેસવારે પોતાનું માથું સાધુના ચરણમાં ધરી દીધું. ‘મારે હવે રાજદૂત તરીકેનું કામ નથી કરવું. હવે ભગવાનના ભજનામૃતનો સ્વાદ છોડવો પડે તેવા સાંસારિક પ્રપંચ માટે ન જ જોઈએ.' ઘોડેસવારના ઉદ્ગાર હતા. ૩૮ ‘સિંગાજી ! વાસ્તવમાં તો તમે જ સંતના જેવું હૃદય ધરાવો છો, તેથી તમે જ ધન્યવાદને પાત્ર છો.' સંતે પ્રત્યુત્તર વાળ્યો. આ બનાવ બન્યા પછી સિંગાજીએ મધ્યપ્રદેશના ભામગઢ રાજ્યના રાવને ત્યાંથી છૂટા થઈ, પીપાલ્યાના જંગલમાં કુટિર બનાવી સત્સંગનો લાભ લઈ પરમાર્થસાધનામાં જીવન ગાળવા માંડ્યું. તેઓએ ભગવદ્ભક્તિનાં અનેક સુંદર પદો બનાવ્યાં છે. સંત સિંગાજી મહાત્મા તુલસીદાસ અને મીરાંબાઈના સમકાલીન હતા, એટલે કે સોળમી સદીના ઉત્તરાર્ધમાં તેઓ મધ્યભારતના એક મહાન સંત તરીકે વિદ્યમાન હતા. ૩૫ મહાપુરુષની ઉદારતા ઈ.સ. ૧૮૬૫ની સાલ. બંગાળમાં એવો ભયંકર દુકાળ પડ્યો કે અનાજ ક્યાંય દેખવા પણ ન મળે. એટલું જ નહીં, મનુષ્યોએ પોતાનાં કુટુંબ અને પશુઓ સહિત મોટા પ્રમાણમાં હિજરત આદરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy