SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર્ય-સુવાસ ૨૫ એક દિવસ પગરખાંઓનો હાર બનાવી આ લોકોએ તે ભક્તની કુટિરના બારણામાં લટકાવી દીધો. બીજે દિવસે ભક્તરાજે આ જોયું ત્યારે તેઓ નીચેનો શ્લોક બોલ્યા : कर्मावलम्बकाः केचित् केचिज्ज्ञानावलम्बकाः । वयं तुं हरिदासानां पादरक्षावलम्बकाः ॥ અર્થાતુ કેટલાક નિષ્કામ કર્મયોગનો આશ્રય કરે છે અને કેટલાક જ્ઞાનયોગનો આશ્રય કરે છે પણ અમે તો ભગવાનના દાસનાં પગરખાંઓનું અવલંબન લઈએ છીએ. પોતાના પ્રપંચકાર્યની જ્યારે આ સાચા ભક્ત ઉપર કાંઈ અસર ન થઈ ત્યારે તેમના હાથ હેઠા પડ્યા. તેના અંતરમાં ભગવદ્ભક્તો પ્રત્યેની ભાવના આ પ્રસંગથી ઊલટી વધી ગયેલી જોઈ ત્યારે આ ઈર્ષાળુ લોકોની આંખ ઊઘડી ગઈ. તેઓ સાચા ભક્તના ઘેર ગયા અને તેમના પગમાં પડી પોતાના દુષ્કૃત્યની માફી આપવા વિનંતી કરી. સંત હૃદયમાં સાચા ભક્તો પ્રત્યે કેવો અહોભાવ હોય છે તેનું આ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે. ૨૪ રાજાની ગુણવાહકતા માળવાની ગાદી ઉપર રાજા ભોજનો નવો નવો રાજ્યાભિષેક થયો તે સમયની આ વાત છે. એક દિવસ રાજા સવારના પહોરમાં પોતાના ક્રિીડા-ઉપવન તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં તેણે એક તેજસ્વી, સૌમ્ય અને પવિત્ર બ્રાહ્મણને જોયો. તેણે પોતાનો રથ થોભાવ્યો અને બ્રાહ્મણને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy