SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર્ય-સુવાસ ૩૧ મનમાં હતા ત્યારે રાજવીના મનમાં જુદા જ વિચારો ચાલતા હતા અને તેના ફળસ્વરૂપે રાજાએ સુવર્ણપાત્ર તે રચનાની નીચે મૂકી દીધું અને કહ્યું : કવિરાજ ! તમે ધન્ય છો. આપની રચનાના એક એક શબ્દ એવું માધુર્ય અને રસ ભય છે કે તેનો એક કણ પણ જમીન પર ન પડવો જોઈએ, એમ વિચારી હું આપની રચનાને આ સુવર્ણપાત્રમાં રાખવા વિનંતી કરું છું.” સૌ રાજદરબારીઓ સ્તબ્ધ થઈ ગયા. કવિના હર્ષનો પાર ન રહ્યો. રાજા મહાકવિની સામે ટગર ટગર જોઈ પ્રેમ વરસાવતા હતા, અને મહાકવિ પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરતા હતા. કારણ કે પોતાની વસ્તુનું સાચું મૂલ્યાંકન કરનાર કદરદાન ઝવેરી તેમને મળી ગયા હતા ! ૨૯ માત્ર આટલાથી જ પત લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાંની આ વાત છે. તે વખતે બનારસમાં જૈનોના ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના પિતા રાજા અશ્વસેન રાજ્ય કરતા હતા અને પાડોશી રાજ્યના નાતે તેઓને મગધના રાજા સાથે સારી મૈત્રી હતી. આ સમયે બિહાર (મગા)ની માહી નદીના કિનારે ઉદ્રરામપુત્ર નામના એક યોગી રહેતા હતા. મગધેશ્વર તેમના શિષ્ય હતા. આકાશગામિની વિદ્યા આ મહાત્માને સિદ્ધ હોવાથી આકાશમાર્ગે દરરોજ રાજમહેલમાં આવી આહાર કરી ફરી આકાશમાર્ગે પાછા ચાલ્યા જતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy