________________
૧૭.
કહે, પણ તત્ત્વથી તે વસ્તુમાં કાંઈ ફેર પડતો નથી. તેમ અનંત ગુણનિધાન આ નિવણસંક્ષિત પદને તેના ગમે તે ગુણવાચક ગુણનિષ્પન્ન નામથી ઓળખવામાં આવે તે પણ તત્વથી–પરમાર્થથી તેમાં ભેદ પડતો નથી.
શબ્દભેદ ઝઘડો કિછે? જે પરમારથ એક;
કહો ગંગા કહા સુરનદીજી, વસ્તુ ફિરે નહિ છેક.”–શ્રી યશોવિજયજી. તાત્પર્ય કે સંસારથી પર અને જેનાથી પર કઈ નથી એવા આ “પરંતવ” સાથે જે–જેડે તે યોગ એમ તેની સર્વદર્શનસંમત સર્વમાન્ય અવિસંવાદી વ્યાખ્યા છે. અને આને ફલિતાર્થ એ છે કે આત્માનું નિજ શુદ્ધ સ્વભાવ સાથે-સહજાન્મસ્વરૂપ સાથે ગુંજન થવું તે જ યોગનું પ્રગટ સ્પષ્ટ સ્વરૂપ છે. “ઈરછે છે જે જોગીજન”જોગીજનો જે ઝંખે છે, એવું આ “અનંત સુખ સ્વરૂપ” “મૂળ શુદ્ધ તે આત્મપદ” પમાડવું એ જ આ ચેગનું એક માત્ર પ્રયોજન છે. અને આવા શુદ્ધ આત્મસ્વરૂપ જિનપદની અને નિજ પદની એકતા છે, એમાં કાંઈ પણ ભેદભાવ નથી, એને લક્ષ થવાને જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રોનું પ્રયોજન છે.
આમ મોક્ષરૂપ પરમ શાંતિ પામવાને માર્ગ એ જ યુગ છે, અને મોક્ષ એ જ સવ દશનેનું એક નિશ્ચિત સાધ્ય-ધ્યેય (Goal) છે, એટલે તેના સત્ સાધનરૂપ આ
યેગમાર્ગ પણ એક જ છે, અને તે તે શમ પરાયણ-શમનિષ્ઠ એવો મુમુક્ષુઓને એક શાંતિમાર્ગ જ છે. આ શમ એટલે નિષ્કષાય આત્મપરિણતિ, એક જ શમનિષ્ઠ રાગદ્વેષ રહિતપણું, સમભાવ. શ્રી કુંદકુંદાચાર્યજીએ વ્યાખ્યા કરી છે શાંતિમાર્ગ તેમ “મોહ-ક્ષોભ રહિત જે આત્માને પરિણામ તે સમ કહેવાય છે.”
અથવા શમ એટલે સામ્ય, અર્થાત્ જેમ છે તેમ યથાવત્ આત્મગુણની સમાન થવું તે સામ્ય. જે સામ્ય છે તે ધર્મ છે, અને વઘુરાવો ધમ્મ ' વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આ ધર્મ છે તે ચારિત્ર છે, અને “સ્વરે જ રારિä' સ્વરૂપમાં ચરવું–આત્મસ્વરૂપમાં વર્તવું તે ચારિત્ર છે. આમ ચારિત્ર=ધર્મ=સામ્ય=સમ=શમ એ શબ્દ સમાનાર્થ વાચક છે. તાત્પર્ય કે સામ્યમાં અર્થાત સહજ આત્મસ્વરૂપમાં સ્થિતિ કરવી, સ્વરૂપ સમજી સ્વરૂપમાં શમાવું એ જ શમ છે, પરભાવ વિભાવથી વિરામ પામી આત્મભાવમાં વિશ્રાંત થવું એ જ શાંતિ છે, અને તે જ શમનિષ્ઠ માર્ગ અથવા શાંતિમાર્ગ છે. મહાગીતાર્થ યોગીશ્વર આનંદઘનજીએ આ શાંતિમાર્ગનું અનુપમ સ્વરૂપ સંગીત કર્યું છે. જેમકે –
આપણે આતમભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે;
અવર સવિ સાથે સગથી, એ નિજ પરિકર સાર રે.. શાંતિ જિન” તે પર તત્ત્વ પ્રત્યે જવા ઈચ્છનારા સર્વે મુમુક્ષુઓ તે જ એક શાંતિમાર્ગ પામવાને ઈચ્છે છે, એટલે તે સર્વને માર્ગ સાગરના તીરમાર્ગની પેઠે એક જ છે, પછી ભલે અવસ્થાભેદના