Book Title: Yogashatak Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 7
________________ “પિયગુઈ” નામની કોઈ બ્રહ્મપુરીના વતની, શંકર ભટ્ટ અને તેમનાં ધર્મપત્ની ગંગામાતા ના પુત્ર તરીકેનો સૂરિવર્તનો ઉલ્લેખ ભદ્રેશ્વરસૂરિજી કૃત કહાવલીમાં પ્રથમ પરિચ્છેદમાં અંતે કરેલો છે. ચિત્રકુટ (ચિતોડ)ના મહારાજા જિતારિ ના તેઓ પુરોહિત હતા. જિતારી રાજા રામ જેવો પ્રજાવત્સલ, યુધિષ્ઠિર જેવો નીતિવત્સલ, અશોક જેવો દયાવત્સલ, અને અર્જુન જેવો રણવત્સલ હતો, સૂરિવર્યશ્રી બ્રાહ્મણ જાતિના હતા અને ચિત્રકુટના શિખરોમાં નિવાસી હતા. એમ ઉપદેશપદની ગાથા ૧૦૩૮ની પૂ.મુનિચન્દ્રસૂરિજી કૃત ટીકામાં ઉલ્લેખ છે. તેઓ અગ્નિહોત્રી હતા. એક વખત સુખાસન ઉપર બેસીને અનેક પાઠકો વડે બિરૂદાવલી બોલાવતા રાજમાર્ગ ઉપર જતા હતા, સામેથી તોફાને ચડેલા ગજરાજનું દર્શન થયું. લોકોની ભાગાભાગ અનેકોલાહલ જોઈપોતે સુખાસન ઉપરથી કુદી પડ્યા અને બાજુમાં આવેલા જૈનમંદિરમાં છુપાયા. ત્યાં જૈનમૂર્તિ ઉપર દૃષ્ટિ પડી અને જૈનદર્શન ઉપરના દ્વેષથી બોલી ઉઠ્યા કે – वपुरेव तवाचष्टे, स्पष्टं मिष्टान्नभोजनम् । न हि कोटरसंस्थेऽग्नौ तरुर्भवति शाड्वलः ॥ પોતાની વિદ્યાનું પોતાને ઘણું જ અભિમાન હતું. તેથી પ્રતિજ્ઞા કરી કે “જેનુ કહેલું મારાથી ન સમજાય તેનો હું શિષ્ય બનું” ફરતાં ફરતાં જિનદત્ત નામના સૂરિવર જ્યાં હતા તે ગામમાં ગયા. તે જ ગામમાં યાકિની નામનાં તેજસ્વી મહત્તરા (સાધ્વીજી) હતાં, તેઓ શ્રી આવી ગાથા કંઠસ્થ કરતાં હતાં. चक्किदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव, दुचक्की केसी य चक्की य ॥ આ ગાથા તેઓએ સાંભળી, અર્થ સમજાયો નહીં. મહત્તરા શ્રી યામિનીજીને અર્થ પુછ્યો. તેઓએ ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, આદિની સંખ્યાનો અર્થ સમજાવ્યો, વિશેષ અર્થ સમજવા આચાર્યશ્રી પાસે જવા ભલામણ કરી, તેઓ આચાર્યશ્રી પાસે ગયા, આ ગાથાનો સવિશેષ અર્થ જાણી, ધર્મોપદેશ પામી, પ્રતિબોધિત થઈ દીક્ષિત થયા, તેઓના ગુરુનું નામ જિનદત્તસૂરિજી, અને તેઓનું નામ હરિભદ્રજી થયું. (પાછળથી સૂરિજી થયા) આ ઉલ્લેખ પ્રભાવક ચરિત્રમાં, કહાવલીમાં, અને ઉપદેશપદની ગાથા ૧૦૩૯માં મળે છે. s Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 324