Book Title: Yogashatak
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 5
________________ “આ સંસારી આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ”આત્માની ઉર્ધ્વરોહણની એક જાતની પ્રક્રિયા તે યોગ, તેને જુદા જુદા વિષયો વાર સાંગોપાંગપણે વર્ણન કરતા ક્રમશઃ મહાકાય એવા ચાર ગ્રંથોનું સર્જન ક્યું છેઃ (૧) વિંશતિ વિંશિકામાં આવતી યોગવિંશિકા, (૨) યોગશતક, (૩) યોગદૃષ્ટિ સમુચ્ચય, (૪) યોગબિન્દુ, જે ચારે ગ્રંથોની અનુક્રમે ૨૦.૧૦૦ ૨૨૮/૫૨૭ મૂળ ગાથાઓ છે. યોગવિંશિકા ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મ. સા. કૃત ટીકા છે. બીજા અને ત્રીજા ગ્રંથ ઉપર સ્વપજ્ઞ ટીકા છે. અને યોગબિન્દુ ઉપર કોઈ પૂર્વાચાર્યની ટીકા છે. પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોને ભણાવતાં-ભણાવતાં આ ગ્રંથો ભણાવવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થયો. અધ્યાત્મરસની અમીથી અંજાયેલા, સમતારસના સાગરસમાન, ભોગીને પણ યોગી બનાવવામાં સક્ષમ, અત્તે યોગપ્રિયતાના અવશ્ય ઉત્પાદક, જૈનદર્શનની માર્મિક યુક્તિઓથી એકાન્તવાદોનું નિરસન કરનાર, આત્માને કેવળ શાન્તરસમાં લઈ જનાર એવા અદ્ભુત આ ગ્રંથો જોઈને તેના પઠન-પાઠનથી ચિત્ત કદાપિ તૃપ્ત થતું નથી. જેમ જેમ વાંચીએ તેમ તેમ રસ વધતો જ જાય છે. વાંચતાં વાંચતાં રાત્રિ ગમે તેટલી પસાર થઈ જાય તો પણ પુસ્તક , હાથમાંથી મુકાતું જ નથી. એવા પ્રકારની રસવર્ધક રચનાથી રચિત આ ગ્રંથો છે. પઠન-પાઠન કરતાં આ ગ્રંથોનું તથા તેની ટીકાનું ગુજરાતી ભાષાન્તર બનાવવાનું મન થયું. અનેક મુનિ ભગવંતોએ તથા પૂજ્ય સાધ્વીજી મ. સાહેબોએ સવિશેષ પ્રેરણા કરી. તે તમામના શુભાશીર્વાદથી પ્રારંભ ર્યો. તેઓની જ કૃપાથી “યોગવિંશિકા”નું લખાણ પ્રથમ પૂર્ણ થયું, જે ૨૦૪૯ માં પ્રકાશિત . આજે “યોગશતક”નું લખાણ પૂર્ણ થઈ પ્રકાશિત થઈ રહ્યું છે. ભાવના છે કે બાકીના બે ગ્રંથોનું વિવેચન પણ ટુંક સમયમાં પ્રકાશિત કરીશું. હાલ તે પણ લખાય છે. જોગાનુજોગ અમેરિકા અને લંડનમાં વસતા ભારતીય પ્રૌઢ જૈન સ્ત્રીપુરુષોના આમંત્રણથી ધાર્મિક વર્ગો ચલાવવા ત્યાં જવાનું થયું. ત્યાં ચિત્તની અત્યન્ત શાન્તિ, સમયની સાનુકૂળતા, અને આ યોગગ્રંથ પ્રત્યેના બહુમાનથી આ લખાણકાર્યક્રમમાં વેગ આવ્યો તથા પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉચિત પ્રકાશનો પણ તૈયાર ર્યા, જેમાંથી બે પ્રકાશિત થયાં છે. બીજાં હાલ લખાય છે. તત્ત્વજિજ્ઞાસુ, અધ્યાત્મી આત્માઓએ આ પુસ્તકો અવશ્ય વાંચવા યોગ્ય છે. તેની વિગત આ પ્રમાણે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 324