Book Title: Yogashatak Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 4
________________ પ્રસ્તાવના ભારતભૂમિ સદાકાળ સાધુ-સંતો અને યોગિમહાત્માઓની ચરણરજથી પુનીત બનેલી છે, અને પુનીત રહેશે. અનંત ઉપકારી શ્રી તીર્થંકર ભગવન્તોના શાસનથી આ ભૂમિ ઉપર અનંત આત્માઓએ કલ્યાણ સાધ્યું છે, અને સાધે છે. તે તીર્થંકર ભગવન્તોના વિરહકાળમાં તેઓશ્રીની જ પરમ પવિત્ર વાણીથી પ્રતિબોધ નામેલા શ્રી ગણધરભગવંતો, શ્રી શ્રુતકેવલી ભગવન્તો, શ્રી ચૌદ પૂર્વધર અને દશ પૂર્વધરાદિ મુનિભગવંતો તથા અનેક મહાન્ પ્રભાવશાળી આચાર્યોએ આ શાસનની ખપૂર્વ સેવા કરી છે. ભગવન્તની વાણીને જગતના જીવોના ઉપકાર માટે સંસ્કૃતપ્રાકૃતાદિ ભાષામાં ગુંથીને અનેક શાસ્ત્રોનું સર્જન પૂર્વાચાર્યોએ ક્યું છે. શાસ્ત્ર એ વાસ્તવિક અંતર ચક્ષુઃ છે. સદ્ગુદ્ધિ, ઉત્તમસંસ્કાર, અને નિર્મળ જ્ઞાનપ્રાપ્તિ કરાવવામાં શાસ્ત્ર એ જ પ્રધાનનિમિત્ત છે. તેટલા માટે પૂર્વાચાર્યો પોતાનું જીવન સ્વપર કલ્યાણકારક એવા શાસ્ત્રસર્જનમાં જ ઓતપ્રોત કરતા હતા. આવા પ્રકારના પૂર્વાચાર્યોમાં આચાર્યદેવેશ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીનું નામ ગૌરવવંતું છે કે જેઓએ પોતાની સર્વતોમુખી પ્રતિભાને જાણે પ્રસિધ્ધ કરતું હોય એવું અદ્વિતીય, વિદ્વદ્ભોગ્ય, અનેકવિધ વિષયોને સંકલિત કરતું સાહિત્યસર્જન કર્યું છે. પંડિત પુરુષોની પણ જેમાં ચાંચ ખૂંચવી કઠીન થઈ જાય તેવા અપૂર્વ ૧૪૪૪ ગ્રંથોનું નિર્માણ કરવા દ્વારા ભવ્યાત્માઓનું કલ્યાણ કરવા સ્વરૂપ મહાગ્ભગીરથ કાર્ય કર્યું છે. તે ગ્રંથોમાં યોગના વિષય ઉપર પણ સુંદર પ્રકાશ પાથરેલ છે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 324