________________
[વૈરાગ્યવર્ધા * આ લોકના મનુષ્યો સંપૂર્ણ પાપના ઉદયથી અશાતા વેદનીય નીચ ગોત્ર અને અશુભ નામ-આયુ આદિ દુષ્કર્મના વશથી એવા દુઃખો સહન કરે છે તોપણ પાછા પાપ જ કરે છે, પણ પૂજા-દાનવ્રત-તપ અને ધ્યાનાદિ છે લક્ષણ જેનું એવા પુણ્યને ઉપજાવતા નથી એ મોટું અજ્ઞાન છે. ૨૯. (શ્રી સ્વામીકાર્તિકેયાપેક્ષા)
* મારું મરણ નથી તો મને ડર કોનો? મને વ્યાધિ નથી તો મને પીડા કેવી? હું બાળક નથી, હું યુવાન નથી. એ સર્વ અવસ્થાઓ પુદ્ગલની છે. ૩૦.
(શ્રી ઇષ્ટ-ઉપદેશ) * યદિ યહ શરીર બાહિર કે ચમડેસે ઢકા હુઆ નહિ હોતા તો મમ્મી કૃમિ તથા કૌએસે ઇસકી રક્ષા કરને મેં કોઈ સમર્થ નહીં હોતા ઐસે ધૃણાસ્પદ શરીરકો દેખકર સત્યરુષ જબ દૂરણીસે છોડ દેતે હૈં તબ ઇસકી રક્ષા કૌન કરે? ૩૧. (શ્રી જ્ઞાનાવ)
ક હે જીવ! દેહનાં જરા-મરણ દેખીને તું ભય ન કર; પોતાના આત્માને તું અજર-અમર પરમ બ્રહ્મ જાણ. ૩૨.
(શ્રી પાહુડ-દોહા) * જિસ મૃત્યુનૅ જીર્ણ દેહાદિક સર્વ છૂટિ નવીન હો જાય તો મૃત્યુ પુરુષનિકે સાતાકા ઉદયકી જ્યોં હર્ષકે અર્થિ નહીં હોય કહા? જ્ઞાનીનિકૈ તો મૃત્યુ હર્ષકે અર્થિ હી હૈ. ૩૩. (મૃત્યુમહોત્સવ)
* શ્રુતિ (આગમ), બુદ્ધિ, બળ, વીર્ય, પ્રેમ, સુંદરતા, આયુ, શરીર, કુટુંબીજન, પુત્ર, સ્ત્રી, ભાઈ ઔર પિતા આદિ સબ હી ચાલનીમેં સ્થિત પાનીકે સમાન સ્થિર નહીં હૈ-દેખતે દેખતે હી નષ્ટ હોનેવાલે હૈ. ઇસ બાતકો પ્રાણી દેખતા હૈ તો ભી ખેદકી બાત હૈ કિ વહ મોહવશ આત્મકલ્યાણકો નહીં કરતા હૈ. ૩૪.
વૈરાગ્યવર્ષા ]
૧૦
(શ્રી સુભાષિતરત્નસંદોહ) * પૂર્વોપાર્જિત દુર્નિવાર કર્મના ઉદયવશે કોઈ ઇષ્ટ મનુષ્યનું મરણ થતાં જે અહીં શોક કરવામાં આવે છે તે અતિશય પાગલ મનુષ્યની ચેષ્ટા સમાન છે. કારણ કે તે શોક કરવાથી કાંઈ પણ સિદ્ધ થતું નથી પરંતુ તેનાથી કેવળ એ થાય છે કે તે મૂઢ બુદ્ધિવાળા મનુષ્યના ધર્મ, અર્થ અને કામરૂપી પુરુષાર્થ આદિ જ નષ્ટ થાય છે. ૩૫.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * કરના કયા હૈ ઔર કરતા કયા હૈ? યહ બાત અપને ધ્યાનમે નહીં રખતા ઔર ગાંઠની પૂંજી ખોકર ઉલ્ટી માર ખાતા હૈ અર્થાત્ માનવદેહ વ્યર્થમેં ખો રહા હૈ. ૩૬. (શ્રી બુધજન સસઈ)
કે આ અલ્પ આયુષ્ય અને ચંચળ કાયાને એ (મોક્ષ) માર્ગમાં ખપાવી દેતાં જો પરમ શુદ્ધ ચૈતન્યઘન અવિનાશી નિઃશ્રેયસની પ્રાપ્તિ થતી હોય તો તને ફૂટી કોડીના બદલામાં ચિંતામણિરત્નથી પણ અધિક પ્રાપ્ત થયું છે એમ સમજ. હે જીવ! સમ્યક જ્ઞાનદર્શન-ચારિત્ર અને તપ એ ચાર આરાધનાની ઉત્તરોત્તર વૃદ્ધિ અને શુદ્ધિમાં તારા આ માનવજીવનનો જે કાળ છે, તેટલું જ તારું સફળ આયુષ્ય છે એમ સમજ. ૩૭.
(શ્રી આત્માનુશાસન) * આત્મા ગમે તેવા સંયોગમાં પણ પોતાની શાંતિ પ્રગટ કરી શકે છે. પોતાની શાંતિને પ્રગટ કરવામાં જગતનો કોઈ બાહ્ય પદાર્થ વિદન કરવામાં સમર્થ નથી. ગમે તેવા આકરાં પ્રસંગો આવી પડે, દીકરો મરી જાય, દીકરી રાંડે, જંગલમાં એકલો પડી ગયો હોય ને કોલેરા આદિનો આકરો રોગ થઈ ગયો હોય, સુધા -તૃષાની આકરી વેદના હોય કે સિહ વાઘ ફાડી ખાવા આવ્યો હોય કે ગમે તેવા આકરાં પ્રસંગ આવી પડે તોપણ તે સંયોગનું લક્ષ