Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 75
________________ [ વૈરાગ્યવર્ષા ૧૩૯ એમાં પોતાના આત્માનું હિત કરી લેવા જેવું છે. ૬૦૨. (દષ્ટિનાં નિધાન) * હે જીવ! આમ છે અને તેમ છે એમ ઘણું કહેવાથી શું સિદ્ધિ છે? આ સંસારમાં પરિભ્રમણ કરતાં તેં આવા શરીર તો અનંતવાર મેળવ્યાં અને છોડ્યાં. ટૂંકામાં એટલું જ કહેવાનું કે જીવને શરીર (શરીર પ્રત્યેની મમત્વબુદ્ધિ) એ જ સર્વ આપત્તિનું સ્થાન છે. ૬૦૩. દેશી ભા * આ જન્મ-મરણરૂપ સંસારમાં અનંતકાળથી પરિભ્રમણ કરતો જીવ મનુષ્યપર્યાય પામે છે અથવા નથી પણ પામતો અર્થાત્ તેને તે મનુષ્યપર્યાય ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. જો કદાચ તે મનુષ્યભવ પ્રાપ્ત પણ કરી લે છે તોપણ નીચ કુળમાં ઉત્પન્ન થવાથી તેનો તે મનુષ્યભવ પાપાચરણપૂર્વક જ નષ્ટ થઈ જાય છે. જો કોઈ પ્રકારે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયો તોપણ ત્યાં તે કાં તો ગર્ભમાં જ મરી જાય છે અથવા જન્મ લેતી વખતે મરી જાય છે અથવા ભાળ્યાવસ્થામાં પણ શીઘ્ર મરણ પામી જાય છે; તેથી પણ ધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. પછી જો આયુષ્યની અધિકતામાં તે ધર્મ પ્રાપ્ત થઈ જાય તો તેના વિષયમાં ઉત્કૃષ્ટ પ્રયત્ન કરવો જોઈએ. ૬૦૪. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) * (દિનપ્રતિદિન બનતાં દેહવિલયનાં અભંગુર પ્રસંગો સાંભળીને વૈરાગ્યભર્યા શબ્દોમાં પુજ્ય ગુરુદેવશ્રી કહે છે કે) હે ભાઈ! આ દેહ તો ક્ષણમાં છૂટી જરો. દેહનો સંયોગ તો વિયોગજનિત જ છે. જે સમયે આયુષ્યની સ્થિતિ પૂર્ણ થવાની છે તે સમયે તારા કોટિ ઉપાયો પણ તને બચાવવા સમર્થ નથી. તું લાખ રૂપિયા ખર્ચ ૩ કરોડ ખર્ચ, ગમે તો વિલાપતનો ડૉકટર લાવ પણ આ બધું વૈરાગ્યવાં ] ૧૪૦ છોડીને તારે જવું પડશે. દેહવિલયની આવી નિયત સ્થિતિને જાણીને તે સ્થિતિ આવી પડે તે પહેલાં જ તું ચેતી જા. તારા આત્માને ૮૪ના ફેરામાંથી બચાવી લે. આંખ મીંચાયા પહેલાં જાગૃત થા. આંખ મીચાયા પછી કાં જઈશ તેની તને ખબર છે? ત્યાં કોણ તારા ભાવ પૂછનાર હશે? તો અહીં, લોકો આમ કહેશે ને સમાજ આમ કહેશે ને સમાજ તેમ કહેશે એવી મોહની ભ્રમજાળમાં ગૂંચવાઈને તારા આત્માને શા માટે ગૂંગળાવી રહ્યો છે? ૬૦૫. (દષ્ટિનાં નિધાન) * અહીં ઉપદેશ કરીએ છીએ કે હે ભવ્ય! હે ભાઈ! અહીં સંસારના જે દુઃખો બતાવ્યાં તેનો અનુભવ તને થાય છે કે નહિ? તું જે ઉપાયો કરી રહ્યો છે તેનું જૂડાપણું દર્શાવ્યું તે તેમ જ છે કે નહિ? તથા સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતાં જ સુખ થાય એ વાત બરાબર છે કે નહિ? એ બધું વિચાર! જો ઉપર કહ્યા પ્રમાણે જ તને પ્રતીતિ આવતી હોય તો સંસારથી છૂટી સિદ્ધ અવસ્થા પામવાના અમે જે ઉપાય ડીએ છીએ તે કર! વિલંબ ન કર! એ ઉપાય કરતાં તારું કલ્યાણ જ થશે. ૬૦૬. (શ્રી મોક્ષમાર્ગપ્રાશક)

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104