Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 77
________________ ૧૪૩ [ વૈરાગ્યવા [1] મૃત્યુ તો એકવાર થવાનું જ છે માટે જ દેહનું લક્ષ છોડીને અમૃતસ્વરૂપ આત્મા ઉપર દૃષ્ટિ મૂકવા જેવું છે. -પૂજ્ય ગુરુદેવ [ પ્રથમ સપ્તાહ, તા.૨૯-૯-૬૩ થી ૪-૧૦-૬૩ ] ધર્માત્મા-સન્તોનું દર્શન કોઈપણ પરિસ્થિતિમાં મુમુક્ષુ જીવને ઉત્સાહિત કરે છે....ધર્માત્માને દેખતાં જ એનાં દેહદુઃખ ને જીવનદુઃખ બધુંય એકવાર તો ભૂલાઇ જાય છે. મોટા મોટા ડૉકટરોની દવા જે દર્દને નથી દબાવી શકતી, તે દર્દ ધર્માત્માના એક જ વચનથી ભૂલાઈ જાય છે. એક કવિએ ગઝલમાં સાચું જ કહ્યું છે કે જગતમાં જન્મવું મરવું નથી એ દરદનો આરો; તથાપિ શાંતિદાતા બે હકીમો સંત ને તીર્થો. સદા સંસારનો દરિયો તૂઠાની ફૅની અંધારો; દીવાદાંડીસમા બે ત્યાં અડગ છે સંત ને તીર્થો. મહાભાગ્યે આપણને એવા હકીમો અને અડગ દીવાદાંડી સમા સન્તોનાં દર્શન-વચનનો લાભ પ્રાપ્ત થયા છે...એમાંય અંતિમ પળે તેઓશ્રીની ઉપસ્થિતિ અને તેઓની ઉત્સાહપ્રેરક વૈરાગ્યવાણી બધા જીવોને માટે ખૂબ ઉપકારી છે. તેથી અહીં એ વૈરાગ્યવાણીનું સંકલન મુમુક્ષુઓ માટે કર્યું છે. માસ્તરસાહેબ હીરાચંદભાઈની માંદગી પ્રસંગે પૂજ્ય ગુરુદેવશ્રી દર્શન દેવા પધારતાં માસ્તરસાહેબે ભક્તિભાવથી ગદગદ થઈને વૈરાગ્યવાં | ૧૪૪ કહ્યું: પધારો....પધારો.....મારા તારણહાર નાથ પધારો, આપે પધારીને મને શિયાળમાંથી સિંહ બનાવ્યો. ગુરુદેવ કહે: માસ્તર, તમે તો ઘણું સાંભળ્યું છે ને બધાને ઘણું સમજાવતાં. અત્યારે તો બસ, હું જ્ઞાનાનંદસ્વરૂપ છું એનું લક્ષ રાખવું; શરીરનું તો થવાનું હશે તે થશે. આ ચૈતન્યની શક્તિના ગર્ભમાં પરમાત્મા બિરાજે છે-તેનું સ્મરણ કરવું. ગુરુદેવના આ વચનો સાંભળીને માસ્તરસાહેબે કહ્યું કે આ રીતે વારંવાર દર્શન દેવા પધારવાની મારી વિનંતિ છે. જે સ્વીકારતાં સૌને ઘણી પ્રસન્નતા થઈ હતી. પછી માંગલિક સંભળાવીને ગુરુદેવ કહેઃ આ તો મૃત્યુ-મહોત્સવ છે, જિંદગીના શુભભાવના ફળમાં સ્વર્ગમાં જવાનું છે ને ત્યાંથી સીમંધર ભગવાન પાસે જાજો....દેહ છૂટે તો છૂટવા ઘો, આત્મા તો અનાદિ અનંત છે. માસ્તરસાહેબ-ઃ રાત્રિ ભયંકર જાય છે, વેદના ને કળતર થાય છે. ગુરુદેવ કહે-: એ શરીરની અવસ્થા છે, એનું લક્ષ ભૂલી જવું; આત્માનું કરવું, આત્માના જ્ઞાન-આનંદના વિચારમાં ચડી જવું. નરકમાં ૩૩-૩૩ સાગરોપમ સુધી ઘોર વેદના જીવે સહન કરી છે. શરીરનો સ્વભાવ કરશે નહિ, માટે આપણે સમતા રાખવી. હું તો ચૈતન્યસ્વરૂપ જ્ઞાન છું" એમ ફડાક દઇને પરથી ભિન્ન ચૈતન્યમાં દૃષ્ટિ વાળી લેવી. પછી શરીરનું થવાનું હોય તે થાય. શરીરમાં નવી નવી વ્યાધિ થયા કરે છે.’-પણ ભાઈ! ઊંટના તો અઢારેય વાંકા!.....આ શરીરના પરમાણુ સ્વયં કાં થઈને એવી દશારૂપે પરિણમી રહ્યા છે. મૃત્યુ તો એકવાર થવાનું છે..એમાં જ્ઞાનસ્વરૂપની દૃષ્ટિ વગર કલ્યાણ નથી.

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104