Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 100
________________ ૧૮૯ [વૈરાગ્યવર્ધા વિશ્વનામાં બ્રાહ્મણની અગ્નિકુંડ નામની સ્ત્રીને શ્રુતિરત નામનો પુત્ર થયો. આ રીતે શ્રુતિરત પુરોહિત પૂર્વ જન્મના સ્નેહથી રાજા કુલંકરને પ્રિય થઈ પડ્યો. એક દિવસ રાજા કુલકર તાપસીઓ પાસે જઈ રહ્યો હતો, રસ્તામાં અભિનન્દન નામના મુનિના દર્શન થયા. તે મુનિ અવધિજ્ઞાની હતા તથા સર્વ લોકોના હિત કરવાવાળા હતા. તેમણે રાજાને કહ્યું કે તારા દાદા સર્પ બન્યા છે, તે તાપસીઓના લાકડા વચ્ચે છે. જ્યારે તાપસી લાકડા ફાડશે ત્યારે તું એ સર્પની રક્ષા કરજે. કુલકર રાજા ત્યાં ગયા ને મુનિએ કહ્યું હતું તેમ સર્પને બચાવ્યો તથા તાપસીઓનો માર્ગ હિંસારૂપ જાણ્યો, તેનાથી ઉદાસ થઈ મુનિવ્રત ધારણ કરવાની ઇચ્છા થઈ ત્યારે પાપકર્મી શ્રુતિરત પુરોહિતે કહ્યું, હે રાજન! તારા કુળમાં તો વેદોનો ધર્મ ચાલ્યો આવે છે તથા તાપસ જ તારા ગુરુ છે અને તું રાજા હરિપતિનો પુત્ર છે તો વેદમાર્ગનું આચરણ કર, જિનમાર્ગ નહિ આચર. પુત્રને રાજ્ય સોંપીને તું વેદોક્ત વિધિ વડે તાપસના વ્રત ધર. હું તારી સાથે તપ કરીશ. આ રીતે પાપી પુરોહિતે મૂઢમતિ કુલકરનું મન જિનમાર્ગથી ફેરવી દીધું. કુલકરની સ્ત્રી સુદામા પરપુરુષાષક્ત હતી. એણે વિચાર્યું કે રાજા મારા કુકર્મો જાણી દુઃખી થઈને તપ ધરે છે એટલે તપ કરે કે ન કરે અને કદાચ મને મારે તો! એથી પહેલાં હું જ એને મારી નાખું. આ રીતે વિચારી તેણે રાજા તથા પુરોહિતને ભોજનમાં વિષ આપીને મારી નાખ્યા. તે મરીને નિકુંજિયા નામના વનમાં પશુધાતક પાપથી બંને સુવર બન્યા, પછી બંને દેડકા થયા, ઉંદર થયા, મોર, સર્પ, કુકડા આદિ થયા તથા તિર્યંચ યોનિમાં ભમ્યા. પુરોહિત શ્રુતિરતનો જીવ હાથી થયો તથા રાજા કુલકરનો જીવ દેડકો થયો અને હાથીના પગ નીચે દબાઈને મર્યો. વળી દેડકો થયો ને પાણી વગરના સરોવરમાં વૈરાગ્યવર્ષા ] ૧૯૦ ઉપજ્યો, એને કાગડાએ મારી ખાધો. ફરી તે કુકડો બન્યો. હાથી મરીને બિલાડો થયો, તેણે કુકડાને માર્યો. કુલકરનો જીવ ત્રણ જન્મ કુકડો થયો અને પુરોહિતનો જીવ બિલાડો થયો, તે કુલકરના જીવ કુકડાને ખાઈ ગયો. ઘણા સમય બાદ તેઓ શિશુમાર જાતિના મચ્છ થયા તો માછીમારે જાળમાં પકડી કુહાડીથી મારી નાખ્યા. બંને મરીને રાજગૃહી નગરીમાં બ્રહાલનામાં બ્રાહ્મણની સ્ત્રી ઉલ્કાની કૂખે પુત્ર જનમ્યા. પુરોહિતના જીવનું નામ વિનોદ તથા કુલકરના જીવનું નામ રમણ રાખ્યું. તે બંને ખૂબ ગરીબ તથા વિદ્યા રહિત હતા. તેથી રમણે પરદેશ જઈને વિદ્યા ભણવા વિચાર્યું. તે ઘરથી નીકળીને પૃથ્વીમાં ચારે તરફ ભમતાં ભમતાં ચારે વેદો તથા વેદોના અંગ શીખ્યો. ઘણા સમય બાદ રાજગૃહી નગરીમાં આવી પહોંચ્યો. ભાઈને મળવાની ઘણી અભિલાષા હતી પરંતુ નગરીમાં પહોંચતા સૂર્યાસ્ત થઈ ગયો. આકાશમાં મેઘપટલના યોગથી ખૂબ જ અંધકાર થઈ ગયો એટલે એક જૂના બાગમાં એક યક્ષના મંદિરમાં બેઠો. તેના ભાઈ વિનોદની સમિધા નામની કુલટા સ્ત્રીએ એક અશોકદર નામના પુરુષ સાથે આસક્ત બનીને તેને મળવા યક્ષના મંદિરમાં આવવા સંકેત કરેલ, અશોકદરને તો માર્ગમાં કોટવાળ પકડી લીધો. અશોકદત્તના દુરાચારની જાણ થતાં વિનોદ હાથમાં ખડગ લઈને તેને મારવા યક્ષના મંદિરમાં આવ્યો અને પોતાના ભાઈ રમણને જ અશોકદત્ત સમજીને મારી નાખ્યો. અંધારામાં નજર ન પડી કે કોણ મર્યું. રમણ મરી ગયો ને વિનોદ ઘરે આવ્યો. થોડા સમય બાદ વિનોદ પણ મરી ગયો. એ રીતે બને અનેક ભવ કરતાં રહ્યાં. ત્યારબાદ વિનોદનો જીવ તો સાલવનમાં જંગલી પાડો થયો તથા રમણનો જીવ આંધળો રીંછ થયો. બંને દાવાનળમાં મરી

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104