________________
૧૯૧
[વૈરાગ્યવર્ધા ગયા. મરીને બંનેના જીવ ગિરિવનમાં ભીલ થયા. ત્યાંથી મરીને હરણ થયા તો ભીલે જીવતા પકડ્યા. બંને અતિ સુંદર હતા. ત્રીજા નારાયણ સ્વયંભૂતિએ શ્રી વિમલનાથજીના દર્શન કરીને પાછા આવતા તે સુંદર હરણને જોઈને બંને લઈ લીધા તથા જિનમન્દિરની બાજુમાં રાખ્યા. રાજદ્વારથી એમને ઇચ્છાનુસાર ભોજન મળે તથા મુનિના દર્શન કરે, જિનવાણીનું શ્રવણ કરે. તેમાં રમણનો જીવ (કુલકરનો જીવ) મૃગ હતો તે સમાધિમરણ કરી સ્વર્ગલોકમાં ગયો તથા વિનોદનો જીવ (પુરોહિતનો જીવ) તે આર્તધ્યાનથી તિર્યંચગતિમાં ભમ્યો.
જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કંપિલ્યાનગરનો ધનદત્ત નામનો વણીક બાવીસ કોટિ દીનારનો સ્વામી હતો. તે વણીકની વાણી નામની સ્ત્રીના ગર્ભથી રમણનો જીવ જે દેવ થયો હતો તે ભૂષણ નામનો પુત્ર થયો. નિમિત્તજ્ઞાનીએ તેના પિતાને કહ્યું કે આ તમારો પુત્ર જિનદીક્ષા ધારણ કરશે. તેથી પિતા ચિંતાતુર થયા, પિતાને પુત્ર ઉપર ખૂબ જ પ્રેમ. તેથી એને ઘરમાં જ રાખે, બહાર નીકળવા ન દે, દરેક પ્રકારની સામગ્રી તેના માટે ઘરમાં જ મૌજૂદ હતી. તે ભૂષણ સુંદર સ્ત્રીનું સેવન કરતો, વસ્ત્ર, આહાર, સુગન્ધાદિ વિલેપન કરી ઘરમાં સુખથી રહેતો. તેના પિતા સેંકડો મનોરથ કરીને પુત્ર પામ્યા હતા અને એક જ પુત્ર હતો. પૂર્વ જન્મના સ્નેહથી પિતાને પ્રાણોથી પણ પ્યારો હતો. પિતા તો વિનોદનો જીવ અને પુત્ર તે રમણનો જીવ, પહેલાં બંને ભાઈ હતા તે આ ભવમાં પિતા-પુત્ર થયા. સંસારની ગતિ વિચિત્ર છે. આ પ્રાણી કઠપુતલી સમાન નાચે છે. સંસારનું ચરિત્ર સ્વપ્નના રાજય સમાન અસાર છે. એક દિવસ ભૂષણ પ્રભાત સમયે દુંદુભિ શબ્દોનો અવાજ તથા આકાશમાં દેવોનું આગમન જોઈને આશ્ચર્ય પામ્યો.
વૈરાગ્યવર્ષા ]
૧૯૨ તે સ્વભાવથી કોમળ ચિત્તવાળો ધર્મના આચારો સહિત મહા હર્ષથી ભરેલો બંને હાથ જોડી નમસ્કાર કરતો શ્રીધર કેવળીને વંદના કરવા જલ્દીથી જઈ રહ્યો હતો ત્યાં સીઢીથી નીચે ઉતરતાં સર્પના ડંસથી મરીને ચોથા સ્વર્ગમાં મહેન્દ્ર નામનો દેવ થયો. ત્યાંથી ચ્યવીને પુષ્કર દ્વીપમાં ચન્દ્રાદિત્ય નામના રાજા પ્રકાશયશની રાણી માધવીના કૂખે જગદ્યુત નામનો પુત્ર જન્મ્યો. યૌવન અવસ્થામાં રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત થઈ પરંતુ સંસારથી અતિ ઉદાસ હોવાથી રાજ્યમાં મન ન લાગ્યું. એના વૃદ્ધ મંત્રીએ કહ્યું કે આ રાજ્ય તમારા મૂળક્રમથી ચાલ્યું આવે છે તો એનું પાલન કરો, તમારા રાજ્યની પ્રજા સુખી થશે. તેથી મંત્રીના હઠથી તેણે રાજ્ય કર્યું. રાજ્ય વખતે પણ તે સાધુની સેવા કરતો. તેથી મુનિદાનના પ્રભાવથી મરીને દેવકુરુ ભોગભૂમિમાં ઊપજ્યો. ત્યાંથી ઇશાન નામના બીજા સ્વર્ગમાં દેવ થયો. ચાર સાગર બે પલ્ય સુધી દેવલોકના સુખ ભોગવી દેવાંગનાઓના વૃંદમાં નાના પ્રકારના ભોગ ભોગવી ત્યાંથી ચવીને જમ્બુદ્વીપના પશ્ચિમ વિદેહમાં અચલ નામના ચક્રવર્તીની રત્ના નામની રાણીનો અભિરામ નામનો પુત્ર થયો. તે મહા ગુણવાન અને અતિ સુન્દર હતો, તેને દેખી સર્વ લોકોને આનંદ થતો. તે બાલ્યાવસ્થામાં જ અતિ વિરક્ત જિનદીક્ષા ધારણ કરવા ઇચ્છતો અને પિતા તેને ઘરમાં જ રાખવા ઇચ્છતા. ત્રણ હજાર રાણી તેને પરણાવી. પરંતુ તે વિષય સુખને વિષ સમાન જાણતો. કેવળ મુનિ થવાની જ ઇચ્છા હતી. પરંતુ પિતા તેને ઘરની બહાર નીકળવા ન દે. પરંતુ તે મહાભાગ્ય, મહા શીલવાન, મહા ગુણવાન, મહા ત્યાગી, સ્ત્રીઓનો અનુરાગી ન હતો. સ્ત્રીઓ અનેક પ્રકારના રાગ ઉપજાવનારા વચન બોલે તથા અનેક પ્રકારની સેવા કરે તો પણ તેને સંસારની માયા કીચડ સમાન