Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 78
________________ [ વૈરાગ્યવા શરીરનો અધ્યાસ ઘણા કાળનો છે, માટે ભિન્નતાનો વિચાર કરવો...અત્યારે નિવૃત્તિનો વખત છે. કંઇક નવું કરવું. દેહનું લક્ષ છોડીને ચૈતન્યના અમૃત ઉપર દૃષ્ટિ મૂકવા જેવું છે. ૧૪૫ માસ્તર કહે : હું ભાગ્યશાળી છું કે મને રોજ આપનાં દર્શન થાય છે; મને હવે અમરમંત્ર આપો. ગુરુદેવ કહે ઃ અંદરની ગુપ્ત ગૂફામાં અખંડ આનંદમૂર્તિ આત્મા બેઠો છે, તે અમર છે. એનું લક્ષ કરવું. શરીરનું તો થયા કરે. એક માણસને આઠ આઠ વર્ષ સુધી એવો રોગ રહ્યો કે શરીરમાં ઈયળો પડેલી...એમાં શું છે? દૃષ્ટિ ત્યાંથી ખેંચી લેવી. આપણે તો આત્માના અસ્તિત્વ વગેરે ગુણોનો વિચાર કરવો. આત્મા આનંદકંદ છે. દીપચંદજી શેઠિયા નીચેની પંક્તિ બોલ્યા શાંતિ સમરમેં કભી ભૂલકર...ધૈર્ય નહીં ખોના હોગા, વજ પ્રહાર ભલે નિતપ્રતિ હો...દરજીની હોના હોગા, આત્માર્થકી સુંદર ગઠડી ચિત્ત પર રખ ઢોના હોગા, હોગી નિશ્ચય જિત આત્મકી યહી ભાવ ભરના હોગા. ગુરુદેવ કહે : આપણે તો આત્માનું સંભાળવાનું છે. આ શરીરનો રોગ તો ઠીક, પણ મુખ્ય રોગ આત્માનો છે. “આત્મપ્રાંતિ સમ રોગ નહિ...' એ અનાદિનો રોગ છે તે મટાડીને આત્માનું સારું કરવાનું છે. આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન છે...' બસ, એના જ વિચાર કરવા. ગભરાવું નહિ; આ પોતાનું હિત કરવાનો ટાઈમ છે. આત્મા સહજાનંદમૂર્તિ છે એનો વિચાર કરવો. આત્મા અસંખ્યપ્રદેશી, અખંડ, અનંતગુણનું ધામ છે, સમયે ૧૪૬ વૈરાગ્યવાં ] સમયે હું પરિણામ થાય તેનો તે જોનાર જાણનાર છે. એ જ સમાધિનો મંત્ર છે. આનંદધન કહે છે કે 'જિત નગારા વાગ્યા.... આવો મનુષ્યદેહ મળ્યો; અસમાગમનું આવું સાધન મળ્યું, પછી શું છે ? બસ, જ્ઞાનસ્વરૂપ આત્માની ભાવના ભાવવી...ઉત્સાહ રાખવો... ગુરુદેવની આવી વાણીથી સૌને ઉત્સાહ જાગતો ને વૈરાગ્યની હિંમત આવતી. માસ્તર પણ ઉત્સાહમાં આવીને બોલ્યા કે : હું બહાદુર છું. આપના વચનથી ઘણી હિંમત આવે છે. ગુરુદેવ કહેઃ શરીરમાં રોગાદિ તો આવે, અંદરમાં બહાદુર થતાં શીખવું જોઈએ. જુઓને, આત્મા તો દેખનારો, જ્ઞાન-શાંતિનું ધામ છે...અંદર કફ રહી ગયો તેનોય જાણનાર છે. કોઈની પાંચ કોઈમાં જાય દિ ને કોઈની પર્યાય કોર્ટમાં આવે નિહ. સૌ પોતપોતાની પર્યાયમાં પડ્યા છે. શરીરને આત્મા અડતોય નથી, ખાલી કલ્પના કરે છે કે આમ કરું તો આમ થાય. શરીરમાં રોગ આવે ને બધું થાય,અંતરમાં આત્માનો પુરુષાર્થ કરવાનો છે. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે- તેનું ભાન કરવું એ જ ખરો મંત્ર છે. રાગથી પણ રહિત છે ત્યાં દેહની શી વાત?--એવા શુદ્ધ નિરંજન ચૈતન્યનો વિચાર કરવા જેવો છે, તેને લક્ષમાં લઈને તેનું મનન કરવા જેવું છે. બાકી આ દેશની ચિંતા કરવાથી કાંઈ તેનું નથી મટવાનું એનું લક્ષ કરવાથી કે એના વિચાર કરવાથી કાંઈ એ મટવાનું નથી. તેમાં ધીરજ રાખવી ને આત્માના વિચારમાં મન પરોવવું. તેમાં જ શાંતિ છે. બહારનું કાંઈ ધાર્યું થોડું થાય છે? એ તો પરમાણુની પર્યાય છે. શરીર શિધિત થઈ ગયું ને દેહ છૂટવાનાં ટાણાં આવ્યા...હવે દુશ્મન સામે તૈયાર થઈ જાવ...રાગ અને મોહરૂપી દુશ્મન સામે કમ્મર કો...હું તો સિંહ જેવો છું એમ પુરુષાર્થ શું કરવા ન

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104