________________
૯૮
[ વૈરાગ્યવર્ધા ગળવા માંડે છે; હે વત્સ! ત્યારે એવા અવસરમાં અંતરના દેવને તો કોઈક વિરલા જ યાદ કરે છે. ૪૦૧. (શ્રી પાહુડ-દોહા)
* અનંત સંસાર-પરિભ્રમણ કરી રહેલો એવો હું હવે એ અનાદિ પરિભ્રમણના આત્યંતિક અભાવને અર્થે પૂર્વે ક્યારેય પણ નહિ ભાવેલી, નહિ ચિંતવેલી અને નહિ પ્રતીત કરેલી એવી સમ્યગ્દર્શનાદિક નિર્મળ ભાવનાને ભાવું. આરાધું તથા પૂર્વે અનંતવાર ભાવેલી એવી મિથ્યાદર્શનાદિક દુર્ભાવનાનો ત્યાગ કરું. ૪૦૨.
(શ્રી આત્માનુશાસન) * હે ભવ્યાત્મા! તું જીવને શરીરથી સર્વ પ્રકારે ભિન્ન, ઉદ્યમ કરીને પણ જાણ! જેને જાણતાં બાકીનાં સર્વ પરદ્રવ્યો ક્ષણમાત્રમાં તજવાયોગ્ય લાગે છે. ૪૦૩.(શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા)
* કોઈ કહે કે સંસાર અનંત છે તે કેમ મટે? તેનું સમાધાનવાંદરાનું ફસાવું એટલું જ છે કે મૂકી છોડતો નથી, પોપટનું ફસાવું એટલું જ છે કે નળીને છોડતો નથી, કૂતરાનું ફસાવું એટલું જ છે કે તે ભસે છે. કોઈ ત્રણ વાંકવાળી દોરડીમાં સર્પ માને છે ત્યાં સુધી જ તેને ભય છે. મૃગ, મૃગજળમાં જળ માનીને દોડે છે, તેથી જ દુઃખી છે. તેમ આત્મા પરને પોતારૂપ માને છે, એટલો જ સંસાર છે, ન માને તો મુક્ત જ છે. ૪૦૪. (શ્રી ચિવિલાસ)
* આ સંસારમાં સદ્વિચારરૂપ બુદ્ધિ હોવી પરમ દુર્લભ છે. તેમાં પણ પરલોક હિતાર્થ ભણી બુદ્ધિ થવી તો અત્યંત દુર્લભ છે. એવી બુદ્ધિ પ્રાપ્ત થયા છતાં પણ જે જીવો પ્રમાદી બની રહ્યાં છે તે જોઈ જ્ઞાની પુરુષોને પણ શોક અને દયા ઉત્પન થાય છે. ૪૦૫.
(શ્રી આત્માનુશાસન) * સંસારકા સબ ઠાઠ ક્ષણભંગુર હૈ, ઐસા જાનકર પંચેન્દ્રિયોને
વૈરાગ્યવર્ષા ] વિષયોંમેં મોહ નહીં કરના. વિષયકા રાગ સર્વથા ત્યાગના યોગ્ય હૈ, પ્રથમ અવસ્થામેં યદ્યપિ ધર્મતીર્થક પ્રવૃત્તિકા નિમિત્ત જિનમંદિર, જિનપ્રતિમાં, જિનધર્મ તથા જૈનધર્મી ઇનમેં પ્રેમ કરવા યોગ્ય હૈ, તો ભી શુદ્ધાત્માકી ભાવનાને સમય યહ ધર્માનુરાગ ભી નીચે દરજેકા ગિના જાતા હૈ, વહાં પર કેવલ વીતરાગભાવ હી હૈ. ૪૦૬.
(શ્રી પરમાત્મપ્રકાશ) * આ મનુષ્યજન્મનું ફળ ધર્મની પ્રાપ્તિ છે. તે નિર્મળ ધર્મ જો મારી પાસે છે તો પછી મને આપત્તિના વિષયમાં પણ શું ચિંતા છે તથા મૃત્યુથી પણ શો ડર છે? અર્થાત્ તે ધર્મ હોતાં ન તો આપત્તિની ચિંતા રહે છે કે ન તો મરણનો ડર રહે છે. ૪૦૭.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * જિસ તરહ મન વિષયોમેં રમણ કરતા હૈ, ઉસ તરહ યદિ વહ આત્માકો જાનનેમેં રમણ કરે, તો હે યોગિજનો! યોગી કહતે હૈ કિ જીવ શીવ્ર હી નિર્વાણ પા જાય. ૪૦૮. (શ્રી યોગસાર)
* હે ચિત્ત! તેં બાહ્ય સ્ત્રી આદિ પદાર્થોમાં જે સુખ જોયું છે તેમાં તને ભ્રાંતિથી ચિરકાળ સુધી અનુરાગ થયો છે, છતાં પણ તું તેનાથી અધિક સંતપ્ત થઈ રહ્યો છે. તેથી તેને છોડીને પોતાના અંતરાત્મામાં પ્રવેશ કર. તેના વિષયમાં સમ્યજ્ઞાનના આધારભૂત ગુરુ પાસેથી એવું કાંઈક સાંભળવામાં આવે છે કે જે પ્રાપ્ત થતાં સમસ્ત દુ:ખોથી છૂટકારો પામીને અવિનશ્વર (મોક્ષ) સુખ પ્રાપ્ત કરી શકાય છે. ૪૦૯.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) કે જેનાથી અનાદિ મિથ્યાત્વરોગ મટે એવા નિમિત્તોનું મળવું તો ઉત્તરોત્તર મહાદુર્લભ જાણી આ (હલકા) નિર્ણાષ્ટકાળમાં જૈનધર્મનું યથાર્થ શ્રદ્ધાનાદિ થવું તો કઠણ છે જ, પરંતુ તત્ત્વનિર્ણયરૂપ