Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 72
________________ ૧૩૩ [વૈરાગ્યવર્ધા સુભટ છે. ૫૭૫. (શ્રી ઉપદેશ-સિદ્ધાંત-રત્નમાળા) * પ્રથમ તો, જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ-દુઃખ થવા અશક્ય છે; વળી પોતાનું કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, કારણ કે તે પોતાનું કમ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે; માટે કોઈ પણ રીતે બીજો બીજાને સુખદુઃખ કરી શકે નહિ. તેથી હું પર જીવોને સુખી-દુઃખી કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે' એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. ૫૭૬, (શ્રી સમયસાર) * જે કેટલાય રાજા ભૃકુટિની વક્રતાથી જ શત્રુઓને જીતી લે છે તેમના પણ વક્ષસ્થળમાં જેણે દૃઢતાથી બાણનો આઘાત કર્યો છે એવા તે પરાક્રમી કામદેવરૂપ સુભટને જે શાંત મુનિઓએ શસ્ત્ર વિના જ સહેલાઈથી જીતી લીધો છે તે મુનિઓને નમસ્કાર હો. ૫૭૭. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * પ્રશ્ન-:-સ્વ અને પરને છેતરનાર કોણ છે? ઉત્તર-:-માયા-છલકપટ (તે આત્મવંચિકા છે). ૫૭૮. (અપરા પ્રશ્નોત્તર રત્ન માલિકા) કે જે મનુષ્ય ઉત્પન્ન થયો છે તે મૃત્યુનો દિવસ આવતાં મરે જ છે, તે વખતે તેની રક્ષા કરનાર ત્રણે લોકમાં કોઈ પણ નથી. તેથી જે પોતાનું ઇષ્ટજન મૃત્યુ પામે ત્યારે શોક કરે છે તે મૂર્ખ નિર્જન વનમાં બૂમો પાડીને રુદન કરે છે. અભિપ્રાય એ છે કે જેવી રીતે જનશૂન્ય (મનુષ્ય વિનાના) વનમાં રુદન કરનારના રોવાથી કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું નથી તેવી રીતે કોઈ ઇષ્ટજન મૃત્યુ પામતાં તેના માટે શોક કરવાવાળાને પણ કાંઈ પ્રયોજન સિદ્ધ થતું વૈરાગ્યવર્ષા ] ૧૩૪ નથી. પરંતુ તેથી દુઃખદાયક નવીન કર્મોનો જ બંધ થાય છે. ૫૭૯. (શ્રી જાનંદિ પંચવિશતિ) કે હે ભવ્ય! ઈધનના યોગથી અગ્નિ પ્રજવલિત થાય છે અને ઈંધન વિના આપોઆપ બુઝાઈ જાય છે, પણ અનાદિ મોહાગ્નિ તો એટલો પ્રબળ છે કે તે પરિગ્રહાદિ ઈધનની પ્રાપ્તિમાં તૃષ્ણારૂપ વાળાથી અતિશય ભભુકે છે અને તેની અપ્રાપ્તિમાં પ્રાપ્ત કરવાની વ્યાકુળતાથી પ્રજ્વલે છે. આ રીતે અતિ પ્રબળ એવો મોહાગ્નિ બંને પ્રકારે જીવને બાળે છે તેથી મોહાગ્નિ જેવો આ જગતમાં બીજો કોઈ ભયંકર અગ્નિ નથી. ૫૮૦. | (શ્રી આત્માનુશાસન) કે જો યહ કામકા દાહ હૈ સો અગ્નિકે સમાન બઢ જાતા હૈ જિસ કામકી આગમેં માનવોંકા યૌવન ઔર ધન હોમે જાતે હૈ, જલાદિયે જાતે હૈં. ૫૮૧. (શ્રી સારસમુચ્ચય) * આ એક મરણના અંતે થવાવાળી સંલેખના જ મારા ધર્મરૂપી ધનને મારી સાથે લઈ જવાને સમર્થ છે. એ રીતે ભક્તિ સહિત નિરંતર ભાવના કરવી જોઈએ. ૫૮૨. (મી પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય) * ત્રણલોકના જીવોને નિરંતર મરતાં દેખીને પણ જે જીવ પોતાના આત્માનો અનુભવ નથી કરતા અને પાપોથી વિરકત નથી થતાં-એવા જીવોના ધીઠપણાને ધિક્કાર હો. ૫૮૩. (શ્રી ઉપદેશ-સિદ્ધાંત રત્નમાળા) કે દુ:ખના કારણો મળતાં દુ:ખી ન થાય તથા સુખના કારણો મળતાં સુખી ન થાય પણ શેયરૂપથી તેનો જાણવાવાળો જ રહે. એ જ સાચો પરિષહજય છે. ૫૮૪. (શ્રી મોક્ષમાર્ગપ્રકાશક)

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104