Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 64
________________ ૧૧૭ [વૈરાગ્યવર્ધા રહ્યો છે, બાકી સર્વ જીવો મનોયોગ પ્રમાણે કાયયોગને જો મોકળો મૂકે તો જગતની અને જગતવાસી જીવોની કેટલી અકથ્ય અંધાધૂંધી થાય? દુર્જનો એક રીતે સજ્જનોની સજ્જનતાના દરમાયા વિનાના (વગર પગારના) રખવાળ છે, તેથી જ મહાપુરુષો કહે છે કે “જગત એક રીતે ગુરુની ગરજ સારે છે.” ૪૯૨. (શ્રી આત્માનુશાસન) * હે ભવ્ય જીવો! જો પોતાનું હિત ચાહતા હો તો ગુરુની તે શિક્ષા મનને સ્થિર કરીને સાંભળો. (કે આ સંસારમાં દરેક પ્રાણી) અનાદિકાળથી મોહરૂપી જલદ દારૂ પીને, પોતાના આત્માને ભૂલી વ્યર્થ ભટકે છે. ૪૯૩. (શી છઢાળા) કે જે શરીરરૂપી ઝૂંપડી દુર્ગન્ધયુક્ત અપવિત્ર ધાતુઓરૂપી દિવાલો સહિત છે, ચામડાથી ઢાંકેલી છે, વિષ્ટા અને મૂત્ર આદિથી પરિપૂર્ણ છે; તથા ભૂખ-તરસ આદિના દુઃખોરૂપ ઉંદરડાઓ દ્વારા કરવામાં આવેલાં છિદ્રોથી સંયુક્ત છે; તે કલેશયુક્ત શરીરરૂપી ઝૂંપડી જ્યારે પોતે જ ઘડપણરૂપી અગ્નિથી ઘેરાઈ જાય છે ત્યારે પણ આ મૂર્ખ પ્રાણી તેને સ્થિર અને અતિશય પવિત્ર માને છે. ૪૯૪. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) કે હે ભવ્ય! તને બીજો નકામો કોલાહલ કરવાથી શો લાભ છે? એ કોલાહલથી તું વિરક્ત થા અને એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈ દેખ; એવો છ મહિના અભ્યાસ કરી અને જો (તપાસ) કે એમ કરવાથી પોતાના હૃદયસરોવરમાં જેનું તેજ-પ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે. ૪૯૫. (શ્રી સમયસાર-રીકા) વૈરાગ્યવર્ષા ] ૧૧૮ * જે પુરુષ રાત્રિના ભોજન કરે છે તે સર્વ પ્રકારની ધર્મક્રિયાથી રહિત હોય છે. રાત્રિભોજન કરનાર પુરુષમાં અને પશુમાં માત્ર શિંગડા સિવાય બીજો કોઈ ભેદ નથી. ૪૯૬. (શ્રી ધર્મ પરીક્ષા) કે જેઓએ અંતરંગદૃષ્ટિથી અલૌકિક સિદ્ધસ્વરૂપ તેજને જોયું નથી તે મૂર્ખ મનુષ્યોને સ્ત્રી, સુવર્ણ આદિ પદાર્થ પ્રિય લાગે છે, પરંતુ જે ભવ્ય જીવોનું હૃદય સિદ્ધોના સ્વરૂપરૂપી રસથી ભરાઈ ગયું છે તે ભવ્ય સમસ્ત સામ્રાજ્યને તણખલાં સમાન જાણે છે તથા શરીરને પર સમજે છે અને તેને ભોગ રોગ સમાન લાગે છે. ૪૯૭. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) * પૂર્વકાલમેં ભયે ગણધરાદિ સત્યરુષ ઐસા દિખાવે હૈ જો જિસ મૃત્યુૌં ભલે પ્રકાર દિયા હુઆકા ફલ પાઈયે અર સ્વર્ગલોકકા સુખ ભૌગિયે તાતેં સત્યરુષકે મૃત્યુકા ભય કહેતેં હોય? ૪૯૮. (શ્રી મૃત્યુમહોત્સવ) * તું લોક સમાન મૂઢ થઈ દેખવામાં આવતા (શરીરાદિ) પર પદાર્થનો ઉપકાર કરે છે. (હવે, તું પરના ઉપકારની ઇચ્છા છોડી દઈ પોતાના ઉપકારમાં તત્પર થા. ૪૯૯. (શ્રી ઇeોપદેશ) * આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ! તું કોઈપણ રીતે મહા કષ્ટ અથવા મરીને પણ તત્ત્વોનો કૌતૂહલી થઈ આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ પદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિક મૂર્તિક પુગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે. ૫૦૦.(શ્રી સમયસાર-ટીકા) * જે લેગ્યામાં જીવ મરણ પામે છે તે જ લેગ્યામાં તે ઉત્પન્ન થાય એવો એકાંત નિયમ છે. ૫૦૧. (શ્રી ધવલા)

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104