________________
૪૧
[ વૈરાગ્યવર્ષા
જોર છે તેટલું જોર આત્માનું પણ તેની સામે જોઈશે. માટે જ્ઞાનીને એમ થાય છે કે મારા ભાવને આ ક્ષણે તૈયાર કરું, આ પળે તૈયાર કર્યું. “આ પળે કરું એવો જેણે અભ્યાસ પાડી રાખ્યો છે તેને મરણ વખતે આ પળ જ' આવી જશે. ૧૬૩. (દૃષ્ટિનાં નિધાન)
* જે પુરાણા કર્મોને ખપાવે છે, નવા કર્મોને આવવા દેતો નથી ને દરરોજ જિનદેવને ધાવે છે, તે જીવ પરમાત્મા થઈ જાય છે. ૧૬૪. ( White) * સંસારરૂપી ઘટીયંત્રમાં એક પાટલી સમાન એક વિપત્તિ દૂર કરાય તે પહેલાં તો બીજી ઘણી વિપત્તિઓ સામે ઉપસ્થિત થાય છે. ૧૬૫. (શ્રી ઈોપદેશ)
* હે નાથ! દુઃખમાં કે સુખમાં, વેરી પ્રત્યે કે બંધુવર્ગ પ્રત્યે, સંયોગમાં કે વિયોગમાં, ઘરમાં કે જંગલમાં, સંપૂર્ણ મમત્વવૃદ્ધિ દૂર થઈને મારું મન સદાય સમભાવી રહો. ૧૬૬.
(શ્રી સામાયિક પાઠ)
* સુખ ધાનેકે ભાવસે પ્રેરિત હોકર મૂર્ખ મનુષ્ય કથા કપા પાપ નહિ કર ડાલતે હૈં? જિસ પાપસે કરોડો જન્મોમેં ભી દુઃખોકો પાતે હૈં. ૧૬૭. શ્રી સારાકુવા
* હે મૂઢજીવ! તું અહીં અલ્પ દુ:ખને પણ સહન કરી શકતો નથી તો વિચાર તો ખરો કે ચાર ગતિના ભયંકર દુઃખોના કારણભૂત કર્મોને તું શા માટે કરે છે? ૧૬૮. શ્રી જબાનબા
* અજ્ઞાનીઓ જીવવાને લકે જીવી રહ્યા છે એટલે તેને મરણ ગમતું નથી. મરણ આવ્યે પણ તેને જીવવાનું લક્ષ રહ્યા કરે છે. જ્ઞાનીઓ તો મરવાના બર્ષે જ જીવે છે. એટલે આગળથી
વૈરાગ્યવાં ]
૪૨
અજમાયશ અને અખતરા તૈયાર કરી રાખેલ છે; પછી તે મરણને આનંદથી વધાવી લે છે, તેને મરણનાં છેલ્લા ટાણાં બહુ મહોત્સવના હોય છે; તેથી આનંદથી દેહને છોડે છે. જીવવાના ભાવે તો અનંત વખત જીવ્યો, પણ મરવાના ભાવે કોઈ વખત જીવ્યો નથી. મરવાના ભાવે જીવે તો ફરી તેને જન્મ લેવો જ ન પડે.૧૬૯. (દૃષ્ટિનાં નિધાન)
* મારી નિકટમાં પ્રાપ્ત થયેલ કોઈ પણ મિત્ર, અથવા અન્ય કોઈનું મારે પ્રયોજન નથી, મને આ શરીરમાં પણ પ્રેમ રહ્યો નથી, અત્યારે હું એકલો જ સુખી છું. અહીં સંસારપરિભ્રમણમાં ચિરકાળથી જે મને સંયોગના નિમિત્તે કષ્ટ થયું છે તેનાથી હું વિરક્ત થયો છું. તેથી હવે મને એકાકીપણું (અદ્વૈત) અત્યંત રુચે છે. ૧૭૦. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ)
* આ વિષષસુખ તો બે દિવસ રહેનારા-ક્ષણિક છે. પછી તો દુઃખની જ પરિપાટી છે. માટે હે જીવ! તું તારા આત્માને ભૂલીને પોતાના જ ખભા ઉપર કૂહાડાનો પ્રહાર ન કર. ૧૭૧. (શ્રી પાહુડ દોહા)
* સુખમાં, દુઃખમાં, મહારોગમાં, ભૂખ આદિ ઉપવમાંબાવીશ પરિપહોંમાં અને ચાર પ્રકારનાં ઉપસર્ગ આવી પડે ત્યારે શુદ્ધ આત્માનું ચિંતન કરું. ૧૭૨. (શ્રી તત્ત્વજ્ઞાન તરંગિણી)
* પોતાની ઉપર કોઈ આપત્તિ આવી પડતાં મનુષ્ય જેવી રીતે દુ:ખી થાય છે તેવી જ રીતે બીજાની ઉપર આવી પડેલી આપત્તિને પોતાની આપત્તિ સમજીને દુઃખનો અનુભવ કરવો તે દયાળુતા છે. ૧૭૩. (શ્રી ક્ષેત્રચૂડામણિ) * દાવાનળની જ્વાળાથી) બળી રહેલા મુગોથી છવાયેલા