Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 37
________________ ૬૩ [ વૈરાગ્યવર્ષા સૂર્યનો ઉદય-અસ્ત થાય છે અને પ્રતિદિન જિંદગી ઓછી થાય છે. જેવી રીતે કરવત ખેંચવાથી લાકડું કપાય છે, તેવી જ રીતે કાળ શરીરને ક્ષણે ક્ષણે ક્ષીણ કરે છે. આમ છતાં પણ અજ્ઞાનીજીવ મોક્ષમાર્ગની શોધ કરતો નથી અને લૌકિક સ્વાર્થ માટે અજ્ઞાનનો ભાર ઉપાડે છે, શરીર આદિ પરવસ્તુઓમાં પ્રેમ કરે છે, મન, વચન, કાયાના યોગોમાં અહંબુદ્ધિ કરે છે અને સાંસારિક વિષયૌગૌથી જરા પણ વિરક્ત થતો નથી. ૨૫૦. (શ્રી નાટક સમયસાર) * પ્રાણીઓનું જેટલું ઉગ્ર અહિત સંસારમાં ઇન્દ્રિયવિષયરૂપી શત્રુ કરે છે તેટલું અહિત મદોન્મત્ત હાથી, માંસલોલુપી સિંહ, ભયંકર રાહુ, ક્રોધાયમાન રાજા, અતિ તીક્ષ્ણ વિષ, અતિ ક્રુદ્ધ યમરાજ, પ્રજવલિત અગ્નિ અને ભયંકર શેષનાગ આદિ પણ નથી કરતાં. અર્થાત્ હાથી આદિ એક જ ભવમાં દુ:ખ આપે છે અથવા અનિષ્ટ કરે છે; પરંતુ ભોગવેલા ઇન્દ્રિયવિષય ભવભવમાં દુઃખ દેનારા છે. ૨૫૧. ( સુભચિંતક નદીન) * જેમ કંદોઈને ત્યાં ચૂલામાં ઊંચેથી તેલના ઊંળતાં કડાવામાં પડેલો સર્પ અર્ધો તો બળી ગયો પણ તે બળતરાથી બચવા માટે ચૂલામાં ઘુસી જતાં આખો બળી ગયો. તેમ જગતના જીવો પુણ્યપાપમાં તો બળી જ રહ્યા છે અને તેમાં એ વિશેષ સુખની લાલસામાં વિશેષ બળાય છે એવા વિષયોમાં ઝંપલાવી સુખ માને છે. ૨૫૨. (દૃષ્ટિનાં નિધાન) * શરીરાશ્રિત ઇન્દ્રિયોંકા સ્વભાવ ઐસા દેખા ગયા હૈ કિ વે આત્માકો અહિતકારી વિષયભોગોંકા સંભોગ મિલાતી હૈં ઔર ઉનમેં તન્મય કરાકર પ્રાણીકો સંસારમેં ભ્રમણ કરાતી હૈ જો સમ્યગ્દષ્ટિ જિનવાણી પર વિશ્વાસ લાતા હૈ, વહ આત્માદે અતીન્દ્રિય વૈરાગ્યવાં ] ૬૪ સુખ પર નિશ્ચય રખતા હુઆ ઇન્દ્રિયકે સુખોંસે વિરક્ત રહતા હૈ, (શ્રી ઉપદેશ-શુદ્ધસાર) ૨૫૩. * જન્મ-મરણ એ જેના માતા-પિતા છે, આધિ-વ્યાધિ એ બે જેના સહોદર ભાઈ છે અને વૃદ્ધાવસ્થા જેનો પરમ મિત્ર છે. એવા શરીરમાં રહીને નું અનેક પ્રકારની ચિત્ર-વિચિત્ર આશામાં વહી રહ્યો છે એ એક આશ્ચર્ય છે. ૨૫૪. શ્રી નાનુન * શત્રુઓ, માતા-પિતા, સીઓ, ભાઈઓ, પુત્રો અને સ્વજનો (એ બધાં) મારા શરીરનો અપકાર--ઉપકાર કરે છે, મારા ચેતનાત્માનો નહિ. મારા ચેતન આત્માથી એ અચેતન શરીર વાસ્તવમાં ભિન્ન છે. તેથી તે શત્રુઓ પર દ્વેષ અને સ્વજનાદિમાં રાગ કરવો મારા માટે કેવી રીતે ઉચિત હોઈ શકે? કેમ કે તે મારા આત્માનો કોઈ ઉપકાર તથા અપકાર કરતાં નથી. ૨૫૫. (શ્રી યોગસાર પ્રાભૂત) * ઉન્મત્ત પુરુષની માફક તથા વાયુથી તરંગત સમુદ્રના તરંગોની માફક ભોગામિલાપા જીવોને કેવળ મિથ્યાત્વકર્મના વિપાકથી (વિપાકવશ થવાથી) બધું જ સ્ફૂરે છે. ૨૫૬, શ્રી પંચાળા) * સાધુ પુરુષનું ચિત્ત એક પાકો (શ્વેત) વાળ દેખવાથી જ શીઘ્ર વૈરાગ્ય પામી જાય છે. પરંતુ તેનાથી વિપરીત અવિવેકી મનુષ્યની તૃષ્ણા પ્રતિદિન વૃદ્ધત્વ સાથે વધતી જાય છે અર્થાત જેમ જેમ તેની વૃદ્ધાવસ્થા વધતી જાય છે તેમ તેમ ઉત્તરોત્તર તેની તૃષ્ણા પણ વધતી જાય છે. ૨૫૭. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) * જુઓ! ભીલ અથવા વ્યાઘ્રાદિના ભયથી ભાગતી ચમરી ગાયની પૂંછ દૈવયોગથી કોઈ વાડ વેલાદિમાં ગૂંચાઈ જાય છે ત્યારે

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104