Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 46
________________ ૮૧ [ વૈરાગ્યવર્ધા માફક અતિશય તીવ્ર હોય છે તથા કુંભીપાક સમાન હોય છે. (ઘડાની માફક શરીરને અગ્નિમાં નાંખે છે.) નરકમાં નારકી જીવ અન્ય નારકીને ખૂબ રીબાવી રીબાવીને બાળે છે તેવું દુઃખ ગર્ભમાં જીવને થાય છે. વળી ગર્ભાશય રુધિરથી અતિશય ધૃણાસ્પદ હોય છે. એવા ગર્ભમાં મારે રહેવું પડશે એવો ભય જેના મનમાં ઉત્પન્ન થવાથી, તેનાથી દૂર રહેવા માટે મુનિરાજ હંમેશાં જિનવાણીના ચિંતનમાં તત્પર થાય છે. ૩૨૬. (શ્રી મૂલાચાર) કે જેવી રીતે મોજાંઓથી ઊછળતાં ભીષણ સમુદ્ર વચ્ચેથી અથાગ પ્રયત્નપૂર્વક તરતો કોઈ પુરુષ કિનારા સુધી આવ્યો અને કોઈ શત્રુ તેને ધક્કો દઈને પાછો સમુદ્રમાં હડસેલે; તેમ હે માતાપિતા! દુર્ગતિના દુઃખોથી ભરેલાં આ ઘોર સંસાર-સમુદ્રમાં અનાદિથી ડૂબેલો હું વૈરાગ્ય વડે અત્યારે માંડ-માંડ કિનારા પર આવ્યો છું, તો ફરીને આપ મને એ સંસાર-સમુદ્રમાં ન પાડશો, ઘરમાં રહેવાનું ન કહેશો. ૩૨૭. (શ્રી વરોંગ ચરિત્ર) * અનંત સંસાર પરિપાટીના કારણરૂપ એ વિવાહ આદિ કાર્યો કરવા-કરાવવાવાળા જે પોતાના કુટુંબીજનો તે જ ખરેખર આ જીવના એક પ્રકારે વેરી છે. જે એક જ વાર પ્રાણ હરણ કરે તે વેરી નથી પરંતુ આ તો અનંતવાર મરણ કરાવે છે તેથી તે વેરી છે, માટે તેઓને હિતસ્વી માની તેઓ પ્રત્યે રાગ કરવો કે તેઓના રાગે અંધ થવું એ તને ઉચિતું નથી. ૩૨૮. (શ્રી આત્માનુશાસન) કે ધર્માત્મા પ્રાણીને ઝેરી સાપ હાર બની જાય છે, તરવાર સુંદર ફૂલોની માળા બની જાય છે, ઝેર પણ ઉત્તમ ઔષધિ બની જાય છે, શત્રુ પ્રેમ કરવા માંડે છે અને દેવ પ્રસન્નચિત્ત થઈને આજ્ઞાકારી થઈ જાય છે. ઘણું શું કહેવું? જેની પાસે ધર્મ હોય વૈરાગ્યવર્ષા ] તેની ઉપર આકાશ પણ નિરંતર રત્નોની વર્ષા કરે છે. ૩૨૯, (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * દેખો યહ પુણ્યકા હી માહાભ્ય હૈ જો કિ પ્રાણોકો હરણ કરનેવાલા હલાહલ વિષ ભી અમૃત બન જાતા હૈ, વિષ ભી નિર્વિષ હો જાતા હૈ, શાકિની ભૂત-પિશાચ આદિકા ઉપદ્રવ પુણ્યશાલી જીવકો નહીં હોતે હૈ, ઉસકો દેખતે હી ભાગ જાતે હૈં, ધર્માત્મા પુરુષકે પગલે, ધર્મક પ્રભાવશે, ભયાનક હુંકાર કરતા હુઆ, ક્રોધસે લાલ હો ગયે હૈં નેત્ર જિસકે ઐસા સર્પ ભી કાંચલીસા બન જાતા હૈ. ભયાનક અગ્નિ જળકે રૂપમેં પરિણમ જાતી હૈ, સિંહ શિયાર બન જાતા હૈ, સમુદ્ર થલ બન જાતા હૈ, ધર્મકા હી યહ પ્રભાવ હૈ કી ધર્માત્માને ચરણોંકો રાજા મહારાજા ચક્રવર્તી આદિ તકે પૂજતે હૈં. ૩૩૦. (શ્રી પાંડવ પુરાણ) * સંસાર સે ઉત્પન્ન દુર્નિવાર આતંક (દાહરોગ) રૂપી મહાકષ્ટ સે પીડિત ઇસ જીવસમૂહકો દેખકર હી યોગીજન શાંતભાવકો પ્રાપ્ત હો ગયે. સંસારમેં જીવોંકો પ્રત્યક્ષ દુઃખી દેખકર જ્ઞાનીજન કયો મોહિત હો? ૩૩૧. (શ્રી જ્ઞાનાર્ણવ) * ઉસી એક જન્મકે નાશ કરનેવાલે હલાહલ વિષકો ખા લેના અચ્છા હૈ પરંતુ અનંત જન્મોમેં દુઃખ દેનેવાલે ભોગરૂપી વિષકો ભોગના ઠીક નહીં હૈ. ૩૩૨. (શ્રી સારસમુચ્ચય) * પુત્ર, સ્ત્રી, આદિકા પ્યાર જૂઠા હૈ. સારા પરિવાર હી ઠગિયા સા જાન પડતા હૈ. જ્યોકિ યે લોગ મીઠી વાણી બોલકર હમારા જ્ઞાનધન લૂટ લેતે હૈં. હમે મોહમેં ડાલ દેતે હૈં. ૩૩૩. (શ્રી બુધજન-સત્સઈ)

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104