________________
૧૭
ભાવાર્થ-આ વૃત્તિને પ્રારંભ, ભૃગુપુર (ભરૂચ)માં શ્રીવીરજિન આગળ કર્યો હતા અને ત્યાં અધાવધ તીર્થમાં, શ્રી મુનિસુવ્રત જિનની પર્યાપાસ્તિવથી આ વૃત્તિ સમર્થિત કરી છે–પૂર્ણ કરવામાં આવી છે.
વિક્રમ સંવત ૧૨૩૮ વર્ષમાં, માઘ માસમાં આ વૃતિ સમર્થિત કરી છે, તેનું કલેકપ્રમાણ ૧૧ હજાર, ૧૫૦ જેટલું છે.
પાટણમાં, સંઘવી પાડાના જ્ઞાનભંડારમાં આ વૃત્તિની તાડપત્રીય પ્રતિ, વિ. સં. ૧૨૯૩ વષમાં લખાયેલી છે, તેને અંતિમ પ્રશસ્તિને ઉલેખ અમે પત્તાથ-જ્ઞાર્નરમાણાનારી જ્ઞાથગ્રી (ગા. એ. સિ. નં. ૭૬, પૃ. ર૦૬-૨૦૮) માં દર્શાવ્યો છે. તેમ જ સંઘ-ભંડારની સં. ૧૩૯૪ વર્ષમાં લખાયેલી પ્રતિને ઉલેખ ત્યાં પૃ. ૩ર૩-૩ર૪ માં દર્શાવેલ છે.
સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના પ્રૌઢ વિદ્વાન રત્નપ્રભસૂરિની આ ઉપદેશ માલા-વિશેષવૃત્તિમાં ૪ વિશ્રામ (પરિચછેદો) છે. તેમાં પ્રાકૃત ભાષામાં કથાઓ રચેલી છે, તેમ કેટલીક કથાઓ અપભ્રંશ ભાષામાં પણ રચેલી છે. કડવકસમૂહાત્મક સંધિ હેમછન્દાનુશાસનમાં સુચવેલ છે, ૧ ષભ પારક સંધિ
૪ શાલિભદ્રસિંધિ ૨ ચન્દનબાલાપારણકસંધિ
૫ અતિસુકમાલસંધિ ૩ ગજસુકુમાલસંધિ
૬ પરણર્ષિસધિ વિષયાનુક્રમમાં જવાથી અને અનુવાદ વાંચવાથી વિશેષ જણાશે, એથી અહિં તેને વિસ્તાર કર્યો નથી. કલિકાલનું સ્વરૂપ બીજા પ્રકારથી બીજે દર્શાવ્યું છે.
વિનયથી વિદ્યા ગ્રહણ કરાય-એ સંબંધમાં શ્રેણિક અને ચંડાલની કથા છે. ધર્મમાં પુરુષની પ્રધાનતા સમજાવી છે. આચાર્ય માં કેવા ગુણ હોવા જોઈએ ? એકલા સાધુથી ધર્મ પળાવો મુશ્કેલ છે. આ સંબંધમાં યુક્તિ-પ્રયુક્તિ દર્શાવી છે.
રત્નપ્રભસૂરિએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના સ્વપજ્ઞ વિવરણ સહિત ગશાસ્ત્રો અને તેમના પરિશિષ્ટપર્વ વગેરે પ્રથાને સારી રીતે ઉપયોગ કર્યો જણાય છે. તુલનાત્મક દષ્ટિથી અભ્યાસ કરનારને જણાઈ આવે તેમ છે.
બીજી વ્યાખ્યા–વૃત્તિ ઉપદેશમલાની સિદ્ધર્ષિત વૃત્તિને વધમાનસૂરિએ પ્રાતન મુનીન્દ્ર-રચિત કથાનકે સાથે જોડીને વૃત્તિ રચેલ છે, તેની સં. ૧૨૭ માં તથા સં. ૧૨૭૯ માં લખાયેલી તાડપત્રીય પ્રતિ પાટણ જૈનભંડારમાં મળી આવે છે, તેનો નિર્દેશ અને પાટણ જૈનસંડાર મળ્યચી (ા, એ સિ. નં. ૭૬, પૃ. ૨૮૩, ૩૩૪) માં કર્યો છે,
ઉપદેશમાલાની બીજી એક બારહજાર શ્લોક-પ્રમાણ વિશેષવૃત્તિ, જે કર્ણિકા નામથી પણ પ્રસિદ્ધ છે, તે નાગેન્દ્રકુલના વિજયસેનસૂરિના વિદ્વાન શિષ્ય ઉદયપ્રભસૂરિએ વિ. સં. ૧૨૯૯માં ધવલપુર (ધોળકા)માં મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલની વસતિ ઉપાશ્રય)માં વસીને રચી હતી, તેને નિર્દેશ અમે પાટણ જેનભંડાર ગ્રન્થસૂચી (નં. ૬, પૃ. ૨૩૫ થી ર૩૮) માં આદિ અંતના ભાગ સાથે દર્શાવ્યો છે.
"Aho Shrutgyanam