Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4 Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah Publisher: Jain Prakashak Mandal Ahmedabad View full book textPage 6
________________ ഖലയള એmmmmmmmmmmmજીને પ્રસ્તાવના ક્ષક્ષક્ષક્ષક્ષક્ષક્ષક્ષક્ષક્ષણથી શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રનું આ છેલ્લું અથવા દશમું પર્વ છે. બધાં પ કરતાં આ પર્વ પ્રમાણમાં મોટું છે. આ પર્વમાં મુખ્ય શ્રી મહાવીર સ્વામીનું ચરિત્ર ઘણું વિસ્તરે છે. છમસ્થપણાના બાર વર્ષના વિહારનું વર્ણન ઘણું વિસ્તૃત છે. ગણધરવાદ પણ બહુ સારી રીતે ટૂંકામાં સમજાવેલ છે. આ પર્વમાં પ્રાસંગિક અનેક ઉત્તમ પુરૂષેના ચરિત્ર ને પ્રબંધ છે. શ્રેણિક, કેણિક, સુલસા, અભયકુમાર, ચેટકરા, હલવિહા, મેધકુમાર, નંદીષેણ, ચલણ, દુર્ગધા, આદ્રકુમાર, ઋષભદત્ત, દેવાનંદા, જમાળી, શતાનિક, ચંપ્રદ્યોત, મૃગાવતી, યાસા સાસા, આનંદાદિ દશા શ્રાવક, ગોશાળે, હાળીક, પ્રસન્નચંદ્ર, દુરાંદેવ, ગૌતમસ્વામી, પુંડરીક કંડરિક, અંબઇ, દશાર્ણભદ્ર, ધન્ના શાળીભદ્ર, રોહિણેય, ઉદાયન (શતાનિક પુત્ર), છેલ્લા રાજર્ષિ ઉદાયન, પ્રભાવતી, કપિલ કેવળી, કુમારનંદી સેની, ઉદાયિ (કોણીક પુત્ર), કુળવાળુક, અને કુમારપાળરાજા વિગેરેના ચરિત્રો ને પ્રબંધો ઘણા અસરકારક વર્ણવેલાં છે. તેમાં પણ શ્રેણિક કેણિક, અભયકુમાર, આદ્રકુમાર, રાંકદેવ, છેલ્લા રાજર્ષિ ઉદાયન અને ગોશાળા વિગેરેના વૃત્તાંત તે ઘણા જ વિસ્તારવાળી છે. જેમાંથી કેટલાક વિભાગ તે અન્ય ગ્રંથાદિકમાં અલભ્ય છે. પાંચમા અને ઋા આરાનું તથા ઉત્સર્પિણી કાળનું ભાવિ વૃત્તાંત પણ ઘણું વિસ્તારથી છે, ઇત્યાદિક અનેક હકીકતોથી પરિપૂર્ણ આ ચરિત્ર છે. તેનું વિશેષ વર્ણન અહીં લખવા કરતાં વાંચક વર્ગને સાદ્યત વાંચવાનીજ ખાસ ભલામણ કરવી 5 ધારીએ છીએ. આ પર્વમાં પ્રાસંગિક ઉપદેશ-દેશના–અને પ્રભુની ન્યાયવગર્ભિત સ્તવના અનેક સ્થાને એવી અપૂર્વ છે કે વાંચનારના હદય આનંદ, વેરાગ્ય તેમજ ધર્મશ્રદ્ધાથી પરિપૂર્ણ કરે છે. આ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર કળિકાળ સવર શ્રીમાન હેમચંદ્રાચાર્યનું બનાવેલું સંસ્કૃત પદ્યાત્મક છે. બ્લેક તમામ અનુટુપ છે. કુલશ્લેક સંખ્યા ૩૬૦૦૦ પ્રમાણ છે. આ આખા ચરિત્રનું ભાષાંતર કરાવી, તપાસી, શુદ્ધ કરીને છપાવવાનું કાર્ય પરોપકારી મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની કૃપા તેમજ પ્રેરણુવડે અમે સુમારે દશ વર્ષ અગાઉ શરૂ કરેલું તે પરમાત્માની કૃપાથી આજે પૂર્ણ થઈ શકયું છે. આ ચરિત્રના દણ પર્વ અથવા વિભાગ છે. તેને અમે સાત વિભાગમાં છપાવીને બહાર પાડેલ છે. સર્જને , ૫મું ને હું અને મેં ને શું પર્વ ભેળું બહાર પાડેલ છે. સાત વિભાગના મળીને કુલ ૧૮૨૬ પૃષ્ઠ થયાં છે; એટલે રેપલ આઠ પેજ ૨૨૮ ફારમે ય ૧૮ કારમે થયેલા છે. આવું મહાન કાર્ય પરમાત્માની કૃપા વિના પાર પડી શકતું નથી. ભાષાંતર યથાર્થ પ્રસિદ્ધ કરવા માટે અમે બનતે પ્રયાસ કરેલો છે, તે પણ તેની અંદર દષ્ટિદષથી યા મતિષથી જે કઈ ભૂલ થયેલી હોય તે સુરજનેએ ક્ષમા કરવી, અને અમારી તરફ ભૂલો મોકલવી કે જેથી પ્રથમના પાંચ વિભાગ (૭ પર્વ)ની ટૂંકા વખતમાં બીજી આવૃત્તિ બહાર પાડવાની છે તેમાં સુધારી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 272