Book Title: Trishashti Shalaka Purush Charitra Part 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Arihant Prakashan View full book textPage 7
________________ પ્રકાશકીય નિવેદન ઘણા સમયથી કોઈ મોટા જૈન ગ્રંથનું પ્રકાશન કરવાની અમારી ઈચ્છા હતી. સાથે સાથે એવી ભાવના પણ હતી કે તે ગુજરાતી ભાષામાં હોય તો વાચક વર્ગ તેને વધુ લાભ લઈ શકે. કલિકાલ સર્વજ્ઞ આ. હેમચંદ્રાચાર્ય વિરચિત ત્રિશણી શલાકા પુરૂષ ચરિત્ર ની ગુજરાતી આવૃતિ, ઘણા સમયથી અપ્રાપ્ય હતી. અને તેની માંગ પણ નિરંતર રહ્યા કરતી હતી. તેથી છેવટે તેનું પુનઃમુદ્રણ કરવાનું અમે એ વિચાર્યું. અને તેના મૂળ પ્રકાશક જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર પાસેથી તે અંગે અનુમતી માંગી. સભાના ટ્રસ્ટી ગણે–પ્રસ્તુત ગ્રંથ છાપવા માટે સહર્ષ રજા આપી. તે માટે અમે તેઓશ્રીના આભારી છીએ. ગ્રંથની શરૂઆતમાં તેની આગળની આવૃતિની વિસ્તૃત પ્રસ્તાવના આપી છે. તે ઉપરથી તેની ઉપયોગિતા સમજાશે. દસ પર્વમાં વહેંચાયેલે આ ગ્રંથ ચાર ખંડમાં પ્રકાશિત કર્યો છે. તેથી તે વાંચવામાં સરળ રહે. - અમારે આ પ્રયાસ જૈન સમાજને ઉપયોગી નિવડશે. તે અમારું સાહસ સાર્થક થયેલું માણીશું. ટૂંકી પ્રસ્તાવના લખી આપીને પૂજ્ય મુનિરાજ શ્રી. શિલચંદ્ર-વિજયજી મ. સાહેબે અમને ઉપકૃત કર્યા છે. પુસ્તક બજારમાં જલદી મૂકી શકાય તે હેતુથી છાપવામાં શકય એટલી ઉતાવળ કરી છે. તેથી કઈક મુદ્રણ દોષ રહી જવાની સંભાવના છે. તે તે ક્ષમ્ય ગણવા વિનંતી. પુસ્તકનું ઝડપથી અને શુદ્ધ મુદ્રણ કરી આપવા બદલ. ડીલક્ષ પ્રિન્ટર્સ ના માલિક શ્રીમતિ, પી. જે. શાહના અમે આભારી છીએ. જૈન સમાજને આ ગ્રંથ વધુને વધુ ઉપયોગી થાય તેવી અભ્યર્થના સાથે. પ્રકાશક સંવત ૨૦૪૧ ચૈત્ર સુદ-૧૫Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 232