Book Title: Tilakamanjiri Part 1 Author(s): Dhanpal Mahakavi, Shantyasuri, Lavanyasuri Publisher: Vijaylavanyasurishwar Gyanmandir Botad View full book textPage 5
________________ આમ કહીં મુનિએ વિદ્યા સમપ મદિરાવતીને પણ ઉચિત નિયમે કરાવી વિદ્યાધર મુનિ ગગનમાર્ગે રવાના થયા. - ત્યારબાદ રાજા મેઘવાહને અમદવનમાં આક્રીડ પર્વતની નજીક નાજુક મન્દિર બંધાવી, તેમાં લહમીદેવીની ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠાપૂર્વક પધરાવી, આરાધના શરૂ કરી. એક રાજા શકાવતાર નામના જિનમન્દિરે દર્શનાર્થે ગયા. દ્વારમાં પ્રવેશ કરતાં જ યુગાદિદેવ શ્રી આદિનાથ પ્રભુનાં દર્શન કરી બહાર આવતાં એક વૈમાનિક દેવને જોયા. હર્ષિત થયેલા રાજાએ તેમનું સ્વાગત કર્યું. વૈમાનિક દેવે પણ કહ્યું – રાજન્ ! ઈન્દ્રસભામાં ઘણીવાર તમારા ગુણોની પ્રશંસા સાંભળી મળવાની ભાવના થયેલ, તે આજે આદિદેવના દર્શને પ્રભાવે સફળ થઈ. હું સૌધર્મદેવલોકવાસી જવલનપ્રભ નામને દેવ છું. સપરિવાર ગગનમાર્ગે જતો હતે, રસ્તામાં આ શક્રાવતાર તીર્થ કે જેમાં ઈ સ્વયં શ્રી આદિનાથ પ્રભુની ભવ્યમૂર્તિની પ્રતિષ્ઠા કરી છે. તેને નિહાળી એકાકી દર્શન કરવા ઉતર્યો છું. અહિંથી શ્રી નન્દીશ્વર દ્વીપ જવા ચાહું છું. જ્યાં મારે પરમમિત્ર સુમાલી નામને દેવ સ્વયંપ્રભા નામની દેવી સાથે જિનમન્દિરના દર્શનાર્થે ગયેલ છે, અને તેની સાથે લીલા અનુભવે છે. આજ દ્વીપમાં તેની રતિવિશાલા નામની નગરી છે. તે વિવિધ ઉત્પાતોથી ઘેરાયેલી છે. આવા ઉત્પાતે તેના નાયકના મરણને સૂચવે છે. આથી મારા મિત્રને દુઃખ થાય તે સ્વાભાવિક છે. માટે તેને આશ્વાસન આપી તે દુઃખને શમાવવા અને પરલેકને હિતકારી સન્માર્ગમાં એડવા ઈચ્છા રાખું છું. આ કાર્ય તત્કાળ પતાવી સવારનાજ હું ત્યાંથી પાછા ફરીશ. કારણ કે-મારૂં પણ દેવાયુષ્ય અલ્પ છે. તેથી ધર્મારાધનમાં વિશેષ ઉદ્યમ કરવાને છું' હે ઈવાકુવંશના ચન્દ્ર નૃપચન્દ્ર ! સકલ વિનને નાશ કરનાર આ ચન્દ્રા૫ નામનો હાર તમને સમર્પણ કરું છું, એમ કહી મેઘવાહન નૃપતિના કંઠમાં હાર સમપિ વિમાનિક દેવ એકદમ અદશ્ય થઈ ગયો. રાજા હાર ખેસના છેડે બાંધી, શ્રી આદિનાથ પ્રભુના દર્શન કરી સ્વસ્થાનકે આવ્યા, અને સાયંકાલે શ્રી લક્ષ્મીદેવીની પૂજા કરી દેવિક હાર આગળ ધર્યો. એ સમયે ભયંકર અટ્ટહાસ્યને ધ્વનિ ઉછળે, અને ડાબી બાજુએ શબના મસ્તકની હારમાળાવાળો વેતાલને નિરખ્યો. નરપતિએ તેને અટ્ટહાસ્યનું કારણ પૂછ્યું. વેતાલે કહ્યું રાજન ! લક્ષ્મીદેવીના પરિવારમાં હું અગ્રણી અનુચર છું. મને આહારનું પ્રદાન પણ કર્યા સિવાય તે લક્ષમીદેવીની આરાધના શરૂ કરી? આથી જ મને આવું હસવું આવ્યું. અમે પ્રસન્ન હશું તેજ દેવી પાસેથી તમે વરદાન મેળવી શકશે !” રાજાએ તુરતજ વિવિધ પ્રકારના ફળાદિ આગળ ધર્યા. વેતાલે કહ્યું “રાજન્ ! અમે કે માનવ કે પશુ–પંખી નથી કે આનું ભજન કરીએ. અમારે તે માંસને જ આહાર હોય છે. તે પણ અમને અનેક રીતે મળી શકે તેમ છે, છતાં પણ મારે તે લક્ષણવંતા રાજાની પરી જ જોઈએ છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 196