Book Title: Tilakamanjiri Part 1
Author(s): Dhanpal Mahakavi, Shantyasuri, Lavanyasuri
Publisher: Vijaylavanyasurishwar Gyanmandir Botad

View full book text
Previous | Next

Page 3
________________ છે . શ નમઃ | શ્રી તિલકમંજરી કથાને અતિસંક્ષિપ્ત ભાવાર્થ: લેખકઃ–પન્યાસ શ્રી સુશીલવિજયજી ગણી. ઉત્તર કેશલ દેશમાં અધ્યા નામની રમણીય નગરી છે. જ્યાં ઈફવાકુવંશને અલકારભૂત મેઘવાહન નામનું રાજા રાજ્ય કરે છે. તેને મદિરાવતી નામની રમણીય પટ્ટરાણી છે. નવયવન વય અને વિપુલ પૈભવ છતાં એક પણ સંતાન નથી. આ બાબતનું રાજાને અત્યંત દુઃખ રહ્યા કરે છે. એક દિવસ સવારના ભદ્રશાલ નામના મહેલની અગાશીમાં બેસીને રાજા-રાણી સંતાન સમ્બન્ધિ વાતચીત કરી રહ્યા છે. પહેર દિવસ ચઢયો છે. તેવામાં દક્ષિણ દિશા તરફથી ગગન માગે આવતા એક પ્રશાન્ત મૂર્તિ વિદ્યાધર મુનિજને નિહાળ્યા, અને દમ્પતી આશ્ચર્યમગ્ન બન્યા. મુનિ મહેલની નિકટમાં આવ્યા. રાજા-રાણી ઉભા થઈ છેડા સન્મુખ ચાલ્યા. મુનિ હેલની અગાશીમાં ઉતર્યા. રાજા રાણીએ સત્કાર કરી સુવર્ણસને બેસાર્યા. ભૂપતિએ મુનિજનને ઉચિત સર્વપ્રકારને વિનયોપચાર કર્યા બાદ, ભૂતલ પર બેસી નમ્રતાપૂર્વક કહ્યું ભગવદ્ ! આપના ચરણારવિંદના સ્પર્શથી અમિદષ્ટિથી અને પ્રણામ કરવાથી એમ સર્વ રીતે હું ભાગ્યશાલી બન્યું છું. આમ છતાં પણ વિશેષ તૃપ્તિની ખાતર વિનવું છું કે આ મારા રાજ્ય વૈભમાંથી આપને જેની જરૂરત હોય તે વિના સકે સ્વીકારી અને આભારી કરશે!” | મુનિરાજે કહ્યું “રાજન ! તમારા જેવા ઉદારાશવાળા આવી પ્રાર્થના કરે તે ઉચિત છે, પરંતુ અમે નિઃપૃહી મુનિ છીએ, ભિક્ષામાત્રથી મળેલ આહાર એજ અમારૂ ભેજન છે. તે પણ દેહને ટકાવી ધર્મસાધના કરવા માટેજ, નહિ કે આસક્તિથી. મુક્તિ એજ અમારા જીવનનું ધ્યેય છે.” રાજન્ ! હવે હું તમને પૂછું છું કે આ નગરી કઈ? તમે કે? કયા ઉત્તમ વંશમાં તમારે જન્મ? આ નારી કેણ? શું નામ? તમે દમ્પતી અંતરમાં સંતપ્ત જણાઓ છે તે શાથી? આ સ્ત્રી હમણુંજ રૂદન કરીને છાની રહી હોય એમ દેખાય છે તેનું કારણ શું? શું કેઈ પ્રિયબંધુને વિયેગ થયો છે? અથવા તે કોઈ શું આકસ્મિક સંકટ આવી પડ્યું છે? છે શું ? આ સર્વને પ્રત્યુત્તર અમને જણાવવામાં કોઈ પણ જાતને બાધ ન હોય તે સુખેથી કહે.” ભગવાન ! આપના જેવા નિસ્પૃહી પોપકારી સંત-મહર્ષિ આગળ છૂપાવવા જેવું શું હોય? આપની પ્રશ્નમાળાને પ્રત્યુત્તર સંક્ષેપમાં નીચે પ્રમાણે કહું છું—

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 196