Book Title: Tilakamanjiri Part 1 Author(s): Dhanpal Mahakavi, Shantyasuri, Lavanyasuri Publisher: Vijaylavanyasurishwar Gyanmandir Botad View full book textPage 4
________________ દિલીપ, રધુ, દશરથાદિ રાજાઓની વંશપરંપરાની રાજધાની આ અયોધ્યા નામની પુરાણી નગરી છે. ઈવાકુવંશમાં જન્મ પામેલે, સમસ્ત ભારતવર્ષના ભૂપતિઓમાં સર્વ પ્રકારે આગળ પડતો અને તેને ભેદતા મેઘવાહન નામે હું નૃપતિ છું, અને ઉત્તમ રાજકુલમાં ઉત્પન થયેલી મદિરાવતી નામની આ મારી મુખ્ય પટ્ટરાણી છે.” નથી પ્રિય બન્ધવર્ગને વિયોગ કે આકસ્મિક સંકટ, માત્ર નિઃસંતાનપણું એજ એક અસ્વસ્થતાનું કારણ છે. એ એટલું બધું અસહ્ય થઈ પડયું છે કે-અમારા બન્નેની ઉનાળાની નાની રાત્રિએ પણ એ ચિંતામાં ને ચિંતામાં રૂદનમય પસાર કરતાં શતવર્ષ જેવડી થઈ પડી છે.” રૂદનનું કારણ માત્ર એજ કે-“આજે પ્રભાતે એની એજ ચિંતામાં ને ચિંતામાં સવેળા વહેલે જાગી ગયો, અને પાછે એના એજ વિચારમાં નિમગ્ન હતા તેવામાં બંદીએ પ્રસંગેવાત અપરવત્ર છંદમાં ગાઓલ શ્લોક મારા સાંભળવામાં આવ્ય " विपदिव विरता विभावरी ! नृप निरपायमुपास्स्व देवताः। उदयति भुवनोदयाय ते कुलमिव मण्डलमुष्णदीधितेः ॥१॥" રાજન્ ! જેમ રાત્રિ દૂર થઈ અને સૂર્ય ઉદય પામે છે તેમ તમારી આપદા દૂર થશે, અને તમારૂં કુલ જગતના ઉદયને માટે ઉન્નતિના પંથે જશે, રૂડી રીતે દેવતાની ઉપાસના કરે.” સાંભળીને આનંદ થયે. રાજવૈભવ તછ સંતાન અર્થે અરણ્યમાં જઈ દેવની આરાધના કરવા નિર્ણય કર્યો. પ્રાતઃકૃત્ય કરી ચિત્રશાલાના આગણામાં એટલા પર બેઠેલી આ રાણીને દુખપૂર્વક કહ્યું પ્રિયે! તારે માટે સંતાન નિમિતે વરદાન મળે ત્યાં સુધી અરણ્યમાં જઈ કઈ દેવની આરાધના કરવાને મેં દઢ નિર્ણય કરેલ છે. આ કાર્ય પૂર્ણ કરી પાછો ન આવું ત્યાં સુધી, અહિંજ રહીને તું વડિલોની સેવા કરજે” | સ્વામિની અણધારી આ વાત સાંભળી રાણી એકદમ મૂછિત બની, અને મૂછને વેગ શાંત થયે ગદ્દગદ્દ કંઠે બેલી– આયપુત્ર ! સુખેથી કાર્ય સિદ્ધ કરે, પરંતુ હું તમારી સાથે આવીશ. તમારા વિના ક્ષણભર રહી શકું તેમ નથી. આમ છતાં મને મુકીને જશે તો જીવી શકીશ નહિં. બસ! આપનું આ અંતિમ દર્શન કરી લઉં છું.” આ રીતે હઠ કરી અરણ્યમાં જ્યાં મને અટકાવે છે, તો હે પૂજ્ય! મુનિરાજ! આપે પણ આને ઉચિત શિખામણ આપવી ઘટે છે. મુનિએ યોગનિદ્રાથી નિહાળીને કહ્યું – - “રાજન ! સંતાન પ્રાપ્તિને ફેકનાર કર્મ ઘણું ભગવાઈ ગયેલ છે. માત્ર સ્વલ્પજ બાકી છે. અરણ્યમાં જવાની જરૂરત નથી. અહીંજ (પ્રમદવનમાં) રહી અરચિત કષ્ટ સહન કરી મુનિવ્રતની ક્રિયા કરે, અને રાજ્યની અધિષ્ઠાત્રી લક્ષ્મીદેવીની ઉપાસના કરો, તેજ અહ૫ સમયમાં ઉચિત વરદાન આપશે. વળી અપરાજિતા નામની મંત્રવિદ્યા પણ હું તમને આપું છું. તેને પણ દેવપૂજા બાદ જાપ કરો.”Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 196