________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ
આણત તથા દશમા પ્રાણુત દેવલોકમાં ચારસેં વિમાન અને આરણ તથા બારમા અશ્રુત દેવલોક એમ બેમાં મળી ત્રણસેં વિમાન છે. હેડલા ત્રણ રૈવેયકે ૧૧૧ વિમાન, વચલા ત્રણ ગ્રેવયકે ૧૦૭ વિમાન, ઉપરના ત્રણ રૈવેયકે ૧૦૦ વિમાન છે.
ઉપર પાંચ અનુત્તર વિમાને પાંચ વિમાન છે.
સૌધર્મના સામાનિક દેવતા ૮૪ હજાર, ઈશાનેંદ્રના ૮૦ હજાર, સનત કુમારેંદ્રના ૭૨ હજાર, માહેંદ્રના ૭૦ હજાર, બ્રહ્મદના ૬૦ હજાર, લાંતકેંદ્રના ૫૦ હજાર, મહાશુદ્ધના ૪૦ હજાર, સહસ્ત્રારેકના ૩૦ હજાર, આણતપ્રાણના ૨૦ હજાર, આરણ-અર્ચ્યુરેંદ્રના ૧૦ હજાર સામાનિક દેવતા જાણવા.
એ સામાનિક દેવતાથકી ચાર ગુણ આત્મરક્ષક દેવતા દરેક ઇને હોય છે
સૌધર્મ દેવલોકમાં મૃગનું ચિન્હ છે. ઈશાન દેવલોકમાં પાડાનું ચિન્હ છે. સનત કુમારે સુઅરનું ચિહ છે. માહેંદ્ર દેવલોકમાં સિંહનું ચિન્હ છે. બ્રહ્મદેવ કે બેકડાનું ચિન્હ છે. શુક્ર ધેડાનું ચિન્હ છે. સહસ્ત્રારે હાથીનું ચિન્હ છે. આણતે સપનું ચિન્હ છે. પ્રાણુતે ગેંડાનું ચિન્હ છે. આરણે વૃષભનું ચિન્હ છે. અય્યતે મૃગવિશેષ જાતિ આદિ ચિન્હ જાણવાં. એ ચિન્હ મુગટમાં હોય છે.
સૌધર્મ અને ઈશાન એ બે દેવકને ઘોદધિ આધાર છે. ત્રીજા, ચેથા અને પાંચમા દેવલોકને ધનવાતનો આધાર છે. ઘનવાત જામ્યો વાયુ છે, તે હાલે ચાલે નહિ. છઠ્ઠા, સાતમા અને આઠમા દેવલેકને વનોદધિઅને ઘનવાત એ બનેને આધાર છે. ઉપરનાં વિમાન આકાશને આધારે રહ્યાં છે.
For Private And Personal Use Only