________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાકીની ચારે ગતિમાં જાય. એકંદ્રિય અને વિગતેંદ્રિય મરીને સંખ્યાતા આયુષ્ય પાળા તિર્યંચ અને મનુષ્યમાંહે આવી ઉપજે. પણ દેવતા, નારકી અને સંખ્યાના આયુષ્યવાળા તિર્યંચ તથા અસંખતા આયુષ્યવાળા જે યુગલીયા મનુષ્ય તેમાં ન જાય. વળી પિગદિય મારીને મનુષ્યતિ પામી સર્વ સાવઘવરતિરૂપ ચારિત્ર પામે, પણ સીઝે નહીં; અને તેઉકાય તથા વાઉકાય મરણ પામીને મનુષ્ય તે ન થાય પણ કદાચિત પંચંદ્રિય તિર્યય થાય તો સમ્યકત્વ પણ પામે નહીં, તો પછી વિરતપણ કમાંથી પામે ? એ તેઉકાય તથા વાઉકાયના ભવને સ્વભાવ છે, કે જે મનુષ્ય ન થાય અને સમ્યકત્વ પણ નહીં પામે. શેષ ચાકતા સંમછિમગર્ભ જતિર્યય તથા સંપૂર્ણ મગર્ભજમનુષ્ય તથા પૃથ્વી, અપૂ અને વનસ્પતિ એટલા મરણ પામીને મનુષ્ય થાય, અને મનુબ્ધ થઈને મરૂદેવામાતાની પેઠે તેજ ભવે ચારિત્ર પાળી મોક્ષ પણ પામે.
બાદર પર્યાપ્તા, પૃકાય, અપકાય ને પ્રત્યેક વનસ્પતિકાયને ચાર લેસ્યા હોય છે. કેમકે ભુવનપતિ, વ્યતર, જ્યોતિષી, સૌધર્મ અને ઇશાનાંત સુધીના દેવતા તેજલેશ્યાવંત હોય. તે પૃથ્વી, અપ અને વનસ્પતિમાંહે ઉપજે તે પર્યાપ્ત થયા પછી અંતર્મુહૂર્ત સુધી કેટલાએક કાળ તેજલેશ્યાવંત હોય તે કારણથી કૃષ્ણ, નીલ, કાપો અને તેજે, એ ચાર લેસ્યા એમાં હોય. ગર્ભતિર્યંચ તથા ગર્ભજમનુષ્યને છએ લેસ્યા હેય, કેમકે મનુષ્ય તથા તિર્યંચને અસ્થિર લેશ્યા હેય. બાકીના તેઉકાય, વાઉકાય, સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપકાય, સાધારણ અપર્યાપ્તા, બાદર પૃથવીકાય, અપર્યાપ્ત બાદર અપકાય, અપર્યાપ્ત પ્રત્યેકવનસ્પતિકાય, બેઇકિય, તેઈદ્રિય, ચરિંદ્રિય અને સંમમિ પચેદિય તિર્યંચ તથા સમૃઈિમ પચેંદ્રિય મનુષ્ય એટલાને કૃષ્ણ,
For Private And Personal Use Only