________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તે એક મુહૂર્તમાં પૂર્વોક્ત આવેલી હોય છે. ત્રીશ મુહૂર્ત એક અહોરાત્રિરૂપ દિવસ થાય છે. પંદર અહારાત્રિએ પખવાડિયું થાય છે. બે પખવાડિયે એક માસ થાય છે. બાર માસે એક વર્ષ થાય છે. તેમજ અસંખ્યાતા વર્ષે એક પોપમ થાય છે. દશ કોડાકેડી પલ્યોપમે એક સાગરોપમ થાય છે. તેવા દશ કેડીકેડી સાગરોપમે એક ઉત્સર્પિણી અને બીજા દશ કોડાકડી સાગરોપમે એક અવસર્પિણી કાળ થાય છે. એ બે મળીને વીશ કેડાછેડી સાગરોપમે એક કાળચક્ર થાય છે. એવા અનંતા કાળચક્રે એક પુદગળપરાવર્તન થાય છે. એ સર્વ મનુષ્યલોકમાં વ્યવહારથી કાળ જાણ.
બે માસે એક ઋતુ થાય છે. ત્રણ ઋતુએ એક અયન, બે અને એક વર્ષ, પાંચ વર્ષે એક યુગ, રાશી લાખ વર્ષે એક પૂર્વાગ, તે એક પૂર્વાગને ચોરાશી લાખે ગુણતાં એક પૂર્વ થાય છે. ઇત્યાદિ કાળના અનેક ભેદ છે.
પદ્રવ્યનું કંઇક વિશેષ સ્વરૂપ, છ દ્રવ્યને ઘણા વિસ્તાર જે હોય તે ષડદ્રવ્યવિચાર નામનો ગ્રંથ વાંચવો. તેમાં વિસ્તારથી અધિકાર લખે છે.
- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગળાસ્તિકાય, કાળ અને જીવ, એ છ દ્રવ્ય છે.
परिणामीजीवमूत्ता, सपएसाएगखित्तकिरिया य: णिचं कारणकत्ता, सव्वगयइयरअप्पवेसे.
ભાવાર્થ – દ્રવ્યમાં જીવ અને પુદ્દગળ એ બે દિવ્ય પરિણામી છે. બાકીનાં ચાર દ્રવ્ય અપરિણમી છે. ઇહાં પરિણમીને ભાવ જાણવે, પરંતુ સ્વભાવે પરિણામી તે છએ દ્રવ્ય છે. એ દ્રવ્યમાં એક છવદ્રવ્ય જીવ છે. બાકી પાંચ દ્રવ્ય અજીવે છે. છ દ્રવ્યમાં
For Private And Personal Use Only