Book Title: Tattvarthadhigam Sutra Part 01 Author(s): Udayprabhvijay Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar TurstPage 19
________________ • ભૂમિકા છે. તત્ત્વાર્થાધિગમસૂત્ર આ સૂત્ર શબ્દથી લઘુ પણ અર્થથી અત્યંત ગંભીર અને વિશાળ છે. ખરેખર તત્ત્વાર્થસૂત્ર ગાગરમાં સાગર છે. તેથી જ તો માત્ર ૩૪૪ સૂત્ર પ્રમાણ હોવા છતાં આ ગ્રંથ ઉપર હજારો શ્લોક પ્રમાણ સાગરસમ અનેક વ્યાખ્યા-ગ્રંથો રચાયા છે. અલ્પ અક્ષરો વડે ઘણા અર્થોને સૂત્રિત કરે (બાંધી રાખે) તે સૂત્ર છે” આ ઉક્તિને વાચકશ્રીએ ન્યાય આપ્યો છે. માત્ર ૨૦૦ શ્લોકથી પણ ઓછા (૧૯૮) પ્રમાણવાળું આ હોવા છતાં એમાં વાચકશ્રીએ જૈન શાસન-પ્રવચનના સમસ્ત મૌલિક સિદ્ધાંતોનો સંગ્રહ કરી લીધો છે. એથી કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્ય, મહારાજે સ્વરચિત સર્વમાન્ય શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસનમાં ૨-૨-૩૯ સૂત્રમાં તથા અન્ય પણ વ્યાકરણ સંબંધિ ગ્રંથોમાં વાચકશ્રીને “ઉમાસ્વાતિજી જેવા કોઈ સંગ્રહકાર નથી” એમ કહી સ્તવ્યા છે અને એથી જૂની હસ્તપ્રતો અને તાડપત્રોમાં આ તત્ત્વાર્થાધિગમસૂત્રને મહાપુરુષોએ “અહ...વચનસંગ્રહ” એવા હુલામણા નામે પણ નવાર્યું છે. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ તો આ સૂત્રને “તત્ત્વાર્થ મહાશાસ્ત્ર” કહી શ્રેષ્ઠ અનુયોગ (દ્રવ્યાનુયોગ)નું પ્રબળ સાધન ગણે છે. આ સૂત્રમાં મુખ્યત્વે દ્રવ્યાનુયોગની વિચારણા છે અને પ્રસંગે પ્રસંગે ગણિતાનુયોગ અને ચરણકરણાનુયોગનું પણ સુંદર નિરૂપણ છે. આગમમાંથી ઉધૂત કરી સર્વ પ્રથમ સંસ્કૃત ભાષામાં આ સૂત્રની રચના કરવામાં આવી છે, કારણ કે આ સૂત્રોના મૂળસ્થાન આગમોમાં મળે છે. વળી પૂર્વધર મહર્ષિ વાચકશ્રી ઉમાસ્વાતિજી મહારાજે આ સૂત્ર રચ્યું છે, તેથી આગમની જેમ વિધિ સહિત બહુમાન પૂર્વક ગુરુગમથી આ સૂત્રનું અધ્યયન કરવું જોઈએ અને એથી ફાગણ આદિ ચોમાસીના અઢી દિવસ અને શાશ્વતી ઓળીના ૧૨ દિવસની અસક્ઝાયમાં આનું પઠન-પાઠન કરાતું નથી. એક મત મુજબ શાશ્વતી ઓળીના પ્રથમ ત્રણ દિવસ સિવાય તત્ત્વાર્થસૂત્ર ભણી શકાય. ૨. તત્ત્વાર્થાધિગમસૂત્રની વિષય-વ્યાપકતા આ ગ્રંથ ૧૦ અધ્યાયમાં વિભાજિત છે. એકથી ચાર અધ્યાયમાં મુખ્યતયા જીવતત્ત્વનું નિરૂપણ છે. પાંચમા અધ્યાયમાં અજીવ તત્ત્વની પ્રરૂપણા કરી છે. છઠ્ઠા અને સાતમા અધ્યાયમાં આશ્રવ તત્ત્વની વિચારણા છે. આઠમા અધ્યાયમાં બંધ તત્ત્વને દર્શાવ્યું છે. નવમા અધ્યાયમાં સંવર અને નિર્જરા એમ १. अल्पाक्षरैः बह्वर्थान् सूत्रयतीति सूत्रम् ।, २. “उत्कृष्टे अनुपेन' २-२-३९, “उपोमास्वाति सङ्ग्रहीतारः, उपजिनभद्रक्षमाश्रमणं વ્યાધ્યાતાર: તમ્મન્ચે દીના રૂત્વર્થઃ” ૨-૨-૩૯ની લઘુવૃત્તિમાં. ૩. શ્રીમદ્ મેઘવિજયજી ઉપાધ્યાય સ્વકૃત હૈમકૌમુદિમાં તથા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી સ્વકૃત પ્રક્રિયા વ્યાકરણમાં અને શ્રીમદ્ મલયગિરિજી મહારાજના શબ્દાનુશાસનમાં પણ “શ્રી ઉમાસ્વાતિજી સંગ્રહકાર આચાર્યોમાં શિરોમણિ છે” એમ કહ્યું છે. ૪. અહિ કોઈએ એવો અર્થ ન કરવો કે “સંસ્કૃત ભાષામાં સૂત્ર રચવાની પરંપરા શ્રી ઉમાસ્વાતિજી મહારાજે શરૂ કરી.” કારણ કે સર્વતીર્થકચેના શાસનમાં દ્વાદશાંગી ગણધરો રચે છે. તેમાં દૃષ્ટિવાદ નામનું બારમુ અંગ સંસ્કૃતમાં હોય છે, તથા શ્રતધર મહર્ષિઓ દ્વારા રચિત ઋષિભાષિતાદિ સંસ્કૃતમાં પણ છે. (શ્રીવર્ધમાનસૂરિક્ત આચાર દિનકર ગ્રંથમાં આ પ્રમાણે કહ્યું છે. મુહૂ વિવિયં તિયડવાનિયંસિદ્ધત | શ્રીવાસ્તવાથત્યં પયગુરૂવં નિવિહિં || ઘણાંગના સપ્તમ સ્થાનકમાં કહ્યું છે. સવા પા'તા વેવ કુહા મતિયો દયા | સરમંડર્નાનિ જિન્નતે પત્થા મિલિતા II) તેથી ઉમાસ્વાતિજી મહારાજે પ્રથમ સંસ્કૃત ભાષામાં રચવાની પરંપરા શરુ કરી એમ ન કહી શકાય. ભગવાન મહાવીરની હાજરીમાં રચાએલ દૃષ્ટિવાદ અને ઋષિભાષિતને છોડીને જો વાત કરતા હો તો એ અપેક્ષાએ એટલું જરૂર કહી શકાય કે, વર્તમાનમાં ઉપલબ્ધ સાહિત્યને આશ્રયીને તત્ત્વાર્થાધિગમ નામનું આ શાસ્ત્ર સર્વપ્રથમ સંસ્કૃત ભાષામાં સૂત્ર તરીકે રચાયેલું મળે છે.Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 462