Book Title: Tattvagyanni Gufama Aatmani Anubhuti
Author(s): Suresh Shah
Publisher: Mumbai Jain Yuvak Mahasangh

View full book text
Previous | Next

Page 8
________________ મુખ્ય ઉદ્દેશ ગોખીને તથા પાઠને બદલે સમજદારીભર્યો, અર્થ સાથેનો પાઠ તૈયાર થાય અને ગોખણપટ્ટી નહીં પણ સમજભર્યું જ્ઞાન જ સૌને મળે. એ હેતુમાં તેઓ સફળ રહ્યા છે. આજના સમયમાં ધર્મ છે, પણ તેનો સંચાર ક્યાંક લુપ્ત થઈ રહ્યો છે. ઘણીવાર પોથીના શબ્દો અઘરા અને પહોંચ બહાર બને છે ત્યારે મુંઝવણનો ઉકેલ મેળવવા મન ઈચ્છે છે પરંતુ કોઈ સરળ માર્ગ તરત મળતો નથી. ત્યારે કેટલીયે ભ્રમણાઓ મનને ઘેરી વળે છે. ત્યારે પ્રશ્નો લઈને ક્યાં જવું? જીવનને મોક્ષનો અર્થ આપવાની અભિલાષા છે પણ મોક્ષના માર્ગની ખબર નથી. રોજીંદા જીવનમાં બંધાતા કર્મોનો ઓછામાં ઓછો ભાર વહન કરવો પડે એવી ઈચ્છા છે. પણ કર્મનો ભાર ઓછો થતો નથી, કર્મોના ચક્રવ્યુહમાં ફસાયા જ કરીએ છીએ. ત્યારે આ પંચમ કાળમાં વિરોધોની વચ્ચે સાચા સમજભર્યા જ્ઞાન માટે આવા પુસ્તકો જ મહત્ત્વના બનતાં હોય છે. શ્રી સુરેશભાઈને ખૂબ જ અભિનંદન કે તેઓ એ આ પુસ્તક બનાવવાનું બીડું ઝડપ્યું અને તેમને શુભેચ્છાઓ કે તેમનું આ પુસ્તક સોનું માર્ગદર્શક બને. શ્રીમન્ના અભૂત રચનાકાર્ય વિષે જેટલું કાર્ય થાય તેટલું ઓછું છે. તત્ત્વની અમાપ ઉંચાઈ પર બિરાજેલી આ કૃતિ જેટલા લોકોના શ્રવણ અને વાંચન અર્થે ફેલાય અને સો કોઈનાં કલ્યાણની ભાવના વધુ ને વધુ ફેલાય એથી રૂડું શું ! સુરેશભાઈ જેવા અભ્યાસુ વધુ ને વધુ આવાં કાર્યો કરતાં રહે અને પ્રકાશને પામતા રહે. ડૉ. સેજલ શાહ મંત્રી : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તંત્રી: પ્રબુદ્ધ જીવન ૧૪ એપ્રિલ, ૨૦૧૯

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 102