________________
૧૯ જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન;
ગુરુ રહ્યા છમસ્થ પણ, વિનય કરે ભગવાન. ૨૦ એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ;
મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૧ અસદ્દગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ;
મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૧૯ થી ૨૧-ગુરૂ કેવળજ્ઞાની ન પણ હોય, તોય શિષ્યને એમના બોધ થકી જ્ઞાન થઈ શકે છે. એવો ભગવાનનો વિનય હોય છે. આ માર્ગ વિનયનો છે. આનો મુળ હેતુ પોતાના આત્માને જાણવાનો છે. જો અસદ્દગુરૂ પોતાના સ્વાર્થ ખાતર શિષ્યને ઉધે રસ્તે ચઢાવે તો તે અસદ્ગુરૂ અનંત કાળ મોહજાળમાં ફસાઈ જાય. ૨૨ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર;
હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૩ હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ;
તેહમતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨૨ થી ૨૩-જે મુમુક્ષુ જીવ હોય તે સરળતાથી આ વિચારોને સમજે છે અને મતાર્થી એટલે સ્વચ્છંદી, સ્વાર્થી હોય તેને ચોક્કસ માર્ગની પ્રાપ્તિ ન થાય. આવા સ્વચ્છંદીનાં લક્ષણો નીચે કહું છું.
મતાથી - લક્ષણો
૨૪ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય;
અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ ૨૫ જે જિનદેહ પ્રમાણને, સમવસરણાદિ સિદ્ધિ;
વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ર૬ પ્રત્યક્ષ સગુરુયોગમાં, વર્તે દષ્ટિવિમુખ;
અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય.
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ