Book Title: Tattvagyanni Gufama Aatmani Anubhuti
Author(s): Suresh Shah
Publisher: Mumbai Jain Yuvak Mahasangh
View full book text
________________
૧૨૪ અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર;
આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. ૧૨૫ શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન ૧૨૬ આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન.
૧૨૭ ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ.
૧૨૪ થી ૧૨૭-શિષ્ય સદ્ગુરૂ પ્રત્યે અત્યંત ઉપકારની લાગણી પ્રગટ કરે છે. ષટપદ સમજાવીને, મ્યાનમાં જેમ તલવાર જુદી છે તેમ દેહથી ભિન્ન શુદ્ધ આત્મા છે, તેવું જ્ઞાન કરાવવા, શિષ્ય પ્રભુનું શરણું સ્વીકારે છે.
ઉપસંહાર
૧૨૮ દર્શન ષટે સમાય છે, આ ષટ્ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંસય રહે ન કાંઈ.
૧૨૯ આત્મત્ક્રાંતિસમ રોગ નહિ, સદ્ગુરુ વૈદય સુજાણ; ગુરુઆજ્ઞાસમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન ૧૩૦ જો ઇચ્છો પરમાર્થી તો, કરો સત્ય પુરુષાર્થ;
ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ ૧૩૧ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવા નો’ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૨ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથ રહેલ.
૧૩૩ ગચ્છમતની જે કલ્પના, તે નહિ સર્વ્યવહાર; ભાન નહી નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર.
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102