________________
૧૩૪ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય;
થાશે કાળ ભવિષ્યમાં. માર્ગભેદ નહિ હોય. ૧૩૫ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય;
સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય ૧૨૮ થી ૧૩પ-ઉપસંહાર-શિષ્યને ખાત્રી થાય છે કે ષટદર્શનમાં, મોક્ષનું લક્ષ પ્રાપ્ત થઈ શકે છે. સદ્ગુરૂ વૈદ્ય છે, જેની દવાથી, ભવોભવની બિમારી દૂર થઈ શકે છે. સાચી લગન હોય તો પુરુષાર્થ કરો, મારું શું થશે? એવી શંકા નહીં કરો. નિશ્ચય અને વ્યવહારનું સમતુલન જીવનમાં જરૂરી છે, એકાંતથી જ્ઞાન પ્રાપ્તિ થતી નથી. અસલ્લુરૂના બોધથી શિષ્ય કુમાર્ગે ચડી જાય છે. સર્વકાળમાં આત્મજ્ઞાનીના માર્ગમાં કોઈ ભેદ ન હોઈ શકે. તેથી જે જીવ સદ્ગુરૂની આજ્ઞામાં રહે તેને જીનદશા પ્રગટ થઈ શકે છે. ૧૩૬ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત;
પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૭ મુખથી જ્ઞાન કશે, અને અંતર છૂટ્યો ન મોહ;
તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ,. ૧૩૬ થી ૧૩૭-શિષ્યને પુરુષાર્થ સાથે નિમિત્તની પ્રાપ્તિ થાય એવી ધીરજ રાખવી જરૂરી છે. ત્યારબાદ રિદ્ધિ-સિદ્ધિ પ્રગટે ત્યારે જ્ઞાન થઈ ગયું છે એવો ભ્રમ શિષ્ય નહીં કરવો, જેથી જ્ઞાનીના માર્ગમાં હોવા છતાં, મોહજાળનો શિકાર બની જ્ઞાનીના વિચારોનો વિદ્રોહી બની જાય. ૧૩૮ દયા શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય;
હોય મુમુક્ષુ ઘટ વિષે, એક સદાય સુજાગ્ય. ૧૩૯ મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત;
તે કહીએ જ્ઞાનદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૪૦ સકળ જગત તે એહવત્, અથવા સ્વપ્ન સમાન;
તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન.
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ