Book Title: Tattvagyanni Gufama Aatmani Anubhuti
Author(s): Suresh Shah
Publisher: Mumbai Jain Yuvak Mahasangh

View full book text
Previous | Next

Page 49
________________ ૧૧૭ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. ૧૧૮ નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માંય. ૧૧૦થી ૧૧૮-સમકિતની પ્રાપ્તિ પછી તો આત્માના અનુભવનો લક્ષ હોય છે. મિથ્યાત્વનો ક્ષય થાય છે. યથાર્થ ચારિત્ર પ્રગટ થાય છે. નીચસ્વભાવમાં નિર્વિકલ્પ દશામાં આત્માને કેવળજ્ઞાન થાય છે. કર્તા-કર્મપણું છૂટી જાય છે. આત્માની સ્વરૂપસ્થિતિનો અનુભવ થાય છે. આત્માનું શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સ્વરૂપે પ્રગટ થાય છે. છએ શંકાનું સમાધાન વિચાર કરવાથી થાય છે એમ સદ્ગુરૂ નિશ્ચયથી કહે છે અને સમાધિ ગ્રહણ કરે છે. શિષ્ય-બોધબીજપ્રાતિકથન ૧૧૯ સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૨૦ ભાસ્યું નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૧ કર્તા, ભોક્તા, કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિદભાવમાં, થયો અર્તા ત્યાંય. ૧૨૨ અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૩ મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્મન્થ. ૧૧૯ થી ૧૨૩-શિષ્ય કહે છે કે સદ્ગુરૂના બોધથી, અપૂર્વ જ્ઞાનમાં, નિજપદ એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ, જેનો હું અનુભવ કરી રહ્યો છું. આત્માનું અજ્ઞાન દૂર થઈ, કર્તા-ભોકતાપણું છૂટી ગયું અને નિર્વિકલ્પદશા પ્રગટ થઈ અને નિર્ચથી માર્ગની શરૂઆત થઈ. કરી ? : અહી કલિક કરો તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102