________________
૧૦૯ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ;
તો પામે સમકિતને, વર્તે અંતરશોધ. ૯૭ થી ૧૦૯-છઠ્ઠી શંકા મોક્ષના ઉપાયનું સમાધાન-ગુરૂ કહે છે કે પાંચે શંકાનું સમાધાન થયું છે તો છઠ્ઠીનું પણ થઈ જશે. મિથ્યા ભાવમાં કરેલા કર્મનો ક્ષય કરવાથી મોક્ષની યોગ્યતા પ્રાપ્ત થાય છે. કર્મ બંધ થાય અને તેની નિવૃત્તિ મોક્ષનો માર્ગ છે. મોહનીય કર્મનો ક્ષય કરવો, સૌથી કઠણ છે, જે ગુરૂના બોધ અને વૈરાગ ભાવનાથી ક્ષય થાય છે. ક્રોધભાવ તો ક્ષમા આપવાથી ઉપશમ થાય છે. મનુષ્યને મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટે કોઈ એક જાતિ કે વેષનો સંબંધ નથી, કારણ કે આ બધું દેહની પર્યાય દૃષ્ટિથી છે. મુક્તિનો માર્ગ પુદ્ગલ કર્મના ક્ષય થવાથી, અને સદ્ગુરૂની કૃપા દૃષ્ટિથી આત્માને જણાશે. જન્મ-મરણના ફેરા છૂટી જશે, તેથી જીજ્ઞાસુ જીવ, આત્માની અજ્ઞાનદશા ઉપર ખેદ કરી, અંતરની દયાના કારણે, સદ્ગુરૂના બોધથી સમકિતની પ્રાપ્તિ કરે છે. ૧૧૦ મત દર્શન આગ્રહતજી, વર્તે સદ્ગુરુલક્ષ;
લહે શુદ્ધ સમકિત તે જેમાં ભેદ ન પક્ષ. ૧૧૧ વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત;
વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૨ વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભ્યાસ;
ઉદય થાય ચારિત્રનો, વીતરાગપર વાસ. ૧૧૩ કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન;
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ ૧૧૪ કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય;
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૫ છૂટે દેહાભ્યાસ તો, નહિ કર્તા તું કર્મ;
નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૬ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ;
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ