________________
૧૨ સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમજ્યું જિનસ્વરૂપ. ૧૩ આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિં, ત્યાં આધાર સુપાત્ર. ૧૪ અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, ક૨ી મતાંતર ત્યાજ.
૯ થી ૧૪-ત્યારબાદ સદ્ગુરૂનાં વચનોનું નિષ્ઠાપૂર્વક મનન, ચિંતન કરનાર મુમુક્ષુની રૂચિ, આત્માને જાણવાની હોય છે. તે મુમુક્ષુ પરમાર્થ માર્ગને પ્રાપ્ત કરી આત્માની શુદ્ધ દશાને પામવાના લક્ષ માટેની યોગ્યતાનો પ્રયત્ન કરે છે. પ્રત્યક્ષ સદ્ગુરૂની અપૂર્વ વાણી અથવા તીર્થંકરદેવનો પરોક્ષ ઉપકાર તે આત્મવિચારનું કારણ છે. પરમાત્મા અથવા સદ્ગુરૂના ઉપકાર વગર જિન સ્વરૂપને સમજવું અશક્ય છે. તેથી તીર્થંકરદેવનાં આગમશાસ્ત્ર, દ્વાદશાંગી અથવા સદ્ગુરૂએ કહેલા બોધને સમજવાથી નિજસ્વરૂપને એટલે પોતાના આત્માના શુદ્ધસ્વરૂપને જાણી શકાય છે.
૧૫ રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ;
પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૬ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૭ સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ
૧૮ માનાદિક શત્રુ મહા, નિજછંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.
૧૫ થી ૧૮-જીવે સ્વચ્છંદ, અભિમાન નહીં કરવું, પ્રત્યક્ષ સદ્ગુરૂનો સત્સંગ અભિમાનને રોકે છે. સ્વચ્છંદનો આગ્રહ ન રાખે તો સમકિત થઈ શકે. માન તે એવો કષાય છે કે, પોતાના પ્રયત્ને નીકળી ન શકે પણ સદ્ગુરૂના બોધથી ક્ષણમાં ક્ષય થઈ જાય, જેમ બાહુબલીજીને થયું હતું.
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ