________________
૭૭ કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રે૨ક તે ગણ્યે, ઈશ્વર દોષપ્રભાવ.
૭૮ ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા-કર્મ-પ્રભાવ.
૭૪ થી ૭૮-ત્રીજી શંકાનું સમાધાન-શિષ્ય વિચા૨ ક૨શે તો જણાશે કે, ચેતનાની પ્રેરણાથી જ તેના કષાય ભાવને કારણે જ પુદ્ગલ કર્મ ગ્રહણ થાય છે. શાંત ચેતન કર્મ કરતું નથી તેથી સહજ સ્વભાવ જે જીવનો ધર્મ છે તે જણાય છે. અસંગતા એટલે દેહથી આત્માનું અસંગપણું પરમાર્થથી જણાય છે. આત્મા પોતાના કર્મને આધારે જન્મ-જરા-મરણની દશા ભોગવે છે તેમાં ઈશ્વરને દોષ આપવાની જરૂર નથી. ચેતન જ્યારે સ્વસ્વરૂપમાં હોય ત્યારે સ્વભાવમાં ૨હે તે કર્તા કર્મની વ્યવસ્થા છે અને અજ્ઞાનીદશામાં તેણે કરેલાં કર્મ ભોગવવાં જ પડે છે.
૪) શંકા - શિષ્ય ઉવાચ
૭૯ જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય?
૮૦ ફળદાતા ઈશ્વર ગણે, ભોક્તાપણું સંધાય; એમ કહ્યુ ઈશ્વરતણું, ઇશ્વરપણું જ જાય.
૮૧ ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભારંભ કર્મનાં, ભોગસ્થાન નહિ હોય.
૭૯ થી ૮૧-ચોથી શંકા આત્મા ભોકતા છે. જીવ કર્મનો કર્તા થઈ શકે પણ કરેલાં કર્મનું ફળ ભોગવવું પડે તે સમજાતું નથી. જો ઈશ્વર આત્માએ કરેલાં કર્મના ફળના દાતા બને, તો સર્વોપરી ઈશ્વર વીતરાગી ન રહે અને દોષને પાત્ર ઠરે. શુભ-અશુભ ભાવ ભોગવવાનું સ્થાન જરૂરી છે.
૪) સમાધાન - ઉવાચ
S
૮૨ ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની સ્ફુરણા, ગ્રહણ કરે જડધૂપ.
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ