Book Title: Tattvagyanni Gufama Aatmani Anubhuti
Author(s): Suresh Shah
Publisher: Mumbai Jain Yuvak Mahasangh

View full book text
Previous | Next

Page 43
________________ ૭૦ ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય નવ નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. ૬૨ થી ૭૦-બીજી શંકાનું સમાધાન-દેહ માત્ર જન્મ-મરણનો સંયોગ છે. આત્માનો ગુણ જ્ઞાન સ્વભાવ છે. પુદ્ગલ કર્મનો ક્ષય થવાથી આત્મા શુદ્ધ સ્વરૂપમાં જ્ઞાનદશાનો અનુભવ કરી શકે છે. તેથી આત્માની અજ્ઞાન દશા તે પર્યાયનું કારણ છે અને આત્માનો કોઈ કાળે નાશ નથી. અને ચેતન નાશ પામે તો કેમાં ભળી શકે? ૩) શંકા - શિષ્ય ઉવાચ ૭૧ કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ, ૭૨ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૩ માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાણ. ૭૧ થી ૭૩-ત્રીજી શંકા-કર્મ પુદ્ગલ પરમાણું છે, આત્મા તેનો કર્તા નથી તેથી દેહનાં જન્મ-મરણ તે ઈશ્વરની પ્રેરણાથી થાય છે અને કર્મ ક્ષય થઈ શકે છે એવી માન્યતા ખોટી છે. ૩) સમાધાન-સદ્ગુરૂ ઉવાચ ૭૪ હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ૭૫ જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવધર્મ. ૭૬ કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102