Book Title: Tattvagyanni Gufama Aatmani Anubhuti
Author(s): Suresh Shah
Publisher: Mumbai Jain Yuvak Mahasangh
View full book text
________________
૨૭. દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન;
માને નિજ મમત વેષનો, આગ્રહ મુક્તિ નિજાન. ૨૮ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૯ અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સર્વ્યવહારને, સાધન રહિત થાય. ૩૦ જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેની સંગ જે, તે બૂડે ભવમાંહી. ૩૧ એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પરમાર્થને અનુ-અધિકારીમાં જ. ૩૨ નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ને મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય; ૩૩ લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીના, આત્મ-અર્થ સુખસાદ.
૨૩ થી ૩૩-મતાર્થી બાહ્યત્યાગ કરે, પોતાના કુળધર્મમાં અંધશ્રદ્ધા કરે, ભગવાન સર્વોપરી માને પણ ભગવાનના દૈહિક સ્વરૂપમાં જ અંજાઈ જાય, હંમેશાં અસદ્ગુરૂને પોતાનું માન પોષવા માને, અંધશ્રદ્ધામાં ડુબેલો હોય, લૌકિક માન માટે સર્વ ક્રિયા કરે, ફક્ત વિદ્વતા હોય પણ સમજણમાં મીંડું હોય, કરે પણ નિશ્ચયથી આત્મસ્વરૂપ જાણવાનો પુરૂષાર્થ ન હોય, તેથી કષાયની ઉપશાંતતા ન હોય અને સ૨ળપણું અને મધ્યસ્થતા ન હોવાથી મતાર્થી બદલાતો નથી. હવે હું તને આત્માર્થીના લક્ષણો કહું છું.
વ્યવહાર
ન
આત્માર્થી-લક્ષણ
૩૪ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થા નહિ જોય.
૩૫ પ્રત્યક્ષ સદ્ગુરુપ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102